________________
૬૬૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન નિમિત્તે ઉત્પન્ન થયેલ રાગાદિ વિકારી ભાવોને ભાવકર્મ કહે છે.
જ્યારે જીવ કોઈ સુંદર વસ્તુને જુએ છે ત્યારે તેના પ્રતિ ખેંચાણ થાય છે. આ ભાવનાને રાગ કહે છે. કોઈક વસ્તુ જીવને પ્રિય ન હોય તો તેને માટે તેના મનમાં ધૃણા અને તિરસ્કારની ભાવના જાગે છે. આ ભાવનાને દ્વેષ કહે છે. રાગભાવમાં અનુકૂળ પદાર્થને પોતાની તરફ ખેંચવાની ચેષ્ટા થાય છે અને દ્વેષભાવમાં પ્રતિકૂળ પદાર્થને દૂર રાખવાની ચેષ્ટા થાય છે; પરંતુ આ બન્ને દશા વિભાવદશા છે, સ્વભાવદશા નહીં. સ્વભાવદશામાં પરપદાર્થ માટે સ્નેહભાવ કે તિરસ્કારભાવ હોતો નથી, માટે રાગ-દ્વેષ આત્માનો સ્વભાવ નથી. રાગ-દ્વેષ આદિ વિભાવ છે અને તેને ભાવકર્મ કહે છે.
આત્માનાં શુભાશુભ ઉપયોગરૂપ ભાવકર્મ જીવની પોતાની જ ભાંતિ છે, માટે ચેતનરૂપ છે અને આ ભાવકર્મથી જીવનું વીર્ય સ્કુરાયમાન થાય છે. જીવની રાગાદિરૂપ વિકારી પરિણતિના કારણે જીવનું વીર્ય સ્કુરાયમાન થતાં મન-વચન-કાયાના યોગ ચંચળ થાય છે અને યોગચંચળતાના નિમિત્તથી આત્માના અસંખ્યાત પ્રદેશો કંપિત થાય છે, અર્થાત્ આત્મપ્રદેશો અસ્થિર થાય છે. મન-વચન-કાયાની ચંચળતાથી આત્મપ્રદેશો અસ્થિર થતાં કાર્મણ વર્ગણાનું જીવ તરફ આવવું થાય છે અને તેનો આત્મા સાથે સંબંધ થાય છે. આત્મપ્રદેશોની અસ્થિરતાના નિમિત્તથી જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપ પરિણમવા યોગ્ય એવી કાર્મણ વર્ગણા આત્મા પ્રત્યે આકર્ષાય છે અને જીવની સાથે એકક્ષેત્રાવગાહ સંબંધ કરી સ્વયં કર્મરૂપે પરિણમે છે.
આ રીતે ભાવ અને દ્રવ્યના ભેદથી બે પ્રકારનાં કર્મ છે, અર્થાત્ કર્મો બે જાતનાં છે - ભાવકર્મ અને દ્રવ્યકર્મ. જે રાગાદિ ભાવ વડે આત્મા નવીન કાર્પણ વર્ગણાને આકર્ષે છે તે પરિણામવિશેષ એ ભાવકર્મ છે અને તે વડે ખેંચાયેલ કાર્પણ વર્ગણા એ દ્રવ્યકર્મ છે. જીવના જે રાગ-દ્વેષરૂપ ભાવોના નિમિત્તથી અચેતન કાર્પણ વર્ગણા આત્મા તરફ આકૃષ્ટ થાય છે તે ભાવનું નામ ભાવકર્મ છે અને જે અચેતન કાર્મણ વર્ગણા આત્મા સાથે સંબદ્ધ થાય છે તે દ્રવ્યકર્મ છે. રાગ, દ્વેષ આદિ વિકારી ભાવોથી કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોનો બંધ થાય છે, તે ભાવને ભાવકર્મ કહે છે અને તે ભાવથી જે કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોનો આત્મા સાથે સંબંધ થાય છે તેને દ્રવ્યકર્મ કહે છે. દ્રવ્યકર્મ બાંધવામાં કારણભૂત આત્માનાં જે રાગ-દ્વેષ-મોહાત્મક પરિણામ તે ભાવકર્મ કહેવાય છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મોરૂપે બંધાતી કાર્મણ વર્ગણા તે દ્રવ્યકર્મ કહેવાય છે. રાગ-દ્વેષાત્મક પરિણામને ભાવકર્મ કહેવાય છે અને કાશ્મણ જાતિનાં પુદ્ગલવિશેષ, જે રાગાદિના કારણે આત્માને ચોંટેલાં હોય છે એને દ્રવ્યકર્મ કહેવાય છે. રાગ-દ્વેષ આદિરૂપ કર્મને ભાવકર્મ અને પુદ્ગલપરમાણુઓના પિંડરૂપ કર્મને વ્યકર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org