________________
ગાથા-૮૨
૬૬૩ કહેવામાં આવે છે. પૂર્વ કર્મના નિમિત્તે આત્મામાં ઉત્પન્ન થતા કષાયાદિરૂપ પરિણામ તે ભાવકર્મ છે અને કાશ્મણ વર્ગણાનો કર્મરૂપે પરિણમેલ રજપિડ તે દ્રવ્યકર્મ છે. આમ, જૈન દર્શન અનુસાર ભાવકર્મ અને દ્રવ્યકર્મ એમ કર્મના બે ભેદ છે.
સંસ્કૃત ભાષામાં કર્મ શબ્દની મુખ્ય બે વ્યુત્પત્તિ છે - ‘નીવે પરન્ટીવુર્વત્તિ-તિ વર્મા', અર્થાત્ જીવને જે પરતંત્ર કરે છે તે કર્મ અથવા નીવેન નિય્યર્શનાદ્રિ પરિઘT મૈઃ ચિત્તે તિ છiffm', અર્થાતુ મિથ્યાદર્શન ઇત્યાદિરૂપ પરિણામોથી યુક્ત થઈને જીવ દ્વારા જે ઉપાર્જન કરાય છે તે કર્મ. આ જે બે પ્રકારની વ્યુત્પત્તિ કહેવામાં આવી છે, તેનાથી બે બાબતો સમજાય છે. પહેલી વ્યુત્પત્તિથી એ પ્રતીતિ થાય છે કે કર્મમાં જીવને પરતંત્ર બનાવવાની યોગ્યતા છે. બીજી વ્યુત્પત્તિથી એ પ્રતીત થાય છે કે મિથ્યાત્વ ઇત્યાદિથી યુક્ત થઈને પરતંત્ર થવાની જીવમાં યોગ્યતા છે. મનુષ્યને ઉન્મત્ત બનાવવો એ મદિરાની યોગ્યતા છે અને મદિરાના કારણે ઉન્મત્ત બનવું એ મનુષ્યની યોગ્યતા છે, તેવી રીતે જ જીવને રાગ-દ્વેષાદિરૂપે પરિણત કરવો એ કર્મોની યોગ્યતા છે અને રાગ, દ્વેષ ઇત્યાદિરૂપે પરિણત થવું એ જીવની યોગ્યતા છે.
જીવ પોતાની અજાગૃતિથી કર્મને આધીન થઈ રાગાદિ પરિણામ કરે છે. રાગવૈષ-મોહરૂપી પરિણામના કારણે - અધ્યવસાયવિશેષના કારણે જીવ તેલિયા શરીર જેવો બને છે. જેમ કોઈ પુરુષ શરીરે તેલ ચોળીને ઉઘાડા શરીરે ખુલ્લામાં બેસે તો તેલના કારણે તેના આખા શરીરે રજ ચોંટે છે, તેમ રાગ-દ્વેષથી સ્નિગ્ધ એવો જીવ પોતે જેટલા આકાશપ્રદેશોમાં હોય છે તેટલા પ્રદેશોમાં રહેલાં કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોને ગ્રહણ કરે છે. જેટલા આકાશપ્રદેશ જીવે અવગાહ્યા હોય તેટલા આકાશપ્રદેશમાં વિદ્યમાન કાર્મણ વર્ગણાનાં સૂમ પુદ્ગલો આત્માના વિકારી ભાવોથી આકર્ષિત થઈને આત્માના પ્રદેશો સાથે ચોટે છે. અન્ય પુદ્ગલોની જેમ કાર્મણ વર્ગણાનાં પુદ્ગલો પણ સર્વત્ર રહેલાં છે, પણ જીવ સર્વત્ર રહેલાં કાર્મણ વર્ગણાનાં પુદ્ગલોનું ગ્રહણ કરતો નથી, કિંતુ જેટલાં સ્થાનમાં પોતાના પ્રદેશો છે તેટલાં જ સ્થાનમાં રહેલાં કાર્પણ વર્ગણાનાં પુદ્ગલોનું ગ્રહણ કરે છે; જેમ અગ્નિ પોતે જેટલા સ્થાનમાં પ્રસરે છે તેટલા જ સ્થાનમાં રહેલી બાળવા યોગ્ય વસ્તુને બાળે છે, પણ પોતાના સ્થાનથી બહાર રહેલી વસ્તુને બાળતો નથી. ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, ‘વિશેષાવશ્યકભાષ્ય', ગાથા ૧૯૪૧
'गेण्हति तज्जोगं चिय रेणुं पुरिसो जधा कतब्भंगो ।
एगक्खेत्तोगाढं जीवो सबप्पदेसेहिं ।।' ૨- જુઓ : આચાર્યશ્રી ચંદ્રમહત્તરજીવિરચિત ‘પંચસંગ્રહ', દ્વાર ૫, ગાથા ૭૭
'एगपएसोगाढे सव्वपएसेहिं कम्मणो जोगे । जीवो पोग्गलदब्बे गिण्हइ साई अणाई वा ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org