________________
૭૨ ૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન હેતુરૂપ થતો નથી. વળી, આત્માનો અવ્યક્ત - કર્માવરિત અંશ છે તે પણ કર્મને આકર્ષવા અશક્ત છે, કારણ કે જે જ્ઞાન-દર્શન-વીર્ય કર્મના પ્રાબલ્યથી અભાવરૂપે છે, તે અભાવસ્વરૂપ દ્રવ્ય અન્યમાં કારણભૂત કઈ રીતે બની શકે? વળી, કર્મને ખેંચનાર કર્મ પણ નથી, કારણ કે કર્મ એ પૌગલિક દ્રવ્ય છે અને પુદ્ગલ વડે આકર્ષાયેલું કર્મ જો આત્માનાં સુખ-દુઃખના હેતુરૂપ હોય એમ માનવામાં આવે તો જેણે જે કર્યું નથી તેનું ફળ તેને ભોગવવું પડે એવો અકૃતાભ્યાગમનો દોષ આવે. હવે પ્રશ્ન થાય કે કર્મને આકર્ષનાર કોણ? પૂર્વકર્મના ઉદયના નિમિત્તથી થતા પરભાવ વડે જીવ દ્રવ્યકર્મને આકર્ષે છે. કર્મોદયના નિમિત્ત વડે થતાં મિથ્યાત્વ, કષાયભાવ એ જીવનાં જ પરિણામવિશેષ છે, જીવ પોતે જ તે પરિણામનો કર્યા છે, પરંતુ તે વિભાવપરિણમન જીવનો સ્વભાવ નથી. કર્મપ્રહણ જીવના આ ઔપાધિક ભાવના નિમિત્તે છે. જ્યારે જીવ પરભાવમાં વર્તે છે ત્યારે તે કર્મનો બંધ કરે છે.
- જ્યારે આત્મા પૂર્વકર્મોદયના નિમિત્તે શુભાશુભ ભાવરૂપ પરિણમે છે ત્યારે તે અનેક પ્રકારનાં કર્મો સાથે બંધાય છે. જે સમયે જીવ જેવો ભાવ કરે છે તે સમયે તેને તેવાં કર્મનો બંધ થાય છે. રાગ-દ્વેષના નિમિત્તને પ્રાપ્ત કરીને શુભાશુભ કર્મ આત્મા સાથે બંધાય છે અને યોગ્ય સમયે તે તેને સુખ-દુઃખરૂપ ફળ આપે છે. કર્મથી આત્મા સુખ-દુઃખ અનુભવે છે અને તેના કારણે સંસારમાં પરિભ્રમણ થાય છે. પૂર્વકર્મના ઉદયમાં તન્મય થઈને જીવ નવીન શુભાશુભ કર્મનો બંધ કરે છે અને તે શુભાશુભ કર્મોના વિપાકરૂપે વિભિન્ન સંયોગો પ્રાપ્ત કરે છે, તેથી જ સંસારમાં સર્વત્ર વિષમતા જોવા મળે છે.
જીવ શુભ ભાવથી શુભ કર્મનું નિબંધન કરે છે અને અશુભ ભાવથી અશુભ કર્મનું નિબંધન કરે છે. શુભ ભાવથી પુણ્યબંધ અને અશુભ ભાવથી પાપબંધ થાય છે. પુણ્ય અને પાપ બન્ને જુદાં જુદાં છે, સ્વતંત્ર છે, કારણ કે તેના કાર્યરૂપ થતાં સુખદુઃખ સ્વતંત્ર છે. બન્નેનાં કાર્યો એવાં સુખ-દુઃખ જુદાં જુદાં, સ્વતંત્ર સ્પષ્ટરૂપે જણાય છે, તો તેમાં કારણભૂત એવાં શુભાશુભ કર્મ અર્થાત્ પુણ્ય-પાપને સ્વતંત્ર જ માનવાં જોઈએ. સુખનું કારણ શુભ કર્મ – પુણ્ય છે અને દુઃખનું કારણ અશુભ કર્મ - પાપ છે.
‘પુણ્યનો અપકર્ષ થવાથી દુઃખની વૃદ્ધિ થાય છે, માટે પાપને પુણ્યથી સ્વતંત્ર માનવાની આવશ્યકતા નથી' એ પક્ષ મિથ્યા છે. જીવને જે પ્રકૃષ્ટ દુઃખ થાય છે તેનું કારણ કેવળ પુણ્યનો અપકર્ષ જ નથી, કેમ કે દુ:ખના પ્રકર્ષમાં બાહ્ય અનિષ્ટ આહાર આદિનો પ્રકર્ષ પણ અપેક્ષિત હોય છે. જો પ્રકૃષ્ટ દુ:ખ કેવળ પુણ્યના અપકર્ષથી જ માનવામાં આવે તો પુણ્યસંપાદ્ય એવાં ઈષ્ટ આહારાદિરૂપ જે બાહ્ય સાધનો છે, તેનો અપકર્ષ થવાથી જ પ્રકૃષ્ટ દુ:ખ થવું જોઈએ; તેમાં સુખને પ્રતિકૂળ એવાં અનિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org