________________
ગાથા-૮૪
૭૨૧
કેવું છે? કર્મનાં વિવિધ પરિણામ કેવાં હોય છે? કર્મ કઈ રીતે જીવ સાથે બંધાઈને ફળ આપે છે? આ વિષય મહાગંભીર છે. આત્મામાં કર્મબંધ કેવી રીતે થાય છે અને બંધાયેલાં કર્મની ફળપ્રક્રિયા શી છે એનું વર્ણન જૈન શાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે મળે છે.
જૈન દર્શનની માન્યતા પ્રમાણે આ વિશ્વમાં વિવિધ પ્રકારનાં પુદ્ગલપરમાણુઓની હેરફેર સતત ચાલ્યા કરે છે. તેમાંના એક પ્રકારનાં પુદ્ગલપરમાણુઓને કાર્મણ વર્ગણાનાં પુદ્ગલપરમાણુઓ તરીકે ઓળખવામાં આવે છે. ચૌદ રાજલોકમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં આ કર્મયોગ્ય પુદ્ગલપરમાણુનું અસ્તિત્વ ન હોય. એટલે સંસારી જીવ જ્યારે પણ પોતાનાં મન-વચન-કાયાની કોઈ પ્રવૃત્તિ કરે છે ત્યારે કર્મયોગ્ય પુદ્ગલસ્કંધોનું ગ્રહણ બધી દિશામાંથી થાય છે; પરંતુ ક્ષેત્રમર્યાદા એ છે કે જેટલા આકાશપ્રદેશમાં આત્મા હોય તેટલા આકાશપ્રદેશમાં રહેલા કાશ્મણસ્કંધોનું જ રહણ થાય છે, અન્યનું નહીં. આત્માના વિકારી ભાવોથી કાર્મણ વર્ગણા પ્રહાય છે અને આત્મા સાથે એકક્ષેત્રાવગાહે સ્થિત થાય છે. આત્માના રાગ-દ્વેષરૂપ ભાવ વડે આકર્ષાઈને તે પુદ્ગલો આત્મપ્રદેશો સાથે બંધાય છે. કાશ્મણ વર્ગણા જ્યારે આત્મા સાથે બંધાય છે ત્યારે તેનું નામ કર્મ પડે છે અને તે સંયોગને બંધ કહે છે.
- સ્વસત્તાએ શુદ્ધ એવો સંસારી આત્મા વર્તમાન પર્યાયમાં અશુદ્ધ છે. પર્યાયમાં થતા વિકારી ભાવોના પરિણામરૂપે કર્મ નીપજે છે. જીવ ક્રોધાદિ ભાવ કરે તો તેના પરિણામરૂપે કર્મ બંધાય છે. આત્મા સ્વસત્તાએ શુદ્ધ હોવા છતાં ક્રોધાદિ વિકાર થવાથી કર્મબંધ થાય છે અને આત્મપ્રદેશો ઉપર આવરણ આવે છે.
જેમ સૂર્ય વાદળાંથી ઢંકાય છે, તેમ આત્મા કર્મથી ઢંકાયેલો છે. આ દૃષ્ટાંત એકદેશીય છે, કારણ કે સૂર્યનો માત્ર બાહ્ય પટ - સપાટી વાદળાંથી આચ્છાદિત હોય છે, પણ આત્માના તો સર્વ પ્રદેશો કર્મવર્ગણાથી ગૂંથાયેલા છે. માત્ર નાભિ આગળના આઠ રૂચક પ્રદેશો જ નિર્લેપ છે. જો તેટલા પ્રદેશો નિરાવરણ ન હોત તો આત્માનું આત્મત્વ ટકી શકે જ નહીં. આત્માની ગમે તેવી નિકૃષ્ટ દશા હોય છતાં પણ તેટલા પ્રદેશો ખુલ્લા રહે છે. સૂર્ય ઉપરથી જેટલે અંશે વાદળાંનું પટ ખસે છે, તેટલા અંશે તે વ્યક્ત થાય છે અને તેના જેટલા અંશો આચ્છાદિત હોય છે તેટલા અંશો અવ્યક્ત રહે છે. તેવી જ રીતે આત્માની પર્યાયમાં જ્ઞાન-દર્શન છે તે કર્મપટના ખસવાથી પ્રગટ થયેલો સ્વાભાવિક અંશ છે, ઔપાધિક અંશ નહીં. નવાં કર્મને આકર્ષનાર અને તેને બંધરૂપે પરિણમાવનાર એ આત્માનો વ્યક્ત થયેલ આ સ્વાભાવિક અંશ નથી. જો તેમ હોય તો આત્મામાં કર્મને ખેંચવાના સ્વભાવનું આરોપણ થાય અને તેમ થાય તો, અર્થાત્ કર્મને અહવાનો આત્માનો સ્વભાવ જ હોય તો આત્મા કર્મથી કદી મુક્ત થઈ શકે નહીં. આથી આત્માનો જ્ઞાન-દર્શનનો વ્યક્ત થતો અને થયેલો એશ કર્મના બંધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org