________________
૭૨૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રી - વિવેચન આ રીતે કર્મની સિદ્ધિ થાય છે, પરંતુ જીવ અને જડ એ બન્ને પ્રકારની સૃષ્ટિમાં કર્મનો કાયદો સંપૂર્ણ ભાવે લાગુ પડે છે, અથવા તેમાં પણ કોઈ મર્યાદા છે કે નહીં એ બાબતમાં દાર્શનિકો વચ્ચે મતભેદ છે. કાળ, ઈશ્વર, સ્વભાવ આદિ એકમાત્ર કારણ માનનારા જેમ કાર્યમાં કાળ, ઈશ્વર, સ્વભાવ આદિને કારણે માને છે, તેમ કર્મ પણ શું બધાં કાર્યોની નિષ્પત્તિમાં કારણ છે કે એને કોઈ મર્યાદા છે એ બાબત અંગે કર્મવાદી દાર્શનિકો વચ્ચે ભેદ છે. જેઓ એકમાત્ર ચેતનતત્ત્વમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ સ્વીકારે છે, તેમના મત અનુસાર તો કર્મ, અદષ્ટ કે માયા એ સમસ્ત કાર્યમાં સાધારણ નિમિત્તકારણ છે અને તેથી જ વિશ્વવૈચિત્ર્ય ઘટે છે. નૈયાયિકો-વૈશેષિકો માત્ર એક તત્ત્વમાંથી બધી સૃષ્ટિની ઉત્પત્તિ સ્વીકારતા નથી, છતાં પણ તેઓ કર્મને - અદૃષ્ટને સમસ્ત કાર્યોમાં સાધારણ કારણ માને છે, એટલે કે જડનાં અને ચેતનનાં સમસ્ત કાર્યોમાં અદૃષ્ટ એ સાધારણ કારણ છે. સૃષ્ટિ ભલે જડ-ચેતન બન્નેમાંથી બની હોય, પણ તે ચેતનનું પ્રયોજન સિદ્ધ કરતી હોવાથી ચેતનનું અદષ્ટ તેમાં નિમિત્તકારણ છે એમ તેઓ સ્વીકારે છે.
બૌદ્ધ દર્શનમાં જડ સૃષ્ટિમાં તો કર્મનો કાયદો કામ નથી જ કરતો એમ મનાયું છે, એટલું જ નહીં પણ જીવોની બધી જ વેદના સુધ્ધાંમાં કર્મ કારણરૂપે નથી મનાયું. ‘મિલિન્દ પ્રશ્નમાં જીવોની વેદનાનાં આઠ કારણ ગણાવ્યાં છે. વાત, પિત્ત, કફ, એ ત્રણેનો સંનિપાત, ઋતુ, વિષમાહાર, આપક્રમિક અને કર્મ - એ આઠ કારણોમાંથી કોઈ પણ એક કારણે જીવને વેદનાનો અનુભવ થાય છે. શ્રી નાગસેને જણાવ્યું છે કે વેદનાનાં આ આઠ કારણો છે, છતાં જે લોકો એમ માને છે કે જીવોની બધી વેદના કર્મના કારણે થાય છે તે મિથ્યા છે. ખરી રીતે જીવોને જે વેદના છે, તેમાંનો બહુ જ થોડો ભાગ પૂર્વકૃત કર્મનું ફળ છે; ઘણો ભાગ તો બીજાં જ કારણોથી ઉત્પન્ન થયેલ છે. કઈ વેદના કયા કારણે છે તેનો અંતિમ નિર્ણય તો બુદ્ધ જ કરી શકે છે. ૧
જૈન દર્શન અનુસાર પણ કર્મનો કાયદો જીવસૃષ્ટિને લાગુ પડે છે, જડ સૃષ્ટિમાં એ કાયદો કાર્ય કરતો નથી. જડસૃષ્ટિનું નિર્માણ તેના પોતાના કાયદા પ્રમાણે થાય છે. કર્મનો કાયદો તો જીવસૃષ્ટિમાં જે વૈવિધ્ય છે તેનું જ કારણ છે. મનુષ્ય, દેવ, નારક અને તિર્યંચનાં જે વિવિધ રૂપો છે તેમાં, જીવોનાં શરીરમાં જે વૈવિધ્ય છે તેમાં અને સુખ-દુ:ખ, જ્ઞાન-અજ્ઞાન, ચારિત્ર-અચારિત્ર આદિ જીવ સંબંધી ભાવોમાં કર્મનો કાયદો લાગુ પડે છે; પણ ભૂકંપ જેવાં ભૌતિક કાર્યોમાં કર્મના કાયદાને કશી જ લેવા-દેવા નથી. આ વસ્તુ જૈન શાસ્ત્રોમાં કર્મની જે મૂળ અને ઉત્તર પ્રવૃતિઓ ગણાવી છે તે પ્રત્યેકના વિપાકનો જ્યારે વિચાર કરવામાં આવે છે ત્યારે સ્વતઃ સિદ્ધ થઈ જાય છે.
પોતાના જીવન અને જગતનાં સર્વ પરિવર્તનનું મુખ્ય કારણ શું છે? તેનું સ્વરૂપ ૧- જુઓ : ‘મિલિન્દ-પ્રશ્ન', ૪-૧-૬૨, પૃ.૧૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org