________________
૩૧૯ કહે છે કે એક માણસ રાજા અને એક માણસ રંક એવી જગતના જીવો વિષે જે વિચિત્રતા દેખાય છે તે આત્માએ કરેલાં શુભાશુભ કર્મો દ્વારા જ ઉત્પન્ન થયેલી છે. આમ, આ વિચિત્રતા હેતુ સહિત છે, હેતુ વિનાની નથી. જો હેતુ ન માનવામાં આવે તો શાતારૂપ સુખ અને અશાતારૂપ દુઃખ, બળવાનપણું અને નિર્બળપણું, સુરૂપપણું અને કુરૂપપણું, બુદ્ધિમાનપણું અને મૂર્ખાપણું વગેરે જે વિભિન્નતા દુનિયામાં દેખાય છે તે હોઈ ન શકે, કેમ કે કંઈ પણ કારણ ન હોય તો સર્વ પ્રાણીઓ એકસરખાં જ હોવાં જોઈએ. માટે આવી વિચિત્રતા જીવે કરેલાં શુભાશુભ કર્મથી જ ઉત્પન્ન થયેલી છે.૧ આ તથ્ય અને આ જ દૃષ્ટાંત શ્રીમદે પ્રસ્તુત ગાથામાં રજૂ કરેલાં છે એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેધ.'
ગાથા-૮૪
Jain Education International
પ્રસ્તુત ગાથામાં શ્રીમદે કાર્યનુમાનનો પ્રયોગ કરેલો છે. કાર્ય પ્રત્યક્ષ હોય ત્યારે કારણનું અનુમાન કરવું તે કાર્યનુમાન છે. કાર્યાનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છે દેહાદિ વિચિત્રતાનું કોઈ કારણ હોવું જોઈએ, કારણ તે કાર્ય છે, ઘટાદની જેમ. દેહાદિ વિચિત્રતાનું કોઈ કારણ હોય તો તે કર્મ છે. જેમ કાર્યનુમાનથી શુભાશુભ કર્મની સિદ્ધિ થાય છે, તેમ કા૨ણાનુમાન દ્વારા પણ તેની સિદ્ધિ થાય છે. કારણ ઉપરથી કાર્યનું અનુમાન કરવું તે કારણાનુમાન છે. જેમ ખેતી કરવી એ ક્રિયા છે અને તે કારણે ઘઉં, જવ, બાજરી વગેરેનો પાક થવો તે કાર્ય છે. કારણથી કાર્ય થાય છે. એ જ પ્રમાણે દાન કરવું, હિંસા કરવી વગેરે પણ ક્રિયા છે, કારણ છે; તો તેનું કોઈ કાર્ય પણ અવશ્ય હોવું જોઈએ. દાનાદિ ક્રિયા અને હિંસાદિ ક્રિયા એ કારણ હોવાથી તેનું કોઈ કાર્ય હોવું જોઈએ. એ કાર્ય તે બીજું કોઈ નહીં પણ તથારૂપ કર્મબંધ અને જીવનાં સુખ અને દુઃખરૂપ પરિણામ છે. કારણાનુમાનથી જેમ કૃષિક્રિયાનું કાર્ય ઘઉં આદિ માનવામાં આવે છે, તે જ પ્રમાણે દાનાદિ ક્રિયાનું પુણ્ય અને હિંસાદિ ક્રિયાનું પાપ એ બન્નેને કારણાનુમાનથી કાર્યરૂપે સ્વીકારવાં જોઈએ. સમાન પ્રયત્નનું સમાન અથવા અસમાન ફળ મળે છે અને અસમાન પ્રયત્નનું પણ અસમાન અથવા સમાન ફળ મળે છે, પ્રયત્ન કરવા છતાં ફળ નથી મળતું અને ન કરવા છતાં પણ ફળ મળે છે; એટલે જણાય છે કે પ્રયત્નના ફળનો આધાર માત્ર પ્રયત્ન નથી પણ જીવનાં કર્મ છે. આ પ્રમાણે જીવ અને કર્મના સંયોગનો જે પુણ્ય અને પાપરૂપ પરિણામવિશેષ છે તે કારણાનુમાન તથા કાર્યાનુમાન ઉભય રીતે જાણી શકાય છે, કારણાનુમાન તથા કાર્યાનુમાન દ્વારા તે સિદ્ધ થાય છે, અર્થાત્ કારણથી કાર્યનું અનુમાન કરીને અને કાર્યથી કારણનું અનુમાન કરીને તેની સિદ્ધિ થાય છે.
૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, ‘અધ્યાત્મસાર’, પ્રબંધ ૪, શ્લોક ૮૧ ‘राजरंकादिवैचित्र्यमप्यात्मकृतकर्मजम् । सुखदुःखादिसंवित्तिविशेषो नान्यथा भवेत् । ।'
-
For Private & Personal Use Only
-
www.jainelibrary.org