________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
આનું સમાધાન
છે કે કર્મ પણ એક શરીર છે, તેથી વાદળાંની વિચિત્રતાની જેમ શરી૨ પણ જો વિચિત્ર હોય તો શરીરરૂપ કર્મ પણ વિચિત્ર માનવું જ જોઈએ. ભેદ એટલો છે કે બાહ્ય ઔદારિક શરીર કરતાં કાર્મણ શરીર વિશેષ સૂક્ષ્મ છે અને તે અત્યંતર છે. વાદળાંની જેમ બાહ્ય શરીરને જો વિચિત્ર માનવામાં આવે તો અત્યંતર કાર્પણ શરીરને પણ વિચિત્ર તો માનવું જ જોઈએ.
૭૧૮
આની સામે તેઓ કહે છે કે બાહ્ય સ્થૂળ શરીર તો દેખાય છે, તેથી તેનું વૈચિત્ર્ય માનવામાં કશો જ વાંધો આવતો નથી; પણ કાર્પણ શરીર તો સૂક્ષ્મ છે અને તે અત્યંતર પણ છે, તેથી તે દેખાતું નથી એટલે તેનું અસ્તિત્વ જ સિદ્ધ થતું નથી. જેનું અસ્તિત્વ જ સિદ્ધ થતું ન હોય તો તેના વૈચિત્ર્યની વાત જ કેવી રીતે માનવી? આથી જો સ્થૂળ શરીરથી અતિરિક્ત એવા કાર્યણ શરીરને માનવામાં જ ન આવે તો શો દોષ છે?
આનો ઉત્તર એ છે કે મરણ વખતે આત્મા સ્થૂળ શરીરને તો સર્વથા છોડી દે છે. જો તે સ્થૂળ શરીરથી જુદું કોઈ કાર્પણ શરીર હોય નહીં તો નવા શરીરને ગ્રહણ કરવાનું કોઈ જ કારણ આત્મામાં રહેતું ન હોવાથી જીવના સંસારનો અભાવ થઈ જાય અને બધા જીવો વિના પ્રયત્ને મુક્ત થઈ જાય. કાર્પણ શરીરને જુદું ન માનવામાં આ દોષ ઉદ્ભવે છે. જો એમ કહેવામાં આવે કે અશરીરી જીવ પણ સંસારમાં ભમી શકે છે, તો પછી સંસાર નિષ્કારણ માનવો પડે, અર્થાત્ સંસારનું કોઈ કારણ નથી એમ માનવું પડે; એટલે મુક્ત જીવોને પણ ફરી ભવભ્રમણ પ્રાપ્ત થાય. જો સંસારી અને મુક્ત જીવોમાં ફરક જ ન હોય તો પછી કોઈ પણ જીવ મોક્ષ અર્થે શા માટે પ્રયત્ન કરે? તેને મોક્ષની આસ્થા જ નહીં રહે. કાર્યણ શરીરને જુદું ન માનતાં આવા દોષો આવે છે, તેથી તેના નિવારણ માટે કાર્પણ શરીરને સ્થૂળ શરીરથી જુદું માનવું જોઈએ. તે કર્મ જીવોનાં સુખ-દુઃખની વિવિધતાનું કારણ છે.
જીવોમાં રહેલા કર્મભેદના કારણે થયેલા સુખ-દુઃખરૂપ ફ્ળભેદના અન્વય-વ્યતિરેકને અનુસરીને સિદ્ધ થતાં એવાં પુણ્ય-પાપને, માત્ર સ્વભાવભેદને જ આગળ કરીને જો ઉડાડી શકાતાં હોય તો તો દંડ વગેરેને પણ ઘટાદિ પ્રત્યે કારણ કહી શકાશે નહીં, અર્થાત્ દંડાદ હોય તો ઘટાદિ થાય અને ન હોય તો ન થાય' એવું જે જોવા મળે છે તે ‘દંડાદિ, ઘટાદિ પ્રત્યે કારણ છે' એવા કારણે નથી, કિંતુ ‘ઘટાદિનો તેવો સ્વભાવ જ છે' એવા કારણે છે એવું પણ કહી શકાવાથી દંડાદિ ઘટાદિનાં કારણ ન રહેવાની આપત્તિ આવશે.
આ રીતે એકાંત સ્વભાવવાદનો નિરાસ થાય છે. વિચિત્રતા સ્વાભાવિક નહીં પણ કર્મના કારણે છે એમ બતાવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘અધ્યાત્મસાર'માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org