________________
ગાથા-૮૪
૭૧૭ નથી, અર્થાત્ જ્યાં સુખ-દુ:ખરૂપ કાર્યનો ભેદ ઊભો થતો જ ન હોય ત્યાં કારણ તરીકે કર્મ માનવાનો પ્રશ્ન ઊભો થતો નથી. જીવને તો સુખ-દુઃખના અનુભવના ભોગવટારૂપ કાર્યભેદ છે, તેથી આ સુખ-દુઃખના સંવેદનરૂપ ભોગચેતના કે જે કર્મચેતનાથી થયેલ ભાવ છે તેના કારણ તરીકે કર્મ માનવું જ પડે છે. પાષાણ વગેરેની જેમ તેમાં માત્ર સ્વભાવને કારણે માની શકાતું નથી. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ લખે છે કે –
“એક સુખિયા એક દુખિયા હોઇ, પુણ્ય પાપ વિલસિત તે જોઇ |
કરમ ચેતનાનો એ ભાવ, ઉપલાદિક પરિ એ ન સ્વભાવ ||"
સ્વભાવવાદીઓ કહે છે કે સુખ-દુઃખના હેતુરૂપે કર્મની સિદ્ધિ કરવામાં આવે છે અને સમાન સાધન છતાં જે ફળવૈચિત્ર અનુભવાય છે તે કર્મવૈચિત્ર્ય વિના ન સંભવે એમ કહેવામાં આવે છે, પરંતુ વાદળાંમાં વિચિત્ર પ્રકારના વિકારો છતાં તેનું કારણ કર્મવૈચિત્ર નથી, તે જ પ્રમાણે સંસારી જીવનમાં સુખ-દુઃખની તરતમતારૂપ વિચિત્રતા પણ કર્મની વિચિત્રતા વિના માનવામાં શો દોષ છે?
આનો જવાબ એમ છે કે જો બાહ્ય સ્કંધોને વિચિત્ર માનવામાં આવતા હોય તો આંતરિક કર્મમાં એવી કઈ વિશેષતા છે કે જેથી બન્ને પુગલરૂપે સમાન છતાં વાદળ આદિ બાહ્ય કંધોની વિચિત્રતા માનવામાં આવે છે અને કર્મની નહીં? ખરેખર જીવ સાથે લાગેલાં કર્મપુદ્ગલોને તો વિચિત્ર માનવો જ જોઈએ, કારણ કે બીજાં બાહ્ય પુદ્ગલો કરતાં કર્મપુદ્ગલોમાં તે જીવ વડે ગૃહીત થયેલાં છે - એવી વિશેષતા તો છે જ અને તેથી જ તે જીવગત વિચિત્ર એવાં સુખ-દુ:ખનું કારણ પણ બને છે. વળી, જે બાહ્ય પુદ્ગલોને જીવે ગૃહીત નથી કર્યા તેને જો વિચિત્ર માનવામાં આવતાં હોય, તો જીવે ગૃહીત કરેલાં કર્મપુદ્ગલોને તો વિશેષરૂપે વિચિત્ર માનવા જ જોઈએ, કારણ કે જેમ કોઈના પણ પ્રયત્ન વિના સ્વાભાવિક રીતે વાદળાંનાં થતા આકારોમાં જે વિચિત્રતા હોય છે તેના કરતાં કોઈ શિલ્પીએ ગોઠવેલ પુદ્ગલોમાં એક વિશિષ્ટ પ્રકારની વિચિત્રતા છે. તે પ્રકારે જીવે ગૃહીત કરેલાં કર્મપુદ્ગલોમાં વિવિધ પ્રકારે સુખ-દુ:ખ ઉત્પન્ન કરવાની વિશિષ્ટ પ્રકારની વિચિત્રતા કેમ ન હોય?
આની સામે તેઓ કહે છે કે આ પ્રકારે જો વાદળાંના વિકારની જેમ કર્મપુદ્ગલોમાં પણ વિચિત્રતા માનવામાં આવે તો પછી પ્રશ્ન એ થાય છે કે એ વાદળાંની વિચિત્રતાની જેમ જીવોનાં શરીરમાં જ સ્વાભાવિક રીતે વિવિધ પ્રકારનાં સુખ-દુ:ખ ઉત્પન્ન કરનારી વિચિત્રતા શા માટે ન માનવી? અને જો વાદળાંની જેમ શરીરમાં પણ સ્વાભાવિકરૂપે ઉક્ત વિચિત્રતા હોય તો પછી શરીરની વિચિત્રતાના કારણરૂપે કર્મની કલ્પના કરવાની શી જરૂર છે? ૧- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, સમ્યક્ત્વ ષસ્થાન ઉપઇ', ગાથા ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org