________________
૭૧૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન છે તો જ ઘડો બને છે. આ પક્ષ પ્રમાણે જો સાવ નિષ્કારણતા જ માનવામાં આવે તો અત્યારે અને હંમેશ માટે ધુમાડાની તેમજ ઘડાની ઉત્પત્તિ સતત થતી જ રહેવી જોઈએ. પરંતુ એમ થતું નથી. સુખ-દુઃખની પાછળ જો કોઈ કારણ જ નથી એમ માનવામાં આવે તો સંસારમાં હંમેશ માટે કાં તો બધા સુખી હોવા જોઈએ અને કાં તો દુ:ખી હોવા જોઈએ. કારણ વિના જો બધું જ સંભવ માનવામાં આવે તો બધું જ હંમેશ માટે બને, બધું જ હંમેશ માટે થવું જોઈએ; પરંતુ એવું તો ક્યારે પણ બનતું નથી. પ્રત્યક્ષ આનાથી વિરુદ્ધ છે. સંસારમાં કોઈ સુખી, કોઈ દુ:ખી એમ ભિન્ન ભિન્ન પ્રકારના જીવો જોવા મળે છે. તેનું કોઈ તો કારણ હોવું જ જોઈએ અને તે કારણ છે કર્મ. સંસારની વિચિત્રતા, શરીરની ભિન્ન ભિન્ન રચના વગેરેની પાછળ કોઈ કારણ જ ન હોય એ કઈ રીતે સંભવે? માટે સ્વભાવનો અર્થ નિષ્કારણતા કરવો પણ ઉચિત નથી.
સ્વભાવને વસ્તુધર્મ પણ નહીં કહી શકાય. જો સ્વભાવને આત્માનો ધર્મ માનવામાં આવે તો તે પણ અમૂર્ત સિદ્ધ થશે અને તેથી મૂર્ત શરીરાદિ તેનાથી ઉત્પન્ન નહીં થઈ શકે. અમૂર્તથી મૂર્તિની ઉત્પત્તિ ન સંભવે. સ્વભાવને મૂર્ત વસ્તુનો ધર્મ કહેવામાં આવે તો કમ મૂર્ત જ છે, કર્મ પુદ્ગલની પર્યાય જ છે અને તેથી કર્મ અને સ્વભાવ એક જ ઠરે. તો પછી સ્વભાવવાદ શા માટે માનવો? કર્મવાદ માનવામાં શું તકલીફ છે? કર્મવાદ જ માનવો વધુ સુસંગત છે. કર્મવાદ નિર્દોષ પક્ષ છે, તેમાં કોઈ આપત્તિ નથી.
આ પ્રમાણે સ્વભાવના ત્રણે અર્થે સુસંગત સિદ્ધ થતા નથી. સ્વભાવ તો એકરૂપ જ હોય છે. સ્વભાવ નિયત હોય છે, જ્યારે સંસારમાં કાર્યો ચિત્રવિચિત્ર પ્રકારનાં છે. એકરૂપ સ્વભાવથી વિપરીત તથા વિચિત્ર કાર્યોની સિદ્ધિ ન થાય, તેથી ભિન્ન ભિન્ન પ્રકારના શરીર આદિની પાછળ કર્મવાદ જ સુસંગત છે. કર્મની અનેક પ્રકારની પ્રકૃતિઓ છે, જે વિવિધ પ્રકારની વિચિત્રતાને સિદ્ધ કરી શકે છે. વિવિધ કર્મોથી સુખદુ:ખની વિવિધતા સિદ્ધ થાય છે.
સ્વભાવવાદીઓનું માનવું છે કે એક પાષાણ પૂજાય છે, જ્યારે બીજા પાષાણને લોકો અડફેટમાં લે છે. આવા કાર્યભેદમાં કર્મભેદરૂપ કારણ તો માની શકાતું જ નથી, કેમ કે જડ એવા પાષાણને કર્મ સંભવતાં નથી; તેથી જેમ ત્યાં કાર્યભેદના કારણ તરીકે તે બે પાષાણના તેવા તેવા સ્વભાવભેદને જ માનવો પડે છે; તેમ સમાન બાહ્ય સામગ્રીવાળા તે તે જીવને પણ જે જે સુખ-દુઃખરૂપ અસમાન કાર્ય પ્રાપ્ત થાય છે તેમાં તે બન્નેના તેવા તેવા સ્વભાવને જ કારણ માનવું યોગ્ય છે, કર્મને નહીં. આનું સમાધાન એ છે કે આપેલ પાષાણનું દષ્ટાંત અને જીવરૂપ દ્રાષ્ટાન્તિકમાં વિષમતા છે. પાષાણની પૂજા થાય કે અડફેટમાં લેવાય, તેનાથી તેને સુખ કે દુ:ખનું વદન થતું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org