________________
૫૩૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
ઉદય વિના પણ જો ભાવકર્મ ઉત્પન્ન થઈ શકતાં હોય તો તો મુક્ત જીવને પણ ભાવકર્મ ઉત્પન્ન થાય અને તેમનો સંસાર ફરીથી ઊભો થઈ શકે. જો આમ બનતું હોય તો સંસાર અને મોક્ષમાં કોઈ ભેદ જ રહે નહીં. મુક્ત જીવોને દ્રવ્યકર્મ નહીં હોવાથી ભાવકર્મ પણ નથી, જ્યારે સંસારી જીવોને દ્રવ્યકર્મનું નિમિત્ત હોવાથી ભાવકર્મની ઉત્પત્તિ થાય છે. આ પ્રમાણે ભાવકર્મનું નિમિત્ત ન હોય તો દ્રવ્યકર્મ બંધાતાં નથી અને દ્રવ્યકર્મના ઉદયનું નિમિત્ત ન હોય તો ભાવકર્મ થતાં નથી. ભાવકર્મથી દ્રવ્યકર્મ અને દ્રવ્યકર્મથી ભાવકર્મ એવો કારણ-કાર્યભાવ ઉપાદાન-ઉપાદેયરૂપ નહીં પણ નિમિત્ત-નૈમિત્તિકરૂપ છે.૧
દરેક દ્રવ્ય પોતપોતાનાં ગુણ-પર્યાયમાં પરિણમે છે. કોઈ પણ દ્રવ્ય પોતાનાં ગુણપર્યાયને છોડીને અથવા પોતાનાં ગુણ-પર્યાય સાથે બીજાં દ્રવ્યનાં ગુણ-પર્યાયરૂપ પરિણમતું જ નથી. કોઈ પણ દ્રવ્ય બીજાં દ્રવ્ય, ગુણ કે પર્યાય સાથે મળીને એક દ્રવ્યરૂપે, એક ગુણરૂપે કે એક પર્યાયરૂપે પરિણમન કરતું જ નથી. સર્વ દ્રવ્ય પોતપોતાનાં જ દ્રવ્યગુણ-પર્યાયરૂપે પરિણમે છે. આ દ્રવ્યનું નિશ્ચય (વાસ્તવિક) સ્વરૂપ છે. આમ હોવા છતાં સર્વ દ્રવ્ય એકબીજાં સાથે નિમિત્ત-નૈમિત્તિકરૂપે સહજ ભાવે તો રહેલાં જ છે.
યદ્યપિ વિશ્વમાં પ્રત્યેક દેશ પોતાની સ્વતંત્ર પ્રભુતાસંપન્ન સત્તાનો સ્વામી છે. કોઈ અન્ય દેશનો હસ્તક્ષેપ તેને સ્વીકાર્ય હોતો નથી, તથાપિ વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ સર્વથા ન હોય એવું પણ હોતું નથી. એકબીજાની વચ્ચે કેટલાક વ્યાવહારિક સંબંધ તો પ્રાપ્ત થાય જ છે. તે જ પ્રકારે પ્રત્યેક દ્રવ્ય પોતાની સ્વતંત્ર પ્રભુતાસંપન્ન સત્તાનો સ્વામી છે. તેને કોઈ અન્ય દ્રવ્યના હસ્તક્ષેપનો સ્વીકાર હોતો નથી, તથાપિ અનેક દ્રવ્યોની વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ ન જ હોય એમ પણ નથી. એકબીજાની વચ્ચે કેટલાક વ્યાવહારિક સંબંધ પ્રાપ્ત થાય જ છે. તે સર્વ વચ્ચે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય છે.
સર્વ જડ-ચેતન દ્રવ્યો પોતપોતાના ગુણધર્મોમાં જ નિરંતર પરિણમતાં હોય છે, એટલે કે આત્મતત્ત્વ જ્ઞાનાદિ ગુણધર્મમાં અને જડ પુદ્ગલદ્રવ્ય વર્ણાદિ ગુણધર્મમાં પરિણમ્યા કરે છે. આત્માનો સ્વભાવ ચૈતન્યમય છે, તેથી તે જાણવાના સ્વભાવરૂપે પરિણમે છે અને પુદ્ગલદ્રવ્યનો સ્વભાવ પુરાવું અને વીખરાઈ જવું છે, તેથી તે એવા સ્વભાવરૂપે પરિણમે છે; છતાં તે એકબીજા સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધથી જોડાયેલાં છે. જ્યારે કાર્મણ વર્ગણાનાં પુદ્ગલને આત્માના રાગાદિ ભાવનું નિમિત્ત મળે છે ત્યારે તે કર્મરૂપે ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી’, ઉત્તરાર્ધ, શ્લોક ૧૦૭૨ 'अस्ति सिद्धं ततोऽन्योन्यं जीवपुद्गलकर्मणोः । निमित्त नैमित्तिको भावो यथा कुम्भकुलालयोः ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org