________________
૩૨૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્માને તમે નિત્ય અસ્પૃશ્ય એટલે તે સંયોગોના ભાવરૂપ સ્પર્શને પામ્યો નથી, એમ જાણો. (૬૪)*
A જે જે પદાર્થો, જે જે સંયોગથી ઉત્પન્ન થાય છે; તે તમામ પદાર્થો અને તે ભાવાર્થ
જાલા] તમામ સંયોગો અનુભવસ્વરૂપ આત્મા વડે દેશ્ય છે, અર્થાત્ આત્મા વડે દેખાવા યોગ્ય છે. આત્મા તે સંયોગોને જુએ-જાણે છે. તે સંયોગોનું સ્વરૂપ વિચારતાં એવો એક પણ સંયોગ નથી જણાતો કે જે સંયોગ વડે આત્મા ઉત્પન્ન થયો હોય. આત્મા સંયોગોનો જ્ઞાતા છે, સંયોગોથી ઉત્પન્ન થવાવાળો પદાર્થ નથી. દેહાદિ પદાર્થો સંયોગ વડે ઉત્પન્ન થનારા છે, એટલે તે અનિત્ય છે; જ્યારે આત્મા સંયોગ વડે ઉત્પન્ન થનાર નથી, એટલે તે નિત્ય છે.
આમ, દેહાદિ સર્વ સંયોગો દેશ્ય છે અને આત્મા તે દેહાદિ સંયોગોને જુએ-જાણે છે, તેથી તે તે સર્વ સંયોગોથી ભિન્ન છે, દ્રષ્ટા છે. કોઈ પણ સંયોગથી આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય નથી, માટે આત્મા અસંયોગી, સ્વાભાવિક પદાર્થ છે એમ સિદ્ધ થાય છે. આત્મા અસંયોગી હોવાથી નિત્ય છે. આ રીતે આત્મા પ્રત્યક્ષ નિત્ય છે એમ ન્યાયથી સિદ્ધ થાય છે. આમ, શ્રીગુરુએ અત્યંત સરળ યુક્તિથી આત્માનાં ઉત્પત્તિ-લયનું અસંભવિતપણું બતાવ્યું છે.
- શિષ્યની માન્યતા એવી છે કે દેહના સંયોગે જ્ઞાયકસ્વરૂપી એવા આત્મવિશેષાર્થ
-1 પદાર્થની ઉત્પત્તિ થાય છે. શ્રીગુરુ પ્રસ્તુત ગાથામાં તેની આ માન્યતાનું અયથાર્થપણું દર્શાવે છે. શ્રીગુરુ કહે છે કે જે જે સંયોગો દેખાય છે તે તે અનુભવસ્વરૂપ એવા આત્માનાં દશ્ય છે. જે કોઈ પણ સંયોગો દેખાય છે તે દ્રષ્ટા એવા આત્મા વડે દેખાવા યોગ્ય દશ્ય છે. પુદ્ગલપરમાણુઓના બનેલા જે દેહાદિ સંયોગો દૃષ્ટિગોચર થાય છે, તેને ચૈતન્યસ્વભાવી આત્મા જુએ-જાણે છે. જે દેહાદિ સંયોગો દેખાય છે તે આત્મા વડે દેખાય છે અથવા તો તે સંયોગોનું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન આત્માને થાય છે. આત્મા દેહાદિ જડ સંયોગોને વિભિન્ન પદાર્થોના મિશ્રણથી ઊપજતાં સ્પષ્ટપણે જોઈ-જાણી શકે છે. આત્મા જગતના સર્વ સંયોગોને જાણે છે, જુએ છે. તે સર્વ જ્ઞેય - દેશ્ય સંયોગોનો જાણનાર-જોનાર છે.
સર્વ સંયોગો દૃશ્ય છે અને દેશ્યનું દ્રષ્ટાતત્ત્વ એકમાત્ર આત્મા છે. જેને તે દશ્યનો અનુભવ થાય છે, જેને તેનું જાણપણું છે તે આત્મા છે. આત્મા સર્વ સંયોગોને જાણે છે, પણ એવા કોઈ પણ સંયોગથી આત્મા ઉત્પન્ન થતો નથી. આત્મા સંયોગથી ઉત્પન્ન થનાર પદાર્થ નથી. સર્વ પ્રકારના સંયોગોનો વિચાર કરી જોતાં જણાશે કે કોઈ પણ સંયોગથી આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય નથી. એવો કોઈ પણ સંયોગ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૨ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org