________________
ભૂમિકા
ગાથા ૬૩માં શ્રીગુરુએ કહ્યું કે જેના અનુભવમાં કોઈ પદાર્થનાં ઉત્પત્તિ અને નાશનું જ્ઞાન વર્તે છે, એ અનુભવ કરનાર તે પદાર્થથી જુદો ન હોય તો તે ભાન કોઈ પ્રકારે પણ સંભવતું નથી. આમ, ગાથા ૬૨-૬૩ દ્વારા શ્રીગુરુએ સિદ્ધ કર્યું કે આત્માનાં ઉત્પત્તિ-લયનું જ્ઞાન કોઈને થઈ શકે નહીં, તેથી આત્મા દેહયોગથી ઊપજવા અને નાશ થવા યોગ્ય છે એ દલીલ અનુભવસિદ્ધ નથી. હવે ન્યાયયુક્ત દલીલથી શ્રીગુરુ ગાથા ૬૪ થી ૬૬માં દેહનાં ઉત્પત્તિ-લય સાથે આત્માને કોઈ સંબંધ નથી એમ બતાવી, આત્મા અનુત્પન્ન અને અવિનાશી છે એમ સિદ્ધ કરે છે.
ગાથા
ગાથા
ગાથા ૬૨માં શ્રીગુરુએ કહ્યું હતું કે દેહ તો અનંત પરમાણુઓના સંયોગરૂપ પદાર્થ છે. અનંત પુદ્ગલપરમાણુ ભેગાં મળવાથી દેહરૂપ પિંડની ઉત્પત્તિ થાય છે. આત્માની ઉત્પત્તિ પણ કોઈ સંયોગોથી થતી હશે એવી શિષ્યની સંભવિત શંકાનું સમાધાન કરતાં શ્રીગુરુ કહે છે
૬૪
' જે સંયોગો દેખીએ, તે તે અનુભવ દૃશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ.' (૬૪)
Jain Education International
અર્થ
જે જે સંયોગો દેખીએ છીએ તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દૃશ્ય એટલે તેને આત્મા જાણે છે, અને તે સંયોગનું સ્વરૂપ વિચારતાં એવો કોઈ પણ સંયોગ સમજાતો નથી કે જેથી આત્મા ઉત્પન્ન થાય છે, માટે આત્મા સંયોગથી નહીં ઉત્પન્ન થયેલો એવો છે; અર્થાત્ અસંયોગી છે, સ્વાભાવિક પદાર્થ છે, માટે તે પ્રત્યક્ષ ‘નિત્ય’ સમજાય છે. (૬૪)
જે જે દેહાદિ સંયોગો દેખાય છે તે તે અનુભવસ્વરૂપ એવા આત્માના દૃશ્ય છે, અર્થાત્ આત્મા તેને જુએ છે અને જાણે છે, એવા પદાર્થ છે. તે બધા સંયોગોનો વિચાર કરી જુઓ તો કોઈ પણ સંયોગોથી અનુભવસ્વરૂપ એવો આત્મા ઉત્પન્ન થઈ શકવા યોગ્ય તમને જણાશે નહીં. કોઈ પણ સંયોગો તમને જાણતા નથી અને તમે તે સર્વ સંયોગોને જાણો છો એ જ તમારું તેથી જુદાપણું અને અસંયોગીપણું એટલે તે સંયોગોથી ઉત્પન્ન નહીં થવાપણું સહજે સિદ્ધ થાય છે, અને અનુભવમાં આવે છે. તેથી એટલે કોઈ પણ સંયોગોથી જેની ઉત્પત્તિ થઈ શકતી નથી, કોઈ પણ સંયોગો જેની ઉત્પત્તિ માટે અનુભવમાં આવી શકતા નથી, જે જે સંયોગો કલ્પીએ તેથી તે અનુભવ ન્યારો ને ન્યારો જ માત્ર તેને જાણનાર રૂપે જ રહે છે, તે અનુભવસ્વરૂપ
For Private & Personal Use Only
www.jainelibrary.org