________________
૭૫૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
મુખ્યપણે તો ઉત્કૃષ્ટ શુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ દેવલોક છે, અને ઉત્કૃષ્ટ અશુભ અધ્યવસાય તે ઉત્કૃષ્ટ નરક છે, શુભાશુભ અધ્યવસાય તે મનુષ્ય તિર્યંચાદિ છે, અને સ્થાન વિશેષ એટલે ઊર્ધ્વલોકે દેવગતિ, એ આદિ ભેદ છે. જીવસમૂહનાં કર્મદ્રવ્યનાં પણ તે પરિણામવિશેષ છે એટલે તે તે ગતિઓ જીવના કર્મ વિશેષ પરિણામાદિ સંભવે છે.
આ વાત ઘણી ગહન છે. કેમકે અચિંત્ય એવું જીવવીર્ય, અચિંત્ય એવું પુદ્ગલસામર્થ્ય એના સંયોગ વિશેષથી લોક પરિણમે છે. તેનો વિચાર કરવા માટે ઘણો વિસ્તાર કહેવો જોઈએ. પણ અત્ર તો મુખ્ય કરીને આત્મા કર્મનો ભોક્તા છે એટલો લક્ષ કરાવવાનો હોવાથી સાવ સંક્ષેપે આ પ્રસંગ કહ્યો છે. (૮૬)૧
ભાવાર્થ
આત્મા સ્વભાવથી શુભાશુભ ભાવોનો કર્તા નથી, પણ સ્વરૂપમાં સ્થિર ન રહેવાના કારણે તે તેનો કર્તા થાય છે. જીવ જે જે પરિણામોનો કર્તા થાય છે, તે તે પરિણામોનો તે ભોક્તા પણ થાય છે અને તે પરિણામોનાં ફળને ભોગવવા માટેનાં સ્થાનકો પણ આ વિશ્વમાં છે. જીવનાં પરિણામ તે જ ભાવગતિ છે અને ભાવગતિને યોગ્ય એવાં ફળ ભોગવવાનાં ક્ષેત્રો તે દ્રવ્યગતિ છે. જીવ જેવાં પરિણામ કરે છે, તેને અનુરૂપ ફળ ભોગવવા યોગ્ય સ્થાનકોનો તેને સંયોગ થાય છે. તે સ્થાનકો તે ચાર (દ્રવ્ય) ગતિ છે દેવ, નરક, મનુષ્ય અને તિર્યંચ. ઉત્કૃષ્ટ શુભ પરિણામથી દેવ ગતિ, ઉત્કૃષ્ટ અશુભ પરિણામથી નરક ગતિ અને મિશ્ર પરિણામથી મનુષ્ય-તિર્યંચ ગતિમાં જવાનું થાય છે. તીવ્ર પરિણામનો કર્તા લાંબા આયુષ્ય સાથે વધુ ઊંચે અથવા વધુ નીચે જાય છે અને મંદ પરિણામનો કર્તા મધ્યલોકમાં બહુ ઊંચે નહીં કે બહુ નીચે નહીં એવા સ્થાનકોમાં મધ્યમ આયુષ્ય સાથે ઊપજે છે એવી વસ્તુવ્યવસ્થા છે.
-
આમ, જીવે પોતાનાં પરિણામ અનુસાર ફળ ભોગવવા માટે ભોગવવા લાયક સ્થાનકોમાં જવું પડે છે. વિશેષ પુણ્ય-પાપ ભોગવવાનાં સ્થાનકરૂપ સ્વર્ગ-નરકાદિ સ્થાનોની વ્યવસ્થા જગતમાં અનાદિસિદ્ધ જ છે, અર્થાત્ આ સ્થાનો કોઈ ઈશ્વરે બનાવ્યાં નથી. લોકમાં એવાં સ્થાનકોનું નિર્માણ આપમેળે જ થયેલું છે. તેથી ફળદાતા તથા જગતકર્તા ઈશ્વરની સિદ્ધિ થાય તો જ જીવનું કર્મફળભોક્તાપણું સિદ્ધ થાય, એવું નથી. તે તે સ્થાનોમાં જવાવાળાં જીવદ્રવ્યનો કર્મવશ તેવો સ્વભાવ છે. જીવ તથા પુદ્ગલ બન્નેની શક્તિ અપાર છે અને તે બન્નેના સંયોગથી લોકનું પરિણમન થાય છે. આ ગહન વાત અત્યંત સંક્ષેપમાં અહીં જણાવી છે. અહીં મુખ્યત્વે આત્માનું કર્મફળભોક્તાપણું જ સિદ્ધ કરવાનો હેતુ હોવાથી આ ગાથામાં ટૂંકામાં તેનો નિર્દેશ કર્યો છે.
Jain Education International
-
વિશેષાર્થ
જીવ કર્મનો કર્તા છે એ વાત શિષ્યને સમજાય છે, પણ જડસ્વભાવી કર્મ જીવને ફળ આપી શકે અને જીવ એ ફળ ભોગવે એ વાત તેને સમજાતી ૧- 'શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૯ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
For Private & Personal Use Only
www.jainelibrary.org