________________
ગાથા-૭૨
४८७ કરે છે અને ઈશ્વરને જગતકર્તા તરીકે સ્વીકારે છે. તેઓ માને છે કે ઈશ્વરે આ સમગ્ર સંસારની રચના કરી છે. પૃથ્વી, નદી, પર્વતો આદિ ઈશ્વરે બનાવ્યાં છે. ઈશ્વરકત્વની માન્યતાને અંગીકાર કરવાવાળા સૃષ્ટિને પરંપરાથી અનાદિ-અનંત નથી માનતા, પરંતુ સમગ્ર સૃષ્ટિનાં ઉત્પાદન અને પ્રલયમાં વિશ્વાસ રાખે છે.
પદર્શનમાં સર્વ દર્શનો ઈશ્વરકર્તુત્વની માન્યતાનો સ્વીકાર કરતા નથી. તેઓ ઈશ્વર અંગે વિભિન્ન મત ધરાવે છે.
ચાર્વાક દર્શન ભૌતિકવાદી દર્શન હોવાથી ઈશ્વર જેવું કોઈ પારમાર્થિક પરમ તત્ત્વ અસ્તિત્વ ધરાવતું હોય એવું તે માનતું નથી. આ સૃષ્ટિના રચયિતા એવા કોઈ ઈશ્વરનો તે સ્વીકાર કરતું નથી.
જૈન દર્શન અનુસાર જ્યાં સુધી જીવ કર્મના સંબંધથી બદ્ધ છે, ત્યાં સુધી તે સંસારી છે અને સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે અને તે જ્યારે કર્મનો નાશ કરી, સંસારથી છૂટી, લોકારો વિરાજમાન થાય છે ત્યારે સમસ્ત દુ:ખવર્જિત અનંત અને અવિનાશી સુખનો ભોક્તા બને છે. તેને મુક્ત જીવ કહેવામાં આવે છે. આ મુક્ત જીવને જૈનો ઈશ્વર કહે છે. મુક્ત જીવથી ભિન્ન કોઈ ઈશ્વર નથી. વળી, લોક અનાદિથી છે. જૈન દર્શન સૃષ્ટિને અનાદિ-અનંત માનતું હોવાથી સૃષ્ટિની ઉત્પત્તિના કારણરૂપે ઈશ્વરને નથી માનતું.
બૌદ્ધ દર્શન ઈશ્વરને જ ન સ્વીકારતું હોવાથી ઈશ્વરે વિશ્વ રચ્યું એવું માનવાનો તો પ્રશ્ન જ ઊઠતો નથી. બૌદ્ધો જગતકર્તા તરીકે ઈશ્વરને માનતા નથી.
નૈયાયિક અને વૈશેષિક ઈશ્વરના અસ્તિત્વમાં માને છે. તેઓ જગતકર્તા તરીકે ઈશ્વરને માને છે. તેમના મત પ્રમાણે ઈશ્વર જગતનો સર્જક છે. ઈશ્વરે નિત્ય પરમાણુઓમાંથી જગતની રચના કરી છે. પરમાણુઓની ઉત્પત્તિ ઈશ્વરે કરી નથી. તેમના મત પ્રમાણે ઈશ્વર જગતનું ઉપાદાનકારણ નથી, નિમિત્તકારણ છે.
સાંખ્યો ઈશ્વરનો સ્વીકાર કરતા નથી. પ્રકૃતિનાં પરિણામમાં ઈશ્વરનો કોઈ પણ પ્રકારનો સંબંધ હોય એમ તેઓ સ્વીકારતા નથી. પ્રકૃતિ પોતાની જાતે જ પરિણમે છે એમ તેઓ કહે છે.
યોગ દર્શન કે જેમાં સાંખ્ય દાર્શનિક સિદ્ધાંતો કબૂલવામાં આવ્યા છે, તે સાંખ્યનાં પચ્ચીસ તત્વ ઉપરાંત ઈશ્વર નામનું એક વધારે તત્ત્વ સ્વીકારે છે, તેથી આ દર્શન સેશ્વર સાંખ્ય કહેવાય છે. તેમાં ઈશ્વર ક્લેશ, કર્મ, વિપાક અને આશયના સંબંધ વિનાનો એક પુરુષવિશેષ છે. તે અદ્વિતીય છે. ઈશ્વર કાળથી અવિચ્છિન્ન નથી - ત્રણે કાળથી અતીત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org