________________
४८८
“શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન મીમાંસકો નિરીશ્વરવાદી છે. તેઓ ઈશ્વરને માનતા નથી. જગતનો કોઈ બનાવનાર, પાલન કરનાર અને નાશ કરનાર છે એ વાત તેઓ સ્વીકારતા નથી. તેમના મત પ્રમાણે જીવ પોતાના કર્મ પ્રમાણે ફળ ભોગવે તેની સાથે ઈશ્વરને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી.
શાંકર વેદાંતમાં ઈશ્વરને “માયોપહિત બહ્મ' કહેલ છે. બહ્મ વસ્તુતઃ નિર્ગુણ છે, પણ માયાના સંબંધે કરી તે સગુણ પ્રતીત થાય છે. આ સગુણ બ્રહ્મ તે ઈશ્વર. માયા વડે ઈશ્વર આ વિશ્વપ્રપંચ રચે છે. જેવી રીતે વિશ્વની સત્તા વ્યાવહારિક છે, તેવી જ રીતે ઈશ્વરની સત્તા પણ વ્યાવહારિક છે. વ્યાવહારિક દષ્ટિએ ઈશ્વર જગતનો કર્તા, ભર્તા, સંહર્તા છે અને સર્વજ્ઞ તેમજ સર્વશક્તિમાન છે. પારમાર્થિક દૃષ્ટિએ જગત માયિક છે, તેથી તેના કર્તા તરીકે ઈશ્વરનું વર્ણન પારમાર્થિક દૃષ્ટિએ મિથ્યા છે. પરમાર્થદષ્ટિએ તો ઈશ્વર કેવળ સત્યરૂપ, જ્ઞાનરૂપ, આનંદરૂપ - નિર્ગુણ બ્રહ્મ છે.
જીવના કર્મના કર્તુત્વપણાની અસિદ્ધિ માટે શિષ્ય આ ગાથામાં જે દલીલ કરી છે તે, ન્યાય દર્શન જે ઈશ્વરને જગતકર્તા તથા નિયંતા માને છે, તેની છાયામાં રહીને કરી છે એમ સ્પષ્ટ જણાય છે. ન્યાય દર્શનના અભિપ્રાય પ્રમાણે વસ્તુતઃ ઈશ્વર એ એક વિશિષ્ટ સિદ્ધિવાળો આત્મા છે. ઈશ્વર અનંત અને સર્વશક્તિમાન છે, ઐશ્વર્યયુક્ત અને અનાસક્ત છે. ઈશ્વર સર્વજ્ઞ, શાશ્વત અને અવિનાશી છે. ઈશ્વર મિથ્યાજ્ઞાન, અધર્મ અને પ્રમાદથી મુક્ત છે તથા જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નથી યુક્ત છે. તે જ્ઞાન, ઇચ્છા અને યત્નથી રહિત નથી, પરંતુ માત્ર સુખ-દુ:ખ, ગમા-અણગમાથી રહિત છે; અને તેથી હંમેશાં પ્રવૃત્તિશીલ હોવા છતાં તે કદી કોઈ પણ સ્વાર્થપરક પ્રવૃત્તિ કરતો નથી. સૃષ્ટિનો એકમાત્ર સર્જનહાર નિત્ય, જ્ઞાનયુક્ત, ઇચ્છા-ક્રિયા-ગુણસંપન્ન અને વિષ્ણુ (વ્યાપક) એવો આ ઈશ્વર જ છે.
નૈયાયિકો ઈશ્વરને કર્તા, ભર્તા અને હર્તા તરીકે સ્વીકારે છે. તેમના મત પ્રમાણે ઈશ્વર એ આ સૃષ્ટિના સર્જનહાર દેવ છે તેમજ પ્રલયકારી પણ છે. તે સૃષ્ટિક્રમ જાળવી રાખે છે અને વિશ્વનો પ્રયોજનકર્તા છે. અવિનાશી એવા પદાર્થો જેવાં કે અણુઓ, આકાશ, કાળ, દિશા, મન વગેરેમાંથી ઈશ્વર સૃષ્ટિનું સર્જન કરે છે. જેવો શરીરનો આત્મા સાથેનો સંબંધ તેવો સૃષ્ટિનો ઈશ્વર સાથેનો સંબંધ છે.
ન્યાયમત અનુસાર ઈશ્વર જગતનું નિમિત્તકારણ છે, ઉપાદાનકારણ નથી. પરમાણુઓ ઉપાદાન અથવા સમવાયીકારણ બને છે અને ઈશ્વર પોતે નિમિત્તકારણ બને છે. માટીમાંથી ઘડો બનાવનાર કુંભાર એ ઘડાનું નિમિત્તકારણ છે, પરંતુ કુંભારમાંથી ઘડો બનતો નથી. એ માટે તો માટીનાં પરમાણુઓનું સંયોજન થવું જ જોઈએ. સંયોજક હોવો એટલા માટે જરૂરી છે કે માટીમાંથી સંયોજક વિના, નિમિત્તકારણ વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org