________________
૪૮૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન થતાં, પણ કોઈ ચેતનશક્તિના ધારકના પ્રયત્નથી જ થાય છે. આ પ્રકારે સૃષ્ટિરચનામાં પણ કર્તાના રૂપમાં ચેતનશક્તિના ધારકનો અવશ્ય સ્વીકાર કરવો જ પડશે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિરતા અને પ્રલય ત્રણે ભિન્ન ભિન્ન અને સંયુક્તરૂપે એ સિદ્ધ કરે છે કે સૃષ્ટિનું કારણ કોઈ ચેતનાશક્તિ છે. (૩) કુદરતવાદીઓનું કહેવું એમ છે કે સૃષ્ટિની રચના કરવાવાળું કોઈ નથી, પરંતુ જે રચના થાય છે તે કુદરતથી જ થાય છે. પહાડોનું નિર્માણ કુદરત કરે છે, સૂર્ય કુદરતની દેન છે, વાદળો પણ કુદરતનું નિર્માણ છે.
કુદરતવાદીઓની માન્યતા સંબંધમાં ઈશ્વરવાદીઓ એમ કહે છે કે સૃષ્ટિરચનામાં ‘કુદરત’ શબ્દનો અર્થ કંઈ પણ સમજાતો નથી. કુદરતવાદીઓનું આ શબ્દથી શું તાત્પર્ય છે એ સમજવું કઠિન છે. જો કુદરત કોઈ બુદ્ધિ તથા પરાક્રમવાળી સત્તા હોય કે જે સૃષ્ટિરચના કરતી હોય, તો તો સૃષ્ટિકર્તાના રૂપમાં ચેતનશક્તિને માનવાવાળા મતમાં અને કુદરતવાદીઓના મતમાં કેવળ શબ્દનો જ ભેદ છે, તેથી નામમાત્રના અંતર માટે ઝઘડો ઉપસ્થિત કરવો વૃથા છે. પરંતુ જો કુદરતથી તેમનું તાત્પર્ય “સૃષ્ટિનિયમ' હોય તો તેઓ સૃષ્ટિનિયમને સૃષ્ટિકર્તા કહેવામાં ભયંકર ભૂલ કરે છે. નિયમને જ કર્તા માનવાવાળાઓએ સમજવું જોઈએ કે નિયમ સ્વયં કોઈ કામ નથી કરતો, નિયમ સ્વયં કંઈ પણ નથી બનાવતો; પરંતુ નિયમ અનુસાર કામ કરીને પરિણામ ઉત્પન્ન કરવું એ કોઈ કર્તાનું કામ છે. જેમ કે અમુક અમુક રસાયણોના મિશ્રણથી અમુક પ્રકારના સ્વભાવવાળી વસ્તુ તૈયાર થાય છે, પરંતુ તેમાં નિયમ એ છે કે તે વસ્તુ તૈયાર કરવામાં અમુક અમુક રસાયણ હોય અને તે પણ અમુક રીતિથી અને પરિમાણથી મિશ્રિત કરવામાં આવે તો જ તે વસ્તુ બની શકે છે. આમાં જે રસાયણોનું મિશ્રણ થાય છે અને તેના પરિમાણનો જે નિયમ છે, તે નિયમથી પોતાની જાતે જ તેટલા પરિમાણમાં તે તે રસાયણોનું મિશ્રણ નથી થઈ જતું. તે નિયમ દ્વારા તે રીતિથી મિશ્રણ કરવાવાળી કોઈ વ્યક્તિ હોય તો જ તે નિયમ અનુસાર વસ્તુ તૈયાર થઈ શકે છે, તેથી તે વસ્તુની રચનામાં રચયિતા (મિશ્રણકર્તા) તરીકે કોઈ પણ મનુષ્યનો સ્વીકાર ન કરવામાં આવે અને માત્ર નિયમ ઉપર જ લક્ષ્ય રાખવામાં આવે તો વસ્તુ કદાપિ તૈયાર થઈ જ નથી શકતી. જો કુદરત કોઈ શક્તિવિશેષ કે પુરુષવિશેષનું નામ નથી તો તે શું છે અને કયા પ્રકારે સૃષ્ટિરૂપી કાર્યનું કારણ બની શકે છે? વસ્તુતઃ કુદરતવાદીઓ ક્યારે પણ એ વાતનો વિચાર નથી કરતા કે તેમનું એ શબ્દથી તાત્પર્ય શું છે? તેઓ એક વિચિત્ર ભ્રમમાં રહેવા ઇચ્છે છે, તેથી કુદરતવાદીઓના મત અનુસાર સૃષ્ટિરચનાની વાત કદાપિ સત્ય રૂપમાં સમજમાં આવી શકતી નથી.
આ પ્રમાણે ઈશ્વરકર્તુત્વવાદીઓ આકસ્મિકવાદ, સ્વભાવવાદ, કુદરતવાદનું ખંડન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org