________________
ગાથા-૭૨
૪૮૫
પરસ્પર સંયુક્ત થવાનો જ સ્વભાવ છે તો તે ક્યારે પણ વિમુક્ત ન થવાં જોઈએ અને તે સદાને માટે સંયુક્ત થઈને જ રહેવાં જોઈએ. જો તેમાં અલગ અલગ રહેવાનો સ્વભાવ છે તો ક્યારે પણ તે મળી શકે નહીં. એ પ્રકારે તો કોઈ પણ વસ્તુ બની જ શકે નહીં. જો તેમાંથી કેટલાંક પરમાણુઓનો સ્વભાવ મળવાનો હોય અને કેટલાંકનો અલગ રહેવાનો, તો જે પરમાણુની પ્રબળતા અથવા અધિકતા હોય, તેને જ અનુકૂળ કાર્ય પણ થશે; અર્થાત્ જો મળવાના સ્વભાવવાળા પરમાણુઓનું પ્રાબલ્ય હોય તો તે પરમાણુઓના સંયોગથી બનેલી સૃષ્ટિને તે ક્યારે પણ બગડવા ન દે અને તેથી એ સંયોગથી બનેલી સૃષ્ટિમાં વિયોગ થવાનો પ્રશ્ન જ ઉત્પન્ન નહીં થાય. એ જ પ્રકારે જો અલગ અલગ રહેવાવાળા પરમાણુઓનું પ્રાબલ્ય હોય તો તે સૃષ્ટિની ઉત્પત્તિ ક્યારે પણ થવા જ ન દે. બન્ને પ્રકારનાં પરમાણુઓ બરાબર હોય તોપણ સૃષ્ટિ ન બની શકે, કારણ કે બન્ને બાજુથી બરાબર ખેંચતાણ થાય. તેથી બન્ને પ્રકારનાં પરમાણુઓ માટે એકબીજા ઉપર વિજય પ્રાપ્ત કરવો કઠિન બની જાય.
સ્વભાવવાદી સૃષ્ટિરચનામાં સ્વાભાવિકતાની પુષ્ટિમાં જે મોરની પાંખોના રંગનું, જળની શીતળતાનું અથવા અગ્નિની ઉષ્ણતાનું ઉદાહરણ પ્રસ્તુત કરે છે તે પણ વ્યર્થ છે, કારણ કે રંગની સુંદરતા, સ્પર્શની શીતળતા અથવા ઉષ્ણતારૂપી ગુણ વસ્તુઓમાં સ્વાભાવિક રહેલો છે એ વાત બરાબર છે, પરંતુ તે ગુણોની પ્રગટતા પરમાણુની સંયુક્ત અવસ્થામાં થાય છે. સંયુક્ત અવસ્થાની પૂર્વે, સ્વતંત્ર અવસ્થામાં રહેલાં તે ૫૨માણુઓમાંથી એક પણ પરમાણુમાં ઉપરોક્ત ગુણ નથી હોતા. અમુક પરમાણુઓના સંયોગથી જ અમુક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપ ગુણ પ્રગટ થાય છે, પરંતુ તે સંયોજનને સ્વાભાવિક રીતિથી થવાવાળું ન માનતાં તેના કર્તાના રૂપમાં કોઈને ને કોઈને તો અવશ્ય માનવો જ પડશે. જો સંયોજનમાં કર્તાના રૂપમાં કોઈનું અસ્તિત્વ ન માનવામાં આવે અને તેમાં સ્વાભાવિકતાનું જ આરોપણ કરવામાં આવે તો મોરના શરીરની જેમ માનવદેહની રચનામાં તથાપ્રકારના રંગ, સુંદરતારૂપ ગુણ પ્રગટ થવા જોઈએ. જો કોઈ એમ કહે કે મનુષ્યદેહની રચનામાં સંયુક્ત થવાવાળાં પરમાણુઓમાં તેવો સ્વભાવ નથી, તો તેનો ઉત્તર એ છે કે સુંદર રંગનું પ્રગટીકરણ થવાના સ્વભાવવાળાં જે પરમાણુ મોરમાં સંયુક્ત થયાં છે, તેવા સ્વભાવવાળાં પરમાણુ જગતના કોઈ પણ પ્રાણીના શરીરમાં ક્યારે પણ સંયુક્ત કેમ ન થયાં? તેથી માનવું પડશે કે વ્યવસ્થિતરૂપે જે જે સ્વભાવવાળા પરમાણુની રચના જ્યાં જ્યાં થઈ શકે, ત્યાં ત્યાં જ તેવી રચનાની નિયમિતતા હોવાના કારણે તેના કર્તાના રૂપમાં કોઈ ચેતનશક્તિની આવશ્યકતાનો અવશ્ય સ્વીકાર કરવો પડશે. અણુબૉંબમાં જગતનો નાશ કરવાની જે શક્તિ છે, તે શક્તિ તેનો સ્વાભાવિક ગુણ છે; પરંતુ જે વસ્તુઓના મિશ્રણથી કે પ્રયોગથી બૉંબ તૈયાર થાય છે, તે મિશ્રણ કે પ્રયોગ સ્વાભાવિક રીતિથી સ્વતઃ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org