________________
૪૨૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આત્મા, બને નાશ પામ્યાં હોવાથી વર્તમાનમાં જીવને જે વેદના થાય છે તે કયા કર્મથી થાય છે? તેણે નહીં કરેલ કર્મનું ફળ માનવું પડશે અથવા કર્મને અને આત્માને સ્થાયી સ્વીકારવાં પડશે. આ રીતે અકતકર્મભોગ નામનો બીજો દોષ લાગે છે. જેણે દાન નથી કર્યું કે હિંસા નથી કરી, તેને દાનનું કે હિંસાનું ફળ મળવું તે અકૃતાત્માગમ છે.
આત્માને ક્ષણિક માનવાથી જીવ પોતે નહીં કરેલાં કર્મોનાં ફળ ભોગવનાર થાય છે. તે ભોજન, ચોરી વગેરે નહીં કરેલાં કર્મોનાં ફળોનો ભોક્તા થાય છે. જેણે એ કર્મો કર્યા ન હોય તેને તે કર્મોનાં ફળોનો ઉપભોગ કરવારૂપ દોષ આવે છે. પાપપુણ્યની વ્યવસ્થા, કર્મફળ આદિ વાતો અસ્થાયી ક્ષણિક પદાર્થોમાં સંભવતી નથી.
આમ, ક્ષણિકવાદમાં ‘કૃતપ્રણાશ' (કરેલા કર્મનું નિષ્ફળ જવું) અને “અકૃતાભ્યાગમ' (કર્યા વગર ભોગવવું)નો પ્રસંગ આવે છે. જો આત્મા એકાંતે ક્ષણિક હોય તો અમુક ક્ષણે તેણે જે પુણ્યાદિ કર્યો, તેના ફળની હાનિ થઈ જશે; કેમ કે જે આગામી ક્ષણોમાં ફળ મળવાનું છે, તે ક્ષણમાં તો એ આત્મા રહ્યો જ નથી. વળી, અનંતર ક્ષણોમાં જે નવો આત્મા ઉત્પન્ન થયો તેણે તો ધર્માદિ કર્યા નથી છતાં તેને સુખાદિની પ્રાપ્તિ થઈ જશે. આમ, પહેલી ક્ષણનો આત્મા કે જેણે ધર્માદિ કર્યા, તેને તેનું ફળ મળશે નહીં અને પછીની ક્ષણનો નવો આત્મા કે જેણે ધર્માદિ કાર્ય કર્યા નથી, તેને સુખાદિ ભોગવવા પડશે. એટલે કરેલાં ધર્માદિ(કૃત)ના ફળનો નાશ અને ધર્માદિ નહીં કરવા છતાં તે(અકૃત)ના ફળરૂપ સુખાદિનો આગમ એમ બે દોષો આવે છે. કરેલું કાર્ય નિષ્ફળ જાય (કૃતપ્રણાશ) અને કર્યા વગર ભોગવવું પડે (અકૃતાભ્યાગમ) એ બે મોટા દોષો વડે ક્ષણિકવાદ દૂષિત થતો હોવાથી તે મિથ્યા છે.
અહીં બૌદ્ધો એમ દલીલ કરે છે કે અમારા ક્ષણિક આત્મવાદમાં કૃતનાશ અને અકૃતાગમ દોષો આવી શકતા જ નથી, કેમ કે અમે વાસનાનો સંક્રમ માનીએ છીએ. ભલે આત્મા એકાંત ક્ષણિક હોવાથી પ્રત્યેક ક્ષણે નષ્ટ થઈ જાય છે, પરંતુ તે તે જ્ઞાનક્ષણરૂપ આત્મા પોતાનામાં રહેલી વાસનાઓનો ઉત્તરોત્તર ક્ષણમાં સંક્રમ કરતો જાય છે; એટલે હવે ઉત્તરક્ષણના નવા આત્મામાં પૂર્વેક્ષણીય ધર્માદિ વાસનારૂપ કારણ આવી જતાં તેનું સુખાદિ ફળ તે જરૂર ભોગવે છે. હવે કૃતનાશાદિ દોષો ક્યાં રહ્યા?
આ દલીલ બરાબર નથી. બૌદ્ધમત અનુસાર તો દરેક ક્ષણે દરેક આત્માનો સર્વથા (નિરન્વય) નાશ થઈ જાય છે. હવે જ્યારે પ્રથમક્ષણીય આત્મા સંપૂર્ણ નષ્ટ થઈ ગયો ત્યારે તે આત્માની વાસના શી રીતે બીજી ક્ષણના નવા આત્મામાં સંક્રમ પામશે? જો પ્રત્યેક આત્માનો સંપૂર્ણ નિરન્વય) નાશ થતો ન હોત તો જરૂર બે આત્મા વચ્ચે કોઈક સંબંધ (અન્વય – કડી) રહી જાત અને તેથી તેના દ્વારા વાસનાસંક્રમ પણ થાત; પરંતુ એવો કોઈ એક દ્રવ્યનો અન્વય તો છે નહીં, માટે વાસના સંક્રમ સંભવી શકતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org