________________
ગાથા-૬૯
૪૨૩
જ નથી.
વળી, એક પૂર્વક્ષણ આત્મા છે અને બીજો ઉત્તરક્ષણ આત્મા છે એવું જો આત્માદિ ભાવોનું પૂર્વાપર હોવાપણું કહેવામાં આવે તો તેથી કાંઈ વાસનાસંક્રમ ઉત્પન્ન નહીં થાય, કેમ કે અમુક ‘ક’ આત્માની ઉત્તરક્ષણમાં તે ક' આત્માનો સજાતીય આત્મા છે અને તે વખતે બીજા ખ' વગેરે આત્માઓ પણ હોય છે, તેથી ‘ક’ આત્મા અને ખ' આત્મા વચ્ચે પણ પૌર્વાપર્યભાવ બની જતાં ‘ક' આત્માની વાસનાનો સંક્રમ ઉત્તરક્ષણીય ‘ખ' આત્મામાં થઈ જવાની આપત્તિ આવી જાય. આમ, ગમે તે ઉત્તરક્ષણીય આત્મક્ષણમાં ગમે તે પૂર્વેક્ષણીય આત્મક્ષણની વાસનાસક્રમની અતિપ્રસક્તિ થઈ જવાની આપત્તિ આવી જાય.
નિરંતર સદશ એવી બીજી બીજી જ્ઞાનક્ષણની ઉત્પત્તિરૂપ પરંપરાને વિષે વાસનાનો સંક્રમ થાય છે, તેથી વસ્તુને ક્ષણિક માનવાથી કોઈ દોષ ઉત્પન્ન થવાનો સંભવ નથી એવું બૌદ્ધોનું માનવું અયથાર્થ છે. આ વાત સમજાવતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ “અધ્યાત્મસાર'માં કહે છે કે એક મુખ્ય દ્રવ્ય (એટલે સકળ ગુણ અને પર્યાયના આધારરૂપ જીવ દ્રવ્ય)ના સંબંધના અભાવના કારણે વાસના(એટલે અપર અપર ક્ષણમાં ઉત્પન્ન થયેલા જ્ઞાનનો - પૂર્વ પૂર્વ ક્ષણે અનુભવેલા પદાર્થોની સ્મૃતિના કારણરૂપ સંસ્કાર)નો સંક્રમ ઉત્તરોત્તર જ્ઞાનની ક્ષણોમાં પ્રાપ્ત થશે નહીં. ક્ષણિક જ્ઞાનક્ષણોના મૂળમાં કોઈ એક નિયામક સત્પદાર્થની આવશ્યકતા રહે છે. બે વસ્તુ જોડનારું કંઈ ન હોય તો એ બને છૂટાં પડી જાય એ સમજાય એવી વાત છે, એટલે સંતાન અથવા વિજ્ઞાનપ્રવાહ બને નહીં. વાસનાનો સંક્રમ એક જ આત્માના સંબંધમાં થઈ શકે છે, કારણ કે વાસનાદિ વસ્તુઓનું પૂર્વાપરપણું એટલે પ્રથમ અનુભવેલું અને પછી અનુભવવાનું એ બે સર્વત્ર અતિપ્રસક્તિવાળું છે. એનો ભાવાર્થ એ છે કે પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણ એ બન્નેને કોઈ જાતનો સંબંધ નથી, કારણ કે પૂર્વેક્ષણ તો નષ્ટ થઈ અને ઉત્તરક્ષણ તો ઉત્પન્ન થઈ નથી, તેથી કોને વિષે વાસના સંક્રમયુક્ત થાય? જ્યાં પરસ્પર બે વસ્તુનો સંબંધ થતો હોય ત્યાં જ વાસનાનો સંક્રમ થઈ શકે છે. જીવરૂપી આધાર વિના વર્તમાન જ્ઞાનની ક્ષણ સિવાયની બીજી સર્વે ક્ષણો પોતપોતાની ઉત્પત્તિ થયા પછી તરત જ નાશ પામી છે, તેથી વાસનાનો સંક્રમ કોઈને વિષે થાય નહીં.”
તાત્પર્ય એ છે કે આત્માનો નિરન્વય વિનાશ માનવો યુક્તિસંગત નથી. નિરન્વય ક્ષણિકવાદમાં કૃતનાશ અને અકૃતાભ્યાગમનો પ્રસંગ આવે છે, કિંતુ સ્યાદ્વાદ સિદ્ધાંતમાં ૧- જુઓ : ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકત, “અધ્યાત્મસાર', પ્રબંધ ૪, શ્લોક ૯૩
'एकद्रव्यान्वयाभावाद्वासनासंक्रमश्च न । पौर्वापर्यं हि भावाना सर्वत्रातिप्रसक्तिमत् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org