________________
ગાથા-૬૯
૪૨૧
પામી ગયેલ છે.
આત્માને ક્ષણિક માનવાથી શુભ કર્મબંધથી સુખ મળે, અશુભ કર્મબંધથી દુઃખ મળે ઇત્યાદિ માન્યતાઓ ભાંત બની જાય છે. શુભાશુભ કર્મ કરનાર આત્મા તો તરત જ નષ્ટ થઈ જાય છે, તો પછી સુખાદિ ભોગવે કોણ? જો આમ સુખાદિ પ્રાપ્ત ન થતાં હોય તો શુભ કર્મનો બંધ પાડનાર ક્રિયાઓ પણ કોણ કરે? સુખાદિના હેતુભૂત કર્મનો અનાદર થતાં સર્વ ક્રિયાઓ નિષ્ફળ જવાની આપત્તિ આવે છે.
આત્મા ક્ષણિક હોય તો એક જ ક્ષણમાં તે નષ્ટ થવાથી પુણ્ય અને પાપનો તે ભોક્તા નથી થતો, કારણ કે પુણ્ય-પાપ જે સમયે કરવામાં આવે છે, તે જ સમયે તેનું ફળ પ્રાપ્ત નથી થતું. એક જ ક્ષણમાં કારણ કાર્યરૂપ પરિણમતું નથી. આત્મા અનેક ક્ષણવર્તી હોય તો પૂર્વપર્યાય નષ્ટ થઈને દ્વિતીયાદિ પર્યાયો તેમાં દેખાય અને તેથી આત્મા પુણ્ય-પાપનું ફળ ભોગવી શકે. પરંતુ એક જ સમયમાં આત્માની ઉત્પત્તિ થાય અને વિનાશ પણ થાય તથા તે વિનાશ પર્યાયાતરથી પરિણત ન થવાથી, નિરન્વય વિનાશરૂપ હોવાથી સ્વકૃત પુણ્ય-પાપનો પણ નિરન્વય નાશ થાય છે.
બૌદ્ધો ચૈત્યવંદનામાં માને છે. બૌદ્ધમત અનુસાર ચૈત્યવંદના એક પુણ્યકાર્ય છે અને તેનાથી શુભ ફળ મળે છે, પણ બૌદ્ધમત અનુસાર જે ચૈત્યવંદના કરે છે તે બીજી ક્ષણે નથી રહેતો - બદલાઈ જાય છે; તો પછી ચૈત્યવંદનાનું સુફળ કોણ ભોગવશે? એટલે કે જે ચૈત્યવંદના કરે છે, તે તેનું ફળ ભોગવી શકતો નથી. કૃતનાશની આ આપત્તિને દૂર કરવાનો એક જ રસ્તો છે અને તે એ કે આત્માને કથંચિત્ નિત્ય સ્વીકારવો.
આમ, ક્ષણિક આત્મા માનવાથી તપશ્ચર્યા, શીલ વગેરે અને ખેતી, વેપાર વગેરે કરેલાં કાર્યની હાનિ થાય છે. કર્મ કરનારને તે કર્મના ફળનો ભોગવટો રહેતો નથી, કારણ કે તે કર્તા કાર્યક્ષણ પછી તરત જ - બીજી ક્ષણે નાશ પામે છે. તેણે કરેલાં શુભ કે અશુભ કર્મના ફળને તે ભોગવી શકતો નથી. કરેલાનો નાશ - કાર્યની અનુત્પત્તિ થાય છે અને તેથી ભોજન કરવા છતાં પણ તૃપ્તિ થતી નથી. આ પ્રમાણે ક્ષણિકવાદમાં કૃતનાશનો પ્રસંગ સુનિશ્ચિત છે. ૨) નહીં કરેલ કર્મનો ભોગ (અકૃતાભ્યાગમ)
આત્મા સુખ અથવા દુઃખ અનુભવતો હોય છે તે પ્રત્યક્ષ સિદ્ધ છે. સુખ-દુ:ખની વ્યવસ્થા કર્માધીન છે. પદાર્થને ક્ષણિક માનતા પૂર્વે કરેલ શુભાશુભ કર્મ તેમજ તે ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૨૪૪
'खकृतस्योपभोगस्तु दूरोत्सारित एव हि । शीलानुष्ठानहेतुर्यः स नश्यति तदैव यत् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org