________________
૪૨૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન એકાંતે ક્ષણિક માનવાથી ઉત્પન્ન થતા મુખ્ય એવા પાંચ દોષો દર્શાવતાં કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજી અન્યયોગ-વ્યવચ્છેદ-દ્વાત્રિશિકા માં કહે છે કે પદાર્થોને ક્ષણિક માનવાથી કરેલાં કર્મોનો નાશ, નહીં કરેલાં કર્મોનો ભોગ, સંસારનો નાશ, મોક્ષનો નાશ, સ્મૃતિનો અભાવ ઇત્યાદિ દોષોની આપત્તિ આવે છે; તોપણ તે તે દોષોની ઉપેક્ષા કરીને ક્ષણભંગુરતાને માનવાવાળા બૌદ્ધો મહાસાહસિક છે, એટલે કે ભાવિ અનર્થનો વિચાર કર્યા વિના પ્રવૃત્તિ કરવાવાળા છે."
હવે આ પાંચ દોષોનો અનુક્રમે વિચાર કરીએ. ૧) કરેલ કર્મનો નાશ (કૃતપ્રણાશ)
આત્મા જે કાંઈ શુભાશુભ કર્મ કરે છે, તેનું શુભાશુભ ફળ તેણે ભોગવવું પડે છે. કર્મ કાળાંતરે પોતાની પ્રકૃતિ અનુસાર ફળ આપીને નાશ પામે છે. જો ક્ષણિકવાદને સ્વીકારવામાં આવે તો તે ઘટી શકે નહીં. ક્ષણિકવાદ સ્વીકારવાથી કરેલાં કર્મો અને તે કર્મ કરવાવાળો આત્મા બન્ને સર્વથા નાશ પામી ગયાં એમ સ્વીકારવું પડે, તેથી ક્ષણિકાત્મવાદમાં કૃતકર્મની વિફલતારૂપ પ્રથમ દોષ આવે છે. જેણે કર્મો કર્યા હોય, તેને તે કર્મોનાં ફળનો અભાવ થવો તે કૃતકર્મનાશ છે. જેણે દાન આપ્યું અથવા હિંસા કરી, તેને દાન અથવા હિંસાનું ફળ ન મળવું એ કૃતનાશ છે.
જો વ્યક્તિ પ્રત્યેક ક્ષણે બદલાતી રહેતી હોય તો જે ક્ષણે, જે વ્યક્તિએ, જે કર્મ કર્યું; તે વ્યક્તિ બીજી ક્ષણે નાશ પામી જવાથી તે જ વ્યક્તિ, તે કર્મનું ફળ કેવી રીતે પ્રાપ્ત કરી શકે? કર્મ કરવાવાળો રહેતો જ ન હોવાથી તે કર્મફળનો ભોગવનારો રહેતો નથી. વળી, જો આત્મા પ્રતિક્ષણ બદલાતો રહેતો હોય તો કરેલાં કર્મોના ફલોપભોગ પણ બદલાતા રહેશે અને તેથી કર્મફળભોગની કોઈ અવસ્થા પણ રહેશે નહીં.
બૌદ્ધો માળાના છૂટક મોતીની જેમ જ્ઞાનક્ષણોની અસંબદ્ધ પરંપરાને આત્મા માને છે, પરંતુ એક દોરામાં પરોવેલાં મોતીઓની માળાની જેમ જ્ઞાનક્ષણોની સંપૂર્ણ પરંપરાથી સંબદ્ધ એક આત્માને સ્વીકારતા નથી; તેથી જે જ્ઞાનક્ષણ સુકૃત અથવા દુષ્કૃત કરે છે, તે જ્ઞાનક્ષણનો નાશ થવાથી, તે જ્ઞાનક્ષણ સુકૃત અથવા દુષ્કતથી પોતે ઉપાર્જેલ શુભાશુભ કર્મના ફળનો ઉપભોગ નહીં કરી શકે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં લખે છે કે સ્વકૃત દ્વારા ઉપાર્જેલ શુભાશુભ કર્મનો ઉપભોગ, એટલે કે ફળાનુભવ ઘટી શકશે નહીં, કારણ કે શીલાદિ અનુષ્ઠાનનો જે હેતુ હતો તે તો તે જ વખતે નાશ ૧- જુઓ : કલિકાલસર્વજ્ઞ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિજીકૃત, અન્યયોગ-વ્યવરચ્છેદ-દ્વાત્રિશિકા', શ્લોક ૧૮
'कृतप्रणाशाकृतकर्मभोगभवप्रमोक्षस्मृतिभङ्गदोषान् । उपेक्ष्य साक्षात् क्षणभङ्गमिच्छन्नहो महासाहसिकः परस्ते ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org