________________
ગાથા – પર
ગાથા ૫૧માં શ્રીગુરુએ કહ્યું કે જે આંખનો જોનારો છે તથા જે રૂપનો ભૂમિકા
જાણનારો છે અને સર્વને બાધ કરતાં કરતાં કોઈ પણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી એવો જે બાકી રહેલો અનુભવ, તે જીવનું સ્વરૂપ છે.
આમ, જીવનું સ્વરૂપ ઇન્દ્રિયગમ્ય નથી, પરંતુ તે અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપી છે એમ કહી, ગાથા ૪૫માં શિષ્ય દર્શાવેલી દલીલ - ‘નથી દષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન અવસ્વરૂપનું સચોટ સમાધાન શ્રીગુરુએ કર્યું. આ સમાધાનનો વિસ્તાર કરતાં, જ્ઞાન ગુણ દ્વારા આત્માની પ્રતીતિ કરાવતાં શ્રીગુરુ કહે છે - (ગાથા
છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન;
પાંચ ઇન્દીના વિષયનું, પણ આત્માને ભાન.' (૨૨) - કર્મેન્દ્રિયથી સાંભળ્યું તે તે કન્દ્રિય જાણે છે, પણ ચક્ષ-ઇંદ્રિય તેને
જાણતી નથી, અને ચક્ષુ-ઇંદ્રિયે દીઠેલું તે કર્મેન્દ્રિય જાણતી નથી. અર્થાત્ સી સી ઇંદ્રિયને પોતપોતાના વિષયનું જ્ઞાન છે, પણ બીજી ઇંદ્રિયોના વિષયનું જ્ઞાન નથી; અને આત્માને તો પાંચ ઇંદ્રિયના વિષયનું જ્ઞાન છે. અર્થાત્ જે તે પાંચે ઇંદ્રિયોના ગ્રહણ કરેલા વિષયને જાણે છે તે “આત્મા' છે, અને આત્મા વિના એકેક ઇંદ્રિય એકેક વિષયને ગ્રહણ કરે એમ કહ્યું તે પણ ઉપચારથી કહ્યું છે. (૫૨).
આત્માના જ્ઞાનસ્વરૂપ પ્રત્યે શિષ્યનું લક્ષ દોરતાં શ્રીગુરુ કહે છે કે પ્રત્યેક ભાવાર્થ
ઇન્દ્રિયને માત્ર એના સંબંધિત વિષયની જ જાણકારી વર્તે છે, બીજી ઇન્દ્રિયોના વિષયોની નહીં. કાન માત્ર શબ્દને સાંભળે છે, ચક્ષુ માત્ર રૂપને જુએ છે, નાક માત્ર ગંધને સૂંઘે છે, જીભ માત્ર રસને ચાખે છે અને ત્વચા માત્ર સ્પર્શને જાણે છે. આમ, પાંચ ઇન્દ્રિયો પોતપોતાના નિયત વિષયને જ જાણે છે, પણ આત્મા તો પાંચ ઇન્દ્રિયોએ ગ્રહણ કરેલા વિષયોને જાણે છે, તેથી આત્મા દેહમાં રહેલ ઇન્દ્રિયોથી ભિન્ન પદાર્થ છે.
પોતપોતાની મર્યાદિત રહણશક્તિ વડે પાંચ ઇન્દ્રિયો પોતપોતાનું કાર્ય કરતી રહે છે, જ્યારે તે સર્વ કાર્યોને જાણવાનું, સમન્વય કરવાનું તથા સ્મૃતિમાં રાખવાનું કાર્ય ૧- પાઠાંતર : “કાન ન જાણે આંખને, આંખ ન જાણે કાન;”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org