________________
ગાથા-૭૯
૬૨૩
મીમાંસા દર્શનમાં ‘અપૂર્વ' નામના તત્ત્વની યોજના કરવામાં આવી છે. જીવે કરેલાં કર્મ એક અદષ્ટ શક્તિ ઉત્પન્ન કરે છે જેને ‘અપૂર્વ' કહે છે. અપૂર્વ એટલે કર્મોનું શુભાશુભ ફળ - પુણ્ય અથવા પાપ કર્મ લૌકિક હોય કે વૈદિક, પણ કર્મનું ફળ મળ્યા વગર રહેતું નથી. આ અપૂર્વ નામનો સિદ્ધાંત કર્મને લગતા વ્યાપક સિદ્ધાંતોનો જ એક અંશ છે. તેને કાર્યરત બનાવવા માટે મીમાંસા દર્શનને ઈશ્વરની જરૂર જણાઈ નથી. તે સ્વયંસંચાલિત છે. (૭) ઉત્તર મીમાંસા (વેદાંત) દર્શન
જીવના કર્તુત્વ અને ભોક્નત્વનો ઉલ્લેખ ઉપનિષદોમાં જોવા મળે છે. તેમાં કહ્યું છે કે જીવાત્મા કર્મનો કર્તા છે અને એ કરેલા કર્મનો ભોક્તા પણ છે; પરંતુ જીવાત્મા જેનો અંશ છે એ બહ્મને તો ઉપનિષદોએ અકર્તા અને અભોક્તા કહ્યો છે. આત્મા શરીરને વશ થયો હોય અને શુભાશુભ કર્મનાં ફળ વડે બંધાયો હોય એમ જણાય છે. તે જુદાં જુદાં શરીરોમાં સંચાર કરે છે, પરંતુ તે અવ્યક્ત, સૂક્ષ્મ, અદશ્ય, અગ્રાહ્ય અને મમતારહિત છે; તેથી તે બધી જ અવસ્થાઓથી રહિત છે; તેનામાં કર્તાપણું ન હોવા છતાં તે કર્તારૂપે રહ્યો હોય એમ જણાય છે. એ આત્મા શુદ્ધ, સ્થિર, અચલ, આસક્તિ વિનાનો, દુઃખ વિનાનો, ઇચ્છારહિત દ્રષ્ટા છે અને પોતાનું કર્મ ભોગવતો હોય તેવો જણાય છે; તેમજ સત્ત્વ, રજસું અને તમસુ ત્રણ ગુણોરૂપી વસ્ત્ર વડે પોતાના સ્વરૂપને ઢાંકી દેતો હોય તેમ જણાય છે. માત્ર જ્ઞાનાત્મક શુદ્ધ બ્રહ્મ જ પરમાર્થથી સત્ છે. તે સિવાયનો અવિદ્યાના પ્રભાવે ઊભો થયેલો બધો પ્રપંચ મિથ્યા છે અને તેથી તે મિથ્યા પ્રપંચ અંગેનું ‘આ ઘડો મેં બનાવ્યો', ‘આ કપડું હું વાપરીશ', “મેં આ કર્મ કર્યું', ‘તેનું ફળ હું ભોગવીશ ઇત્યાદિ રૂપ જીવનું કર્તુત્વ-ભોસ્તૃત્વરૂપ અભિમાન પણ મિથ્યા છે; માટે આત્મા કર્તા નથી કે ભોક્તા નથી એવું વેદાંત દર્શન કહે છે.
આત્માના ભાતૃત્વ અંગે વિભિન્ન દર્શનો વચ્ચે આવો મતભેદ છે. શિષ્ય આ મતભેદોથી મૂંઝાયો છે. તેને આત્માના કર્મફળભોસ્તૃત્વ અંગે શંકા જાગે છે. તે આત્મા કર્મનો ભોક્તા નથી એવી પોતાની માન્યતાના સમર્થનમાં દલીલો રજૂ કરે છે.
શિષ્ય કહે છે કે આપે દર્શાવેલ યુક્તિઓ દ્વારા સિદ્ધ થાય છે કે જીવ કર્મનો કર્તા છે. નિજભાનરહિત દશામાં જીવને કર્મનું કર્તાપણું છે. તે શુભ ભાવ વડે પુણ્યકર્મ અને અશુભ ભાવ વડે પાપકર્મ કરે છે એમ દઢપણે માની શકાય છે, પરંતુ જીવ તે કર્મનો ભોક્તા છે એમ માની શકાતું નથી. જીવ તે શુભાશુભ ભાવ વડે બંધાયેલાં પુણ્ય-પાપકર્મનો ભોક્તા થઈ શકે નહીં, કારણ કે પુણ્ય અને પાપ બને કર્મો તો જડ છે અને જડમાં જ્ઞાનશક્તિનો અભાવ હોવાથી તેને ખબર નથી કે પોતે પુણ્યરૂપ છે કે પાપરૂપ. ચેતનશક્તિરહિત એવાં જડ કર્મોને કોને, કેવું, ક્યારે, કેટલું અને કેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org