________________
૬૨૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
ફળ આપવું તેની ખબર નથી. જેમ કે – (૧) કર્મ કઈ રીતે સમજી શકે કે હું આ જીવ સાથે બંધાયો છું, માટે મારે આને એનું ફળ આપવાનું છે? (૨) આ જીવે પાપ કર્યું છે માટે એ જ જીવને દુઃખ આપવાનું છે કે આ જીવે પુણ્ય કર્યું છે માટે એને સુખ આપવાનું છે એવી સમજ જડ કર્મને કેવી રીતે હોય? (૩) ચોક્કસ સમયે, ચોક્કસ સમય સુધી મારે આ જીવને ફળ આપવાનું છે એવી સમજ જડ કર્મને ક્યાંથી હોય? (૪) જેટલા રાગાદિ ભાવો જીવે કર્યા તેટલું જ ફળ આપવામાં તે જડ કર્મ કેવી રીતે સમર્થ થાય? અર્થાત્ જીવે જેટલા પ્રમાણમાં શુભાશુભ ભાવ કર્યા તેટલું જ, માપી માપીને તેનું ફળ આપવા માટે જડ કર્મ કઈ રીતે સમર્થ થાય? (૫) સંસારમાં દરેક જીવ જુદી જુદી રીતે સુખ-દુઃખ અનુભવે છે. જડ કર્મ કઈ રીતે જાણે કે કયા જીવને કઈ રીતે, સુખ કે દુઃખ આપવાનું છે?
આ પ્રમાણે અનેક પ્રકારે વિચારતાં એમ જણાય છે કે ફળ આપવાની બાબતમાં જડ કર્મ પરિણામવાન થઈ શકે નહીં, અર્થાત્ ફળદાતાપણું જડ કર્મમાં કોઈ પણ પ્રકારે સંભવે નહીં. જીવ રાગભાવ કરે છે, માટે તે કર્મનો કર્તા છે; પણ એનું ફળ આપવાની તાકાત અથવા સમજણ જડ કર્મમાં નથી. કર્મ જડ છે, તે તથા પ્રકારના ભોગકાળને જાણતાં નથી તો તે આત્માને સુખ-દુઃખ આપવામાં કઈ રીતે સમર્થ બને? જો જડ કર્મો ફળ આપવા સમર્થ નથી તો જીવ કર્મફળનો ભોક્તા છે એમ માની શકાય નહીં.
આમ, શિષ્યને જીવનું કર્મનું કર્તાપણું તો સિદ્ધ થાય છે, પણ તે કર્મનું ભોક્તાપણું સિદ્ધ થતું નથી. કર્મના ભોક્તાપણા વિષે જે શંકા થાય છે તેની રજૂઆત શ્રીગુરુ પાસે કરી, શિષ્ય યથાર્થ સમાધાનની આશા રાખે છે. તેની દલીલ જોતાં તે ઊંડી વિચારણા કરનાર સત્ય જિજ્ઞાસુ છે એમ સ્પષ્ટ જણાય છે. તેની દલીલમાં કોઈ પણ પ્રકારનો મહાગ્રહ કે વાદવિવાદનો ભાવ જણાતો નથી, પણ ઉલ્લાસપૂર્વકની તત્ત્વ સમજવાની ઝંખના દેખાય છે. ડૉ. ભગવાનદાસ મહેતા લખે છે –
જીવનું ભોક્તાપણું નથી એમ વિજિગીષુકથારૂપ જલ્પની જેમ પ્રતિવાદ નહિ કરતાં, વિનયાન્વિત શિષ્ય જીવને શું કર્મનું ભોક્તાપણું નહિ હોય, એમ વિનયપૃચ્છા કરે છે.૧
શિષ્ય જિજ્ઞાસુ છે, વિનયી છે. તેને પોતાના અજ્ઞાનનો સ્વીકાર છે. અભ્યાસી ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ.૨૯૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org