________________
ગાથા-૭૯
૬૨૫
હોવા છતાં તે પોતાના અજ્ઞાનને સ્વીકારે છે અને તેને ટાળવા માટે તે શ્રીગુરુના આશ્રયે આવે છે. જો પોતાના અજ્ઞાનનો સ્વીકાર થાય નહીં તો જ્ઞાન તરફનાં યથાર્થ પગલાં ઊપડતાં નથી. જ્યાં અજ્ઞાનનો સ્વીકાર થાય છે ત્યાં જ્ઞાન તરફનાં પગલાં મંડાય છે.
વળી, શિષ્યમાં મુમુક્ષુતા છે, તેથી તેના પ્રશ્નો પાછળનો લક્ષ એકમાત્ર મોક્ષપ્રાપ્તિનો છે. બુદ્ધિમાં ખણજ આવવાના કારણે તેના પ્રશ્નો નીકળ્યા નથી, પરંતુ આત્મામાં પિપાસા જાગી હોવાથી પ્રશ્નો નીકળ્યા છે. માત્ર બદ્ધિમાં ખંજવાળ આવી અને તેણે પ્રશ્નો પૂક્યા છે એવું નથી, પરંતુ પોતાના જીવનમાં ઉપયોગી થાય એવા પ્રયોજનભૂત પ્રશ્નો તે પૂછે છે. પ્રયોજનભૂત પ્રશ્ન બહુજ ઓછા પ્રમાણમાં ઊઠે છે. પ્રયોજનભૂત તો તે ગણાય કે જે અંતરની આવશ્યકતામાંથી ઊઠ્યા હોય અને જે જીવનમાં રૂપાંતરણ લાવવામાં સમર્થ હોય. એ સિવાય બધું જ અપ્રયોજનભૂત ગણાય. ભોગ-વિલાસની કે રાજકારણની વાત ન કરવામાં આવે અને આત્માની વાત કરવામાં આવે એટલે પ્રયોજનભૂત ચર્ચા થઈ એ ધારણા મિથ્યા છે. પ્રયોજનભૂત વાત તો એ છે કે જો પોતે દુઃખી છે તો શા માટે દુ:ખી છે અને એ દુઃખથી મુક્તિ કઈ રીતે મળી શકે? જે પીડા અને સંતાપથી પોતે ઘેરાયેલો છે, તેમાંથી કઈ રીતે મુક્ત થવાય, અંધકારમાંથી પ્રકાશમાં કઈ રીતે અવાય એ સંબંધીની ચર્ચાને જ પ્રયોજનભૂત ચર્ચા કહી શકાય.
શિષ્યને પ્રશ્નો પૂછવા પાછળ સર્વ દુઃખમાંથી મુક્ત થઈ આત્મશાંતિ મેળવવાનો જ લક્ષ છે. જીવનમાં રૂપાંતરણ લાવવાની તેને ઉત્સુકતા છે. તેના માટે જ્ઞાન એ એક રૂપાંતરણની પ્રક્રિયા છે. તે એ જ જાણવા ઇચ્છે છે કે જેનાથી પોતાનું જીવન બદલાઈ જાય. જો જીવ આ લક્ષ ચૂકી જાય તો તેનું જ્ઞાન અહંકારમાં પરિણમે છે. જ્ઞાન વધતું જશે અને અહંકાર પણ વધતો જશે. હું બધું જાણું છું' એવો ભાવ મજબૂત થતો જાય છે. માનાદિની કામનાના કારણે પોતે સંગ્રહ કરેલ જાણકારી દર્શાવવાની વૃત્તિ તેને રહ્યા કરે છે. મોહથી મૂંઝાયા વિના જે જીવ ઉપદેશશ્રવણ આદિમાં જોડાય છે, તે જીવ મુમુક્ષુતાના અભાવે ધર્મપ્રવૃત્તિ દ્વારા પણ સંસારનું બંધન જ દઢ કરે છે.
મુમુક્ષુ જીવને જાણકારીના સંગ્રહમાં ઉત્સુકતા વર્તતી નથી. તે તો નવી જાણકારી લેતાં પહેલાં પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે “મેં મારી આગલી જાણકારીનો શું ઉપયોગ કર્યો?' અગાઉ પ્રાપ્ત થયેલ માહિતીનો પોતે સદુપયોગ કર્યો કે નહીં, એની તે સતત ચકાસણી કરતો રહે છે. તે જાણે છે કે “અન્યની જાણકારી મારું જ્ઞાન ન બની શકે. હું જાગૃત રહી આ જાણકારીને મારામાં પરિણમાવીશ નહીં તો મારામાં જ્ઞાનનો આવિર્ભાવ શક્ય નથી.' તેને સત્યની અભિલાષા હોય છે, કેવળ સિદ્ધાંતની નહીં. સિદ્ધાંત એ સત્ય નથી. સિદ્ધાંત માત્ર સાંભળવા-વાંચવાથી મળે, પણ સત્ય તો સાધનાથી મળે. જીવનની આહુતિ ચઢાવે તેને સત્ય ઉપલબ્ધ થાય. જીવનને જે યજ્ઞ બનાવે છે, તેને જ સત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org