________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
એક દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે કર્તા-કર્મ સંબંધ હોઈ શકતો નથી. કોઈ દ્રવ્ય અન્ય દ્રવ્યનો કર્તા-હર્તા-ધર્તા નથી. દરેક વસ્તુ પોતાનાં ગુણ-પર્યાયને સ્પર્શે છે, પણ તે ૫૨વસ્તુને સ્પર્શતી નથી. જો એક દ્રવ્ય અન્ય દ્રવ્યને અડતું નથી તો એક દ્રવ્ય અન્ય દ્રવ્યનો કર્તા કેવી રીતે થઈ શકે? દરેક દ્રવ્યનાં પરિણામ પોતાથી થાય છે. તેને કોઈ બીજું દ્રવ્ય કરી શકતું નથી.
૫૩૨
વિશ્વમાં અનંત પદાર્થો એકબીજાથી પૃથક્ષણે રહેલા છે. જો તે એકબીજાનું કાર્ય કરે તો પૃથક્તા રહે નહીં અને તેથી અનંતતા રહે નહીં. અનંત આત્મા, અનંત પુદ્ગલો આદિ અનંત દ્રવ્યો વિશ્વમાં રહેલાં છે. તે સૌ પોતપોતાનાથી છે. દ્રવ્યગુણ તો પોતાથી છે, પણ તે તે દ્રવ્યોની પર્યાયો પણ પોતાથી છે; અને તેથી જ તે અનંતપણે રહે છે. દરેક વસ્તુ પોતપોતાનાથી સ્વતંત્રપણે પરિણમે છે, તેથી જેમ જીવનાં ભાવકર્મ અને દ્રવ્યકર્મ વચ્ચે કર્તા-કર્મ સંબંધ નથી, તેમ દ્રવ્યકર્મ અને જીવના રાગાદિ વિકારી ભાવો વચ્ચે પણ કર્તા-કર્મ સંબંધ નથી. જડ કર્મ આત્માને વિકાર કરાવે એવું વસ્તુસ્વરૂપમાં છે જ નહીં. જડ કર્મ આત્માને વિકાર કરાવે છે એ વાત મિથ્યા છે.
જો કર્મ આત્માને વિકાર ન કરાવતાં હોય તો આત્મામાં વિકાર થાય છે તેનું કારણ શું? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે આત્માને પોતાના દોષથી જ વિકાર થાય છે. કર્મ વિકાર કરાવતું નથી. કર્મ રાગ-દ્વેષ કરાવે છે એમ નથી, પરંતુ જીવ પોતે રાગદ્વેષ કરે છે અને એમાં કર્મ નિમિત્ત બને છે. જીવ કર્મરૂપ નિમિત્તને પામીને અનેક વિકારરૂપે પરિણમે છે. કર્મના કારણે વિકારભાવ થતો નથી, પરંતુ જડ કર્મની સાથે જીવને અનાદિનો સંબંધ છે તેથી તેને એવું ભાસે છે. જીવ કર્મને વશ થાય છે, તેથી વિકારભાવ થાય છે. કોઈ નિમિત્ત વિકાર કરાવતું નથી, પણ જીવ પોતે નિમિત્તાધીન થઈ વિકાર કરે છે.
આ વસ્તુસ્વરૂપનો વાસ્તવિક મહાસિદ્ધાંત છે. આત્મા જો રાગ-દ્વેષાદિ ભાવરૂપે પરિણમે છે તો તે પોતાના જ અપરાધથી પરિણમે છે, પરદ્રવ્યો આત્માને બિલકુલ વિકાર કરાવી શકતાં જ નથી. પરદ્રવ્ય ઉપર લક્ષ કરવાથી તેને વિકાર થાય છે, પણ પરદ્રવ્યથી વિકાર થતો નથી. પરદ્રવ્ય ઉપર લક્ષ કરવાથી પર્યાય સ્વતંત્રપણે પોતાથી વિકારરૂપે થાય છે. આત્મદ્રવ્ય શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદસ્વરૂપ છે. સ્વદ્રવ્યનું લક્ષ કરતાં પર્યાય સ્વતંત્રરૂપે પોતે પોતાથી નિર્વિકાર થાય છે અને પરદ્રવ્યનું લક્ષ કરવાથી પર્યાય વિકારી થાય છે. વિકાર થાય છે તેમાં પરદ્રવ્ય તો નિમિત્તમાત્ર છે.
કર્મના કારણે વિકાર થાય છે એમ જે કહેવામાં આવે છે તે અપેક્ષા બરાબર સમજવી ઘટે છે. વિકારી અવસ્થા થાય છે તે કર્મના કારણે નથી થતી, પણ નિમિત્તને આધીન થઈને વિકાર થાય છે; તેથી ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે કર્મના કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org