________________
ગાથા-૭૫
૫૩૩
થાય છે એમ કહેવામાં આવે છે. રાગનો કર્તા કર્મ છે એમ કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તો રાગ જીવના અપરાધથી થાય છે, તેથી જીવ રાગનો કર્તા છે. રાગાદિ ભાવો કરનાર જીવ છે. તેનાં પોતાનાં પરિણામ પોતાના કારણે થાય છે, પરના કારણે નથી થતાં.
રાગ, દ્વેષ આદિ વિકાર ચૈતન્યના જ છે. અશુદ્ધતા આત્માના જ ગુણની વૈભાવિક અવસ્થા છે. જે રાગાદિ પરિણમન થાય છે, તે આત્માની પર્યાયમાં થાય છે અને આત્માના કારણે છે. આત્માનાં પરિણામ એ આત્માનું કાર્ય છે. આત્માનાં પરિણામનો કર્તા કોઈ બીજો નથી પણ આત્મા પોતે જ છે. વસ્તુ પોતે જ પોતાની પર્યાયરૂપે પલટે છે, કોઈ બીજો તેને પલટાવી શકે એમ નથી. નવી નવી પર્યાયરૂપે થવું તે વસ્તુનો સ્વભાવ છે, ત્યાં બીજો શું કરી શકે? ‘આ સંયોગોના કારણે આ પર્યાય થઈ એમ જે જીવ માને છે, તેણે વસ્તુના પરિણમનસ્વભાવને જાણ્યો નથી. ભિન્ન પ્રકારના સંયોગના કારણે અવસ્થામાં ભિન્નતા થઈ. સંયોગો બદલાયા એટલે અવસ્થા બદલાઈ એમ અજ્ઞાનીને ભમ થાય છે; પણ વસ્તુ સ્વરૂપ એમ નથી. પર્યાયનો પ્રવાહ વસ્તુમાંથી આવે છે, સંયોગમાંથી નથી આવતો.
આવી વસ્તુસ્વતંત્રતા છે. આત્માને જે રાગાદિ ઊપજે છે, તે તેનાં પોતાનાં જ અશુદ્ધ પરિણામ છે. અન્ય દ્રવ્ય આ રાગાદિને ઉપજાવનાર નથી, પણ અન્ય દ્રવ્ય તેમાં નિમિત્તમાત્ર છે. રાગાદિ જીવમાં ઊપજે છે અને પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે એમ જાણવું તે જ સાચું જ્ઞાન છે. ‘પદ્રવ્ય જ મને રાગાદિ ઉપજાવે છે' વગેરે માનવું તે અજ્ઞાનતા છે. જે જીવ એમ માને છે કે કર્મ જીવનું ભલું બૂરું કરે છે, કર્મ જીવને સંસારમાં રખડાવે છે તે જીવ મિથ્યાદૃષ્ટિ છે.
આમ, કોઈ પુદ્ગલદ્રવ્ય જીવમાં વિકાર નથી કરતું, તે આત્માના ભાવોને વિકારી બનાવવામાં કારણ થઈ શકતું નથી, પરંતુ તેનો અર્થ એમ નથી કે જીવના રાગાદિ વિભાવભાવ કોઈ નિમિત્ત વિના સ્વર્ય થાય છે. જો એમ માનવામાં આવે કે કોઈ પણ નિમિત્ત વિના તે સ્વયં જ ઉત્પન્ન થાય છે, તો જ્ઞાન-દર્શનની જેમ તે સ્વભાવભાવ થઈ જાય અને સ્વભાવભાવ થઈ જવાથી અવિનાશી થઈ જાય. રાગાદિ ભાવ ઔપાધિક છે, કારણ કે તે અન્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે અને આ નિમિત્ત તે જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ છે. રાગાદિ પરિણામરૂપે સ્વતંત્રતાથી પરિણમતા આત્માને જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ નિમિત્તરૂપે હોય છે. આત્મા પોતાના પ્રદેશોમાં પૂર્વે કરેલ રાગાદિન નિમિત્તથી બંધાયેલાં કર્મપુદ્ગલોનાં નિમિત્તે પોતાને ભૂલીને અનેક પ્રકારના વિપરીત ભાવરૂપે પરિણમન કરે છે.
જો એમ માનવામાં આવે કે કોઈ એક દ્રવ્યમાં બીજા દ્રવ્યના નિમિત્તે વિકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org