________________
૫૩૪
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન સર્વથા થઈ જ શકતો નથી, તો આ માન્યતા ખોટી છે; કારણ કે આમ માનવાથી પદાર્થોનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જ ઊડી જાય છે અને નિમિત્ત-નૈમિત્તિક સંબંધના અભાવમાં કોઈ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. વાસ્તવિકતા એમ છે કે જીવ અને પુદ્ગલમાં વિજાતીયપણું હોવા છતાં પણ પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવ છે, તેથી જીવના કષાયનું નિમિત્ત પામીને પુદ્ગલ કર્મરૂપે પરિણમી જીવ સાથે બંધાય છે અને તે બંધાયેલાં કર્મોના નિમિત્તે જીવમાં કષાયાદિરૂપ વિકાર ઉત્પન થાય છે.
જો કે કાર્મણ વર્ગણા જીવથી સર્વથા ભિન્ન, જડ પદાર્થ છે; પરંતુ જીવના અશુદ્ધ ભાવોથી ખેંચાઈને તે કર્મરૂપ થઈ જાય છે અને પછી તે જ જડ કર્મ ચેતનના ભાવો બગાડવામાં નિમિત્ત થાય છે. આત્માની રાગ-દ્વેષરૂપ અવસ્થા એ તેની વૈભાવિક અવસ્થા છે. જીવની જે વિકારી અવસ્થા છે, તે જ જીવનો વૈભાવિક ભાવ છે. તે જ વૈભાવિક ભાવના નિમિત્તે જીવથી સર્વથા ભિન્ન એવું પુદ્ગલ દ્રવ્ય કર્મરૂપે પરિણમે છે અને ઉદયકાળે તે કર્મ જીવના વૈભાવિક ભાવનું નિમિત્તકારણ થાય છે. તે અશુદ્ધ ભાવ પુદ્ગલોને કર્મરૂપ બનાવવામાં નિમિત્તકારણ છે અને તે કર્મ પણ જીવના વૈભાવિક ભાવની ઉત્પત્તિનું નિમિત્તકારણ છે. રાગાદિ ભાવ પુદ્ગલકર્મમાં નિમિત્તભૂત છે અને પુદ્ગલકર્મ રાગાદિ ભાવોમાં નિમિત્તભૂત છે, તેથી આ બન્ને વચ્ચે પરસ્પર કારણપણું છે. પંડિત શ્રી રાજમલજી ‘પંચાધ્યાયી'માં લખે છે કે જીવના ગુણોનું પોતાના સ્વરૂપથી બદલાઈને બીજા રૂપે થઈ જવું એનું જ નામ વૈભાવિક ભાવ છે. એ જ ભાવ કર્મબંધ થવામાં કારણ થાય છે અને વૈભાવિક ભાવના નિમિત્તથી થનારું તે જ કર્મ તથારૂપ વૈભાવિક ભાવને ઉત્પન્ન કરવાના સામર્થ્યનું કારણ છે.*
ઉપર્યુક્ત કથનનો આ જ આશય છે કે અચેતન, પૌગલિક, મૂર્ત દ્રવ્યકર્મ જીવના વિકારી ભાવોનું કારણ છે અને તે દ્રવ્યકર્મનું કારણ જીવના વિકારી ભાવ છે. જે કર્મનું આ વૈભાવિક ભાવ કાર્ય છે, તે જ ભાવ કર્મનું કારણ પણ છે. અહીં એ શંકા ઉપસ્થિત થઈ શકે છે કે એક જ કર્મનું વૈભાવિક ભાવ કાર્ય છે અને તે જ ભાવ એ કર્મનું કારણ પણ છે. જેનું તે કાર્ય હોય, તેનું જ તે કારણ પણ હોય એ વાત કઈ રીતે બની શકે?
સજાતીયપણું ધ્યાનમાં રાખવાથી આ શંકા સર્વથા ટળી જાય છે. વૈભાવિક ભાવને જે કર્મ ઉત્પન્ન કરે છે, તે જ કર્મનું કારણ તે જ વૈભાવિક ભાવ નથી, પરંતુ તે ભાવ નવીન કર્મનું કારણ છે; અર્થાત્ વૈભાવિક ભાવથી નવાં કર્મ બંધાય છે અને તે કર્મોથી ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૧૦૫
'तद्गुणाकारसंक्रान्ति र्भावो वैभाविकश्चितः । तन्निमित्तं च तत्कर्म तथा सामर्थ्यकारणम् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org