________________
ગાથા-૫૨
૧૪૭ પ્રત્યેક ઇન્દ્રિયને પોતાના નિયત વિષયનું જ જ્ઞાન છે, પણ આપણને તો પાંચે ઇન્દ્રિયના વિષયનું જ્ઞાન હોય છે; તેથી પાંચ ઇન્દ્રિયના વિષયને જાણનાર કોઈ તત્ત્વ હોવું ઘટે છે. આ જે જાણનાર પદાર્થ છે તે આત્મા છે. પાંચ ઇન્દ્રિયના ગ્રહણ કરેલા વિષયને જે જાણે છે તે આત્મા છે. સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શબ્દ એ પાંચ ઇન્દ્રિયના વિષયોના જ્ઞાનનો આશ્રય કોઈ પણ એક ઇન્દ્રિય ઘટી શકતી નથી એવો સર્વને અનુભવ છે, એટલે એ પાંચ ઇન્દ્રિયોના વિષયોના જ્ઞાનોના આશ્રયરૂપ, તેનાથી ભિન્ન એક દ્રવ્ય હોવું ઘટે છે અને તે જ આત્મા છે.
પ્રત્યેક ઇન્દ્રિયનો વિષય નિયત હોવાથી એક ઇન્દ્રિય જેને ગ્રહણ કરે તેને બીજી ઇન્દ્રિય ગ્રહણ ન કરી શકે અને તેથી હું જેને સ્પર્શે તેને હું જોઉં છું' એવું સંકલનાત્મક જ્ઞાન, જેમાં બે વિષયનો જ્ઞાતા એક છે, તે અસંભવિત બની જાય. પરંતુ એવું સંકલનાત્મક જ્ઞાન તો આપણને થાય છે, એટલે ઇન્દ્રિયોથી ભિન્ન એવો એક જ્ઞાતા સિદ્ધ થાય છે અને તે આત્મા છે.
દરેક ઇન્દ્રિય પોતાનું આગવું કાર્ય કરે છે, પણ તે દરેકને જાણવાનું કામ કરનાર આત્માનો જ્ઞાનોપયોગ તો એક જ છે. તે પાંચ ઇન્દ્રિયોના વિષયોને જાણે છે, તેનું સંકલન કરે છે. જેમ કે ‘આ સામે પડેલી સુગંધી સરસ સુંવાળી વસ્તુ જો!' એ શ્રોત્રેન્દ્રિયથી સાંભળી, ચક્ષુરિન્દ્રિયથી જોઈ, ધ્રાણેન્દ્રિયથી સૂંઘી, રસનેન્દ્રિયથી ચાખી, સ્પર્શેન્દ્રિયથી સ્પર્શી અને તે સર્વ આત્માએ જાણ્યું. આમ, પાંચ ઇન્દ્રિયના વિષયના જ્ઞાનનું સંકલન (co-ordination) કરનાર આત્મા છે એમ સિદ્ધ થાય છે.
પાંચ ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલ વિષયોનો જાણનાર જ્ઞાનધારક પદાર્થ ઇન્દ્રિયોથી ભિન્ન છે, કારણ કે જીવ એક ઇન્દ્રિયથી ઉપલબ્ધ કરેલ વસ્તુને બીજી ઇન્દ્રિયથી ગ્રહણ કરે છે. ઇન્દ્રિયાંતર વિકારની ઘટના પણ પુરવાર કરે છે કે આત્મા ઇન્દ્રિયોથી જુદો છે. એક ઇન્દ્રિય વસ્તુ ઉપલબ્ધ કરે, છતાં વિકાર બીજી ઇન્દ્રિયમાં થાય છે. સર્વના અનુભવની વાત છે કે આંખ વડે કોઈ ખાટી વસ્તુ જોતાં જિદ્ધામાં વિકાર થાય છે, પાણી છૂટે છે. જો થયેલ જ્ઞાનને સંકલન કરનાર ઇન્દ્રિયથી જુદું કોઈ તત્ત્વ ન હોય તો આ શક્ય ન બને. આથી એમ સિદ્ધ થાય છે કે પાંચ ઇન્દ્રિયોના વિષયનું સંકલન કરનાર કોઈ જ્ઞાનધારક તત્ત્વ હોવું જોઈએ અને તે તત્ત્વ છે. આત્મા. આમ, સર્વ ઇન્દ્રિયોથી ભિન્ન એવા ચૈતન્યમય આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે.
વળી, વિચારવું ઘટે કે સ્મરણશક્તિ એ કોનો ગુણ છે? ઇન્દ્રિયોનો કે આત્માનો? ઇન્દ્રિયો એ જાણેલી વસ્તુ યાદ રાખનાર કોણ? આંખે જોયેલું ચિત્ર, કાને સાંભળેલી વાત, જીભે ચાખેલો સ્વાદ આદિ વર્ષો સુધી યાદ રાખનાર કોણ? સ્મરણ એ ઇન્દ્રિયનો ગુણ નથી જણાતો, કારણ કે માણસ મરી ગયા પછી પણ ઇન્દ્રિય એ ને એ જ હોય છે,
ડિટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org