________________
ગાથાપ૭
૨૨૩
જુદા નથી.
દેહ અને આત્મા સર્વથા ભિન્ન ન હોવાના કારણે આત્માને સ્પર્શાદિનું જ્ઞાન થાય છે, પરંતુ તે જ્ઞાન સ્પર્શરૂપ થઈ જતું નથી. સ્પર્શનું જ્ઞાન થવાથી જ્ઞાન સ્પર્શ સાથે એકમેક થતું નથી, કેમ કે સ્પર્શ પુદ્ગલનો ગુણ છે, તે જીવમાં કેવી રીતે આવી શકે? જો સ્પર્શ પણ આત્મામાં હોય તો જેમ સુખ-દુઃખનો અનુભવ થવાથી આત્મા સુખીદુઃખી થાય છે, તેમ આત્મા સ્પર્શમય પણ થઈ જાય, પરંતુ એમ થતું નથી. આત્માના જ્ઞાનાદિ ગુણો અને પુદ્ગલના સ્પર્શાદિ ગુણ ભિન્ન જ રહે છે.
જડમાં રહેલાં ગુણ-પર્યાયો પલટાઈને ચેતનમાં જતાં નથી અને ચેતનમાં રહેલાં ગુણ-પર્યાયો પલટાઈને જડમાં આવતાં નથી. જડ પુદ્ગલોમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શાદિ ગુણો છે; જ્યારે જીવમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણો છે. પુદ્ગલો પોતાનામાં રહેલાં રૂપ, રસ, ગંધ, સ્પર્શને આત્માના ગુણોરૂપ કરી શકે નહીં અને આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણોને પોતાના ગુણો બનાવી શકે નહીં. તે બન્ને પરસ્પર પોતાના ગુણોનું સંક્રમણ કરી, કદી પણ સમાન થઈ શકે નહીં. વળી, આત્મા સાથે પુદ્ગલનો સંયોગ થતાં જડ અને ચેતનનું કોઈ નવા જ દ્રવ્યમાં રૂપાંતર નથી થઈ જતું, અર્થાતું ન આત્મપ્રદેશો પોતાના જ્ઞાન-આનંદાદિ ગુણો ખોઈ બેસે છે કે ન પુદ્ગલપરમાણુઓ રૂપ-રસ-ગંધ-સ્પર્શ વિહીન બની જાય છે.
બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન ભિન્ન છે અને દરેક દ્રવ્ય પોતાના સ્વભાવ અનુસાર જ શાશ્વતપણે પરિણમે છે, અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યની સાથે કદી પણ તન્મયપરિણામી બની શકતું નથી. બન્ને દ્રવ્ય પોતાની સ્થિતિમાં જ રહે છે અને પોતાના સ્વભાવ અનુસાર જ પરિણમે છે. ચેતન તથા જડ બન્ને નિજ નિજ પરિણામથી જ પરિણમે છે. આ વિષે શ્રીમનું કથન મનનીય છે –
‘ત્રણે કાળમાં જે વસ્તુ જાયંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે. કોઈ પણ દ્રવ્ય પર પરિણામે પરિણમે નહીં. સ્વપણાનો ત્યાગ કરી શકે નહીં.
પ્રત્યેક દ્રવ્ય (દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી) સ્વપરિણામી છે.
નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે.
જે ચેતન છે, તે કોઈ દિવસ અચેતન થાય નહીં; જે અચેતન છે, તે કોઈ દિવસ ચેતન થાય નહીં.”
ત્રણે કાળમાં કોટી ઉપાયે ચેતન જડ થઈ શકતું નથી કે જડ ચેતન થઈ શકતું ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૮૦૮ (હાથનોંધ-૧, ૫૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org