________________
૪૧૦
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન જોઈએ અને જો જાણનારો કહેવા માટે વિદ્યમાન રહે તો તે ક્ષણિક નથી, એટલે કે ક્ષણપર્યત ટકવાવાળો હોઈ શકે નહીં, અર્થાત્ ક્ષણિક સિદ્ધાંત પ્રગટ કરનાર ક્ષણિક ન હોઈ શકે એમ સ્પષ્ટ સમજાય છે. આમ, ક્ષણિકપણાનું વર્ણન કરનાર જે પણ વસ્તુ છે તે વસ્તુ અક્ષણિક સિદ્ધ થાય છે, અર્થાત્ આત્મા ક્ષણિક નથી એમ સિદ્ધ થાય છે.
- બૌદ્ધ દર્શન પ્રત્યેક પદાર્થને ક્ષણિક માને છે. બૌદ્ધ દર્શનના મત અનુસાર વિશેષાર્થ
1 પ્રત્યેક પદાર્થ ઉત્પન્ન થયા પછી બીજી ક્ષણે નાશ પામે છે. કોઈ પદાર્થ અવિનાશી નથી. જગતમાં કશું શાશ્વત નથી. બૌદ્ધોનો સ્પષ્ટ અભિપ્રાય છે કે આત્મા ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. તેઓ આત્માને નિત્ય માનતા નથી, ક્ષણિક માને છે.
બૌદ્ધો પ્રવાહરૂપ આત્માને માને છે. તેમના મત અનુસાર સંવેદનોનો અવિરત પ્રવાહ એ જીવ છે. દરેકને પ્રત્યેક ક્ષણે સંવેદન થાય છે. આ સંવેદનો જન્મ્યાં કે તરત જ ખતમ થાય છે. સંવેદન એક ક્ષણ પૂરતું જ હોય છે. એક સંવેદન ખતમ થતાંવેંત જ બીજું સંવેદન ઉત્પન્ન થાય છે. સંવેદનોનો પ્રવાહ અવિરત ચાલ્યા કરે છે. પહેલું સંવેદન બીજા સંવેદનનું કારણ હોય છે, છતાં સંવેદનો પાછળ કોઈ શાશ્વત તત્ત્વ નથી. સંવેદનોના આ અવિરત પ્રવાહનું નામ જ ચેતના છે. એનું જ નામ જીવ છે. બૌદ્ધો તેને વિજ્ઞાન-સંતાન' કહે છે. બૌદ્ધોની દૃષ્ટિએ વિજ્ઞાનપ્રવાહ - ચિત્તસંતતિ એ જ આત્મા છે. જેમ દીપકની જ્યોત પ્રત્યેક ક્ષણે નવીન નવીન ઉત્પન્ન થાય છે, તોપણ તેમાં સાદેશ્ય હોવાથી “આ એ જ જ્યોતિ છે' એવું જ્ઞાન થાય છે; તેમ પદાર્થો પ્રત્યેક ક્ષણે નવીન નવીન ઉત્પન્ન થવા છતાં તેમાં પૂર્વ અને ઉત્તર ક્ષણો સાદશ્ય હોવાથી ‘આ એ જ પદાર્થ છે' તેવું જ્ઞાન થાય છે. બૌદ્ધમતમાં આવી ક્ષણપરંપરાનો સ્વીકાર થયેલો છે.
ક્ષણિકવાદી બૌદ્ધ દર્શન અનુસાર પરસ્પર ભિન્ન ક્ષણોનું અનુસંધાન વાસના દ્વારા થાય છે. એકબીજામાં અનુસંધાન કરવાવાળી વાસના પરસ્પર ભિન્ન ક્ષણોમાં રહે છે. પૂર્વજ્ઞાનક્ષણથી ઉત્પન્ન કરાયેલી ઉત્તરજ્ઞાનક્ષણની શક્તિને પણ વાસના કહે છે. પૂર્વસમયની જ્ઞાનક્ષણથી ઉત્તરસમયની જ્ઞાનક્ષણમાં જવાવાળી શક્તિને વાસના (સંસ્કાર) કહે છે. પૂર્વજ્ઞાનક્ષણ વડે ઉત્તરજ્ઞાનક્ષણ વાસિત થાય છે. બૌદ્ધો એમ પ્રતિપાદિત કરે છે કે સર્વે પદાર્થો ક્ષણિક હોવા છતાં પણ વાસનાના બળથી પ્રાપ્ત થયેલા અભેદજ્ઞાનથી આ લોક અને પરલોક સંબંધી પ્રવૃત્તિ થઈ શકે છે.
બૌદ્ધ દર્શનના ક્ષણિકવાદના પ્રભાવથી શિષ્ય તેની દલીલમાં કહ્યું હતું કે સર્વ પદાર્થો ક્ષણિક છે. ક્ષણ પૂર્વે જોયેલ પદાર્થ ક્ષણ પછી નથી દેખાતો. વસ્તુમાત્રનું ક્ષણે ક્ષણે પરિવર્તન થયા કરે છે. સર્વ વસ્તુ એક ક્ષણ ટક્યા પછી વિનાશ પામવાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org