________________
૪૧૧
સ્વભાવવાળી છે. વસ્તુ ક્ષણે ક્ષણે પલટાતી હોવાનો અનુભવ થયા કરે છે અને તેથી વસ્તુ ક્ષણિકસ્વભાવી છે એમ લાગે છે. આત્મા પણ એક વસ્તુ અને તેમાં ક્ષણે ક્ષણે ક્રોધાદિ વૃત્તિઓ ઊછળે છે અને શમે છે. ક્ષણ પહેલાં પ્રેમ કરનાર ક્ષણ પછી દ્વેષ કરે છે, તેથી આત્મા એક ક્ષણે ઉત્પન્ન થઈ બીજી ક્ષણે નાશ પામનાર હોવો જોઈએ. આમ, આત્મા ક્ષણે ક્ષણે ઉત્પત્તિ-લયરૂપ અનિત્ય છે એમ જણાય છે.
ગાથા-૬૯
શિષ્યની આ માન્યતા ન્યાયયુક્ત નથી એ બતાવતાં શ્રીગુરુ કહે છે કે વસ્તુ ક્ષણિક છે એમ જાણીને જે તેમ કહે છે, તે વદનારો પોતે ક્ષણિક નથી એ તથ્યનો નિર્ણય અનુભવથી કરવા યોગ્ય છે. જો વસ્તુમાત્રનું અસ્તિત્વ ક્ષણવર્તી હોય તો, બીજી ક્ષણે નાશ પામવાના સ્વભાવવાળો જીવ કોઈ પણ પદાર્થને જાણીને તે પદાર્થ ક્ષણિક છે' એવો અનુભવ કઈ રીતે પ્રગટ કરી શકે? કારણ કે અનુભવ પ્રગટ કરતાં પહેલાં જ, પોતે ક્ષણિક હોવાથી તે પોતે તો નાશ પામી જાય છે; તેથી આત્મા ક્ષણિક હોય તો પોતાનો જાણવારૂપ અનુભવ તે કદી કોઈને દર્શાવી શકે નહીં. આત્મા અક્ષણિક હોય તો જ તે પોતાના અનુભવનું કથન કરી શકે.
જો આત્મા ક્ષણિક હોય તો પ્રશ્ન એ થાય કે તે અનુભવનો કહેનાર કોણ છે? જાણવું અને કહેવું એ બન્ને કાર્ય એક ક્ષણે થઈ શકતાં નથી. જાણવાનું કાર્ય એક ક્ષણે થાય છે અને કહેવાનું કાર્ય બીજી ક્ષણે થાય છે. જો જાણનાર ક્ષણવર્તી હોય તો જાણનાર તેનો અનુભવ કહી શકે નહીં, માટે જાણનાર અને કહેનાર જુદા જુદા બે આત્મા છે એમ માનવું પડે. જેણે જાણ્યું તે જ કહે તો તેની સ્થિતિ બે ક્ષણની થઈ જાય. હવે કહેનારનું અસ્તિત્વ પણ જો ક્ષણવર્તી હોય તો એમ માનવું પડે કે તે તો
જાણ્યા વિના જે કહેતો
જાણ્યા વિના જ કહે છે. જે કહે છે તે જાણનાર હોતો નથી. હોય તેની વાત સત્ય તથા પ્રામાણિક કઈ રીતે માની શકાય? જો કહેનાર જાણીને કહેતો હોય તો ક્ષણિકવાદનો સિદ્ધાંત ઊભો રહે નહીં, કારણ કે તેની સ્થિતિ બે ક્ષણની થઈ જાય. ક્ષણિકવાદનું કથન કરનારની વાત સત્ય તથા પ્રામાણિક માનવામાં આવે તો તો એમ સિદ્ધ થાય કે કહેનાર પોતે જ ક્ષણિક નથી અને તેથી ક્ષણિકવાદ જ અસિદ્ધ ઠરે.
અનુભવનું કથન કરતાં પહેલાં અનુભવવું પડે છે. જે ક્ષણે અનુભવ થાય છે તે ક્ષણે તે અનુભવ કહી શકાતો નથી. પહેલાં અનુભવ થાય છે અને ત્યારપછી કહેવાનું શક્ય બને છે. અનુભવનાર અને કહેનાર બન્ને એક જ હોય તો જ અનુભવ કહી શકાય છે. જો કહેનાર આત્મા એનો એ જ ન હોય તો, જો કહેનારે અનુભવ ન કર્યો હોય તો તે એ અનુભવ કેવી રીતે વ્યક્ત કરી શકે? આ વિષે ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે
‘આપણા સહુનો અનુભવ છે કે આપણે જે કંઈ બોલીએ છીએ એ પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org