________________
૪૧ ૨
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન વિચારીએ છીએ, પછી બોલીએ છીએ. જે ક્ષણે વિચારીએ એ જ ક્ષણે કહી શકતા નથી, વિચારવાની ક્ષણ જુદી અને કહેવાની ક્ષણ જુદી. પહેલી ક્ષણે જેણે વિચાર્યું છે તે જ બીજી ક્ષણે કહી શકે. બન્ને જુદા હોય તો કોઈ કદી વિચારોને વ્યક્ત કરી શકે નહીં. વિચાર પણ નાશ પામી ગયા અને વિચારનાર પણ નાશ પામી ગયો. કોણ કહે? શું કહે?”
ગમાં કે અણગમાનો ભાવ કોઈ એક ક્ષણે ઉદ્ભવ પામે છે. જીવ એ જાણીને, તે પછીની બીજી ક્ષણે એ જાણવારૂપ અનુભવને કહે છે. જો બીજી ક્ષણે જાણવાવાળો આત્મા ન હોય તો એ અનુભવ કદી કહી શકાય નહીં, પરંતુ જો તે કહે છે તો બીજી ક્ષણે અનુભવનારનું અસ્તિત્વ રહે છે અને તેથી જ તે એને કહી શકે છે. આમ, આત્મા ક્ષણિક હોઈ શકે નહીં એમ સિદ્ધ થાય છે. જાણવા અને કહેવારૂપ અનુભવથી આત્માના અક્ષણિકપણાનો નિર્ણય કરવાની અહીં શ્રીગુરુ ભલામણ કરે છે. શ્રીગુરુ શિષ્યને અનુભવપૂર્વક આત્માની નિત્યતાનો નિર્ધાર કરવાની ભલામણ કરે છે. શિષ્ય કહ્યું હતું કે “એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. તેના ઉત્તરમાં શ્રીગુરુ પ્રસ્તુત ગાથામાં કહે છે કે “વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર.'
ક્રોધાદિ ભાવોને ઉત્પન્ન થતાં અને નાશ થતાં અનુભવીને શિષ્ય એવો નિર્ણય કર્યો હતો કે આત્મા ક્ષણે ક્ષણે પલટાય છે, તેથી આત્મા ક્ષણિક છે; પરંતુ સહુનો અનુભવ છે કે વર્ષો પહેલાં આત્મામાં ઉદ્ભવ પામેલા ક્રોધાદિ ભાવો યાદ કરીને કહી શકાય છે. પૂર્વના ક્રોધાદિ ભાવોનું સ્મરણ થાય છે. ક્રોધાદિ ભાવ જેનામાં ઉત્પન્ન થયો હોય તે આત્મા ક્ષણવર્તી હોય અને બીજી ક્ષણે નાશ પામ્યો હોય તો એ અનુભવની સ્મૃતિ કઈ રીતે થઈ શકે? ક્રોધાદિ ભાવને અનુભવનારનું અસ્તિત્વ વર્ષો સુધી ટક્યું હોય તો જ વર્ષો પહેલાંના પોતાના ભાવને યાદ કરીને તે કહી શકે, અન્યથા તે કહી શકે નહીં. જે અવસ્થા નાશ પામી તે અવસ્થાને જાણનાર - તેને સ્મૃતિમાં રાખી કહેનાર એક જ આત્મા હોવો જોઈએ, તેથી આત્મા ક્ષણિક નથી એમ સાબિત થાય છે.
આમ, ક્ષણિકવાદમાં રહેલો દોષ શ્રીગુરુએ સરળ યુક્તિ દ્વારા બતાવી, આત્માનું અસ્તિત્વ ત્રિકાળવર્તી છે એમ સિદ્ધ કરી, શિષ્યની શંકાનું સમાધાન કર્યું છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘યોગદષ્ટિ સમુચ્ચય'માં લખે છે કે અનંતર એટલે કે આગલી-પાછલી ક્ષણે નહીં હોવાપણું, એ જ વર્તમાનવાદીના અભિપ્રાય પ્રમાણે તો આત્મભૂત છે; પરંતુ ‘આત્માને જે આગલી-પાછલી ક્ષણે અભાવરૂપ માને છે, માત્ર વર્તમાન ક્ષણે જ તેને હોવારૂપ માને છે', તેની માન્યતામાં અનેક દોષ આવે છે. આગલી-પાછલી ક્ષણે અભાવ ૧- ડૉ. તરુલતાબાઈ મહાસતીજી, હું આત્મા છું', ભાગ-૨, પૃ.૯૪ ૨- “શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર', ગાથા-૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org