________________
ગાથા-પ૬
૨૧૧
આત્મસિદ્ધિ શાસ્ત્ર જેવું રૂડું શાસ્ત્ર દેનાર શ્રીમદ્ રાજચંદ્રજીનો દેહ કેટલો દુર્બળ હતો છતાં જ્ઞાન તો અગાધ હતું. પૂર્વ ભવોનું જ્ઞાન પણ સાથે લઈને આવ્યા હતા. એવી જ રીતે ઘણા - ઘણા મહાન જ્ઞાની પુરુષોને આપણે જોયા છે કે શરીરે કૃશ હોવા પછી પણ તેમની જ્ઞાન ગરિમા અભુત હોય.”૧
જ્ઞાનનું પ્રમાણ શરીરના પરિમાણ સાથે સંબંધિત હોય એવો કોઈ નિયમ જણાતો નથી, કારણ કે પાતળા દેહમાં અલ્પ જ્ઞાન પણ જોવા મળે છે અને પરમ જ્ઞાન પણ જોવા મળે છે અને સ્થૂળ દેહમાં અલ્પ જ્ઞાન પણ જોવા મળે છે અને પરમ જ્ઞાન પણ જોવા મળે છે. ઘણા યોગીઓનું શરીર તપથી કૃશ થવા છતાં તેમને અવધિ, મન:પર્યવ વગેરે વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય છે. તેથી એમ સિદ્ધ થાય છે કે જ્ઞાન એ દેહનો ગુણ નહીં પણ કોઈ અન્ય પદાર્થનો ગુણ છે. આ અન્ય જ્ઞાનગુણધારક પદાર્થ દેહથી ભિન્ન એવું સ્વતંત્ર આત્મદ્રવ્ય છે.
જ્ઞાન ગુણ પંચભૂતમય શરીરનો ધર્મ નથી, પણ દેહથી ભિન્ન એવા આત્મદ્રવ્યનો ધર્મ છે એ મતને સિદ્ધ કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ‘સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઇ' માં લખે છે કે –
તનું છેદઇ નવિ તે છેદાઈ તસ વૃદ્ધિઈ નવિ વધતા થાય | ઉપાદાન જ્ઞાનાદિક તણો તેહથી જીવ અલાધો ગણો || પ્રજ્ઞાદિક સ્થિતિ સરિખી નહીં યુગલ જાત નરનાં પણિ સહી |
તો કિમ તે કાયા પરિણામ? જુઓ તેહમાં આતમરામ ||*
અહીં જણાવ્યા પ્રમાણે ઉપાદાનકારણની વૃદ્ધિનહાનિ થાય તો ઉપાદેય કાર્યની પણ વૃદ્ધિ-હાનિ થાય એવો નિયમ છે. જેમ કે માટી વધારે પ્રમાણમાં લેવામાં આવે તો ઘડો મોટો બને છે અને ઓછી લેવામાં આવે તો ઘડો નાનો બને છે; જ્ઞાનાદિ જો પંચભૂતમય શરીરના ગુણરૂપ હોય અને તેથી શરીર જો તેનું ઉપાદાનકારણ હોય તો શરીર છેડાતાં કે નાનું થતાં તે ઘટવાં જોઈએ અને શરીર વૃદ્ધિ પામતાં કે મોટું થતાં તે વધવાં જોઈએ; પણ તેવું જોવા મળતું નથી. કેટલાક સ્થળ મોટાં શરીરવાળા જીવોમાં અલ્પ જ્ઞાનાદિ તેમજ પાતળાં નાનાં શરીરવાળા જીવોમાં વિશેષ જ્ઞાનાદિ જોવા મળે છે, માટે માનવું જોઈએ કે શરીર એ જ્ઞાનાદિ ગુણોનું ઉપાદાનકારણ નથી અને તેથી જ્ઞાનાદિના ઉપાદાનકારણ તરીકે શરીરથી ભિન્ન એવા જીવદ્રવ્યની સિદ્ધિ થાય છે. ઉપાધ્યાયશ્રી બીજો એક તર્ક પણ રજૂ કરે છે કે એક માતા-પિતાના સમાન શુક્ર-શોણિતમાંથી ઉત્પન્ન થયેલા ૧- ડો. તરુલતાબાઈ મહાસતીજી, ‘આત્મા છું', ભાગ-૨, પૃ. ૫૭ ૨- ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત, સમ્યક્ત્વ ષસ્થાન ઉપઇ', ગાથા ૧૧,૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org