________________
૨૧૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન અને તેથી લગભગ સમાન શરીરવાળા એવા બે જોડિયા ભાઈઓમાં પણ પ્રજ્ઞા વગેરે એકસરખાં જોવા મળતાં નથી, કિંતુ ઘણી તરતમતાવાળાં જોવા મળે છે; માટે માનવું જોઈએ કે ચેતનાનું ઉપાદાનકારણ કાયા નથી. ઉપાદાનકારણમાં વિષમતા ન હોય તો કાર્યમાં વિષમતા આવતી નથી, તેથી માનવું જોઈએ કે એક જ માતા-પિતાથી જન્મેલા જોડિયા ભાઈઓમાં જુદો જુદો આત્મા છે અને તેના કારણે તેમની પ્રજ્ઞા વગેરેમાં પણ તફાવત હોય છે. આમ, ચેતનાના ઉપાદાનકારણ તરીકે શરીરથી ભિન્ન એવા જીવદ્રવ્યની સિદ્ધિ થાય છે.
શરીર એ ચૈતન્યનું ઉપાદાનકારણ નથી. જો અચેતન સ્વભાવવાળા મહાભૂતના સંયોગરૂપ ઉપાદાનકારણથી જ્ઞાન સ્વભાવવાળા સ્મરણાદિ ઉપાદેય થાય તો હાથ આદિ પણ સ્મૃતિવાળા કહેવાશે, કારણ કે તે હાથ આદિ પણ ભૂતના સમુદાય છે; અને તેથી અચેતન એવાં પરમાણુઓ હાથ આદિને ઉત્પન્ન કરી શકશે નહીં, કેમ કે અચેતન દ્રવ્ય ચેતનાનું કારણ થઈ શકતું નથી. કારણને અનુરૂપ જ કાર્ય ઉત્પન્ન થાય છે, માટે ચૈતન્યરૂપ કાર્ય જડદેહરૂપ કારણથી ઉત્પન્ન થતું નથી એમ સિદ્ધ થાય છે. શરીર અને ચૈતન્યમાં કારણ-કાર્યપણું ઘટી શકતું નથી. શરીરને ચૈતન્યનું ઉપાદાનકારણ માનવું યોગ્ય નથી.
શરીર જ્ઞાનનું ઉપાદાનકારણ નથી એ વિષે આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજી સ્યાદ્વાદ મંજરી'માં કહે છે કે કોઢ આદિ રોગથી શરીરમાં વિકાર થવા છતાં પણ તે પુરુષની બુદ્ધિમાં વિકાર નથી હોતો અને શરીરમાં કોઈ પણ જાતનો વિકાર નહીં થવા છતાં પણ રાગ-દ્વેષ આદિ વિકારો તેની બુદ્ધિમાં થતાં દેખાય છે, તેવી જ રીતે શોક આદિથી બુદ્ધિમાં વિકાર થવા છતાં પણ શરીરમાં વિકાર થતો દેખાતો નથી. પરિણામી કારણ વિના બુદ્ધિમાં પરિણમનરૂપ કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી, તેથી સિદ્ધ થાય છે કે પરિણામી જે છે તે આત્મા જ છે. આમ, શરીર ચૈતન્યનું ઉપાદાનકારણ હોય તો શરીરમાં જ્યારે પણ વિકાર થાય ત્યારે ચૈતન્યમાં પણ એવો જ વિકાર થવો જોઈએ, પણ એવું કંઈ અનુભવમાં આવતું નથી. વળી શોક, યે જેવા વિકારો ચૈતન્યમાં થાય છે ત્યારે એને અનુરૂપ વિકારો શરીરમાં પણ દેખાવા જોઈએ, પરંતુ એવું કંઈ દેખાતું નથી; માટે ચૈતન્યનું ઉપાદાનકારણ શરીર નથી.'
દેહને જ્ઞાન ગુણનો આશ્રય માનવામાં આવે તો સ્મરણજ્ઞાનને સમજાવી શકાશે નહીં. પ્રત્યભિજ્ઞા(‘આ તે જ છે' - એવું જ્ઞાન)માં અનુસંધાનરૂપ જ્ઞાન છે. આવા જ્ઞાનનો ૧- જુઓ : આચાર્યશ્રી મલ્લિષેણસૂરિજીકૃત, ચાદ્વાદ મંજરી', શ્લોક ૨૦ની ટીકા
‘कथं तर्हि कायविकृतौ चैतन्यविकृतिः । नैकान्तः । श्वित्रादिना कश्मलवपुषोऽपि बुद्धिशुद्धेः । अविकारे च भावनाविशेषतः प्रीत्यादिभेददर्शनात् । शोकादिना बुद्धिविकृतौ कायविकारादर्शनाच्च । परिणामिनो विना च न कार्योत्पत्तिः ।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org