________________
૨૧૦
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન શિષ્યને એવી શંકા રહી જવાનો સંભવ છે કે જ્ઞાનાદિ ગુણોના આધારભૂત વિશેષાર્થ
એવા કોઈ દ્રવ્યની સિદ્ધિ માની લઈએ તોપણ તેટલામાત્રથી શરીરથી ભિન્ન કોઈ જીવ દ્રવ્યની સિદ્ધિ થઈ જતી નથી, કેમ કે જ્ઞાનાદિના આધારભૂત દ્રવ્ય તરીકે શરીરરૂપે પરિણમેલા પાંચ ભૂતોને જ માનવું ઉચિત છે. પાંચ ભૂતોનો અમુક ચોક્કસ પ્રકારે સંયોગ થાય છે ત્યારે તેમાં જ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે અને પાંચ ભૂતોનો વિયોગ થતાં એ નાશ પામે છે, માટે જ્ઞાનાદિ ગુણોનો આધાર પંચભૂતમય શરીર જ છે, નહીં કે કોઈ જીવરૂપ પૃથક્ દ્રવ્ય. આમ, જ્ઞાનાદિ ગુણોના ગુણી તરીકે જીવદ્રવ્યની સિદ્ધિ થતી નથી. વિશેષાવશ્યકભાષ્ય'માં આચાર્યશ્રી જિનભદ્રજી શ્રી ઇન્દ્રભૂતિ ગૌતમની આ પ્રકારની શંકા જણાવતાં લખે છે કે સ્મરણાદિ ગુણોનું પ્રત્યક્ષ થવાથી તેનો કોઈ ગુણી હોવો જોઈએ એટલું જ સિદ્ધ થાય છે, પણ તે ગુણી આત્મા જ છે એમ માનવું બરાબર નથી; કારણ કે કૃશતા, ગૌરવતા આદિ ગુણોની જેમ સ્મરણાદિ ગુણો પણ દેહમાં જ ઉપલબ્ધ થાય છે, તેથી સ્મરણાદિ ગુણોનો ગુણી દેહથી ભિન્ન એવો આત્મા નહીં પણ દેહ જ માનવો જોઈએ. ૧
શ્રીગુરુ કહે છે કે જો દેહ જ જ્ઞાન ગુણનું આધારભૂત દ્રવ્ય હોય તો દેહના માપ અનુસાર જ્ઞાન ગુણની તરતમતા હોવી ઘટે. જેટલું શરીરનું પરિમાણ હોય તે પ્રમાણે જ્ઞાનની માત્રા હોવી ઘટે. સ્થૂળ કાયામાં પરમ બુદ્ધિ અને કૃશ કાયામાં અલ્પ બુદ્ધિ હોવી ઘટે. જો જ્ઞાન ગુણ એ શરીરનો ધર્મ હોય તો શરીર જેટલું મોટું એટલું જ્ઞાન વધારે હોવું જોઈએ અને શરીર જેટલું નાનું એટલું જ્ઞાન ઓછું હોવું જોઈએ. વળી, જેમ જેમ દેહ જાડો થતો જાય તેમ તેમ જ્ઞાન વધતું જવું જોઈએ અને જેમ જેમ દેહ પાતળો થતો જાય તેમ તેમ જ્ઞાન ઓછું થતું જવું જોઈએ. આ અપેક્ષાએ તો હાથી, ગેંડા વગેરે સ્થૂળ કાયા ધારણ કરેલા પ્રાણીઓની બુદ્ધિ મનુષ્ય કરતાં ઘણી વધારે હોવી જો ઈએ, કારણ કે તે પ્રાણીઓની કાયાનું પરિમાણ મનુષ્યની કાયાના પરિમાણ કરતાં ઘણું વધારે હોય છે. પરંતુ અન્ય પ્રાણી કરતાં મનુષ્ય વધુ બુદ્ધિશાળી છે. વળી, મનુષ્યોમાં પણ બુદ્ધિની તરતમતા જોવા મળે છે. મનુષ્યોમાં જણાતી જ્ઞાન ગુણની તરતમતા શરીરના પરિમાણ અનુસાર દેખાતી નથી. કેટલાકનું શરીર અતિ સ્થૂળ હોવા છતાં પણ તેમનામાં જ્ઞાનની હીનતા દેખાય છે તથા કેટલાકનું શરીર અતિ કૃશ હોવા છતાં પણ તેમનામાં અત્યંત જ્ઞાન દેખાય છે. કેટલીક વાર પુષ્ટ શરીરધારીમાં અલ્પ બુદ્ધિ અને કોઈ કૃશ શરીરવાળામાં અધિક બુદ્ધિ હોય છે. શ્રીમદ્ગ જ દૃષ્ટાંત આપતાં ડૉ. તરુલતાબાઈ મહાસતીજી કહે છે – ૧- જુઓ : આચાર્યશ્રી જિનભદ્રજીકૃત, વિશેષાવશ્યક ભાષ્ય' , ગાથા ૧પ૬૧
'अध मण्णसि अत्थि गुणी ण तु देहत्थंतरं तओ किन्तु । देहे णाणातिगणा सो च्चिय ताणं गुणी जत्तो ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org