________________
ગાથા - પ૬
અર્થી
- ગાથા ૫૫માં શ્રીગુરુએ કહ્યું કે ઘટ-પટ આદિ વસ્તુઓને તું જાણે છે તેથી ભૂમિકા
2 ] તેનું અસ્તિત્વ તું સ્વીકારે છે, પરંતુ જે તે ઘટ-પટ આદિને જાણે છે તેને તું કેમ માનતો નથી? ઘટ-પટ આદિનું અસ્તિત્વ સ્વીકારતાં જ, તેનું જ્ઞાન કરનાર જ્ઞાનગુણધારક પદાર્થનો પણ સ્વીકાર થઈ જાય છે.
જ્ઞાન ગુણ દેહનો નથી પણ આત્માનો છે અને આત્મા દેહથી ભિન્ન છે એવું સમાધાન શ્રીગુરુએ ગાથા ૫૩ તથા ૫૪ દ્વારા કર્યું હતું. હવે આ ગાથામાં તે જ વાતને ફરીથી અન્ય યુક્તિ દ્વારા સિદ્ધ કરી છે. ગાથા ૪૬ની “અથવા દેહ જ આત્મા' એવી શિષ્યની શંકા નિર્મૂળ કરવા અર્થે અને જ્ઞાન ગુણ એ દેહનો ધર્મ નથી એવો નિર્ણય દેઢ કરવાને અર્થે શ્રીગુરુ કહે છે –
“પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અN; | ગાથા
દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ.” (૫૬) તે દુર્બળ દેહને વિષે પરમ બુદ્ધિ જોવામાં આવે છે, અને સ્થૂળ દેહને વિષે
- થોડી બુદ્ધિ પણ જોવામાં આવે છે; જો દેહ જ આત્મા હોય તો એવો વિકલ્પ એટલે વિરોધ થવાનો વખત ન આવે. (૫૬).
- શેય પદાર્થોનું જ્ઞાન થતાં જ્ઞાન ગુણની સિદ્ધિ થાય છે, પણ જ્ઞાન ગુણની બાલા] સિદ્ધિ થતાં તેનો કોઈ ગુણી હોવો જોઈએ એટલું જ સિદ્ધ થાય છે. જ્ઞાન ગુણ દેહનો ધર્મ પણ હોઈ શકે એવી સંભવિત શંકાનું સમાધાન કરતાં આ ગાથામાં શ્રીગુરુ કહે છે કે જ્ઞાન જો દેહનો ગુણ હોય તો, જાડા દેહમાં વધારે જ્ઞાન હોવું જોઈએ અને પાતળા દેહમાં ઓછું જ્ઞાન હોવું જોઈએ; પણ સંસારમાં તો કોઈ દૂબળા શરીરવાળા જીવને ઘણી બુદ્ધિ હોય અને જાડા શરીરવાળાને થોડી બુદ્ધિ હોય એવું પણ જોવા મળે છે. તેથી એમ સિદ્ધ થાય છે કે જ્ઞાન એ દેહનો ગુણ નથી.
દુર્બળ દેહમાં પરમ બુદ્ધિ અને સ્થૂળ દેહમાં અલ્પ બુદ્ધિ પણ જોવા મળે છે. આ હકીકત જ એમ સિદ્ધ કરે છે કે જ્ઞાન શરીરને અનુરૂપ નથી હોતું. જ્ઞાન શરીરનો ગુણ નથી, પણ શરીરથી ભિન્ન કોઈક જુદી જ સત્તા જ્ઞાન ગુણ ધરાવે છે; અને આ અન્ય સત્તા તે આત્મા છે. આમ, અત્યંત સરળ યુક્તિ દ્વારા શ્રીમદે એ સિદ્ધ કર્યું કે દેહ એ આત્મા નથી, પણ દેહથી ભિન્ન એવો જ્ઞાનગુણધારક પદાર્થ તે આત્મા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org