________________
ગાથા ૮૩માં શ્રીગુરુએ કહ્યું કે જેમ ઝેર અને સુધા પોતે જાણતાં નથી કે ભૂમિકા તેને ખાનાર મૃત્યુ પામે છે કે દીર્ઘાયુ પ્રાપ્ત કરે છે, છતાં પણ તેને ગ્રહણ
કરનારને તેનું ફળ મળ્યા વિના રહેતું નથી; તેમ કર્મ પણ સ્વભાવ પ્રમાણે પરિણમી, જડ હોવા છતાં પણ શુભાશુભ ફળ આપે છે અને જીવ તેનો ભોક્તા બને છે.
ગાથા
ગાથા -
-
આમ, ગાથા ૮૨-૮૩ દ્વારા શ્રીગુરુએ કર્મબંધની પ્રક્રિયા સમજાવી અને સિદ્ધ કર્યું કે બંધાયેલાં કર્મ યોગ્ય કાળે સ્વયમેવ ફળ આપે છે. કર્મના ફળરૂપે જ જીવને ભિન્ન ભિન્ન સ્થિતિઓ પ્રાપ્ત થાય છે. એક સુપરિચિત ઉદાહરણ વડે જીવનું શુભાશુભ કર્મફળભોતૃત્વ સિદ્ધ કરતાં શ્રીગુરુ કહે છે
૮૪
‘એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ;
કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેધ.' (૮૪)
એક રાંક છે અને એક રાજા છે, એ આદિ શબ્દથી નીચપણું, ઊંચપણું, અર્થ| કુરૂપપણું, સુરૂપપણું એમ ઘણું વિચિત્રપણું છે, અને એવો જે ભેદ રહે છે તે, સર્વને સમાનતા નથી, તે જ શુભાશુભ કર્મનું ભોક્તાપણું છે, એમ સિદ્ધ કરે છે; કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. (૮૪)
તે શુભાશુભ કર્મનું ફળ ન થતું હોય, તો એક રાંક અને એક રાજા એ આદિ જે ભેદ છે તે ન થવા જોઈએ; કેમકે જીવપણું સમાન છે, તથા મુનષ્યપણું સમાન છે, તો સર્વને સુખ અથવા દુઃખ પણ સમાન જોઈએ; જેને બદલે આવું વિચિત્રપણું જણાય છે, તે જ શુભાશુભ કર્મથી ઉત્પન્ન થયેલો ભેદ છે; કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થતી નથી. એમ શુભ અને અશુભ કર્મ ભોગવાય છે. (૮૪)૧
Jain Education International
ભાવાર્થ
આ સંસારમાં રાજા-રંક, તવંગર-ગરીબ, ઊંચ-નીચ, પંડિત-મૂર્ખ, સુરૂપકુરૂપ, નીરોગી-રોગી ઇત્યાદિ જે ભેદો દેખાય છે, તે ભેદો કારણ વિના હોઈ શકે નહીં; અર્થાત્ જુદા જુદા ભેદરૂપ કાર્યનું કોઈ ને કોઈ કારણ અવશ્ય હોવું જોઈએ. તે વિષે વિચારણા કરતાં નિર્ણય થશે કે શુભાશુભ કર્મના ઉદય સિવાય બીજું કોઈ કારણ ઘટી શકતું નથી કે જે આવા ભેદ નિપજાવનાર હોય.
આમ, આ ગાથામાં સરળ યુક્તિ દ્વારા
શ્રીગુરુએ કહ્યું કે જગતમાં પ્રવર્તતી ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૯ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
For Private & Personal Use Only
www.jainelibrary.org