________________
ગાથા-પ૯
૨૬૫ પણ આ રીતે જોઈ શકાતા નથી, તો આંખથી ન જોઈ શકાય એવો અમૂર્ત આત્મા આવા ઉપાય વડે કઈ રીતે જોઈ શકાય? અરણીના લાકડાના ટુકડા કરી તેમાં અગ્નિ ન દેખાય તો શું એમ કહી શકાય કે તેમાં અગ્નિ નથી? જો એમ કહેવામાં આવે તો તે અયથાર્થ ગણાય. તેવી જ રીતે શરીરના ટુકડાઓમાં આત્મા ન દેખાય, તેથી આત્મા નથી એમ માનવું અયથાર્થ ઠરશે. જેમ પરસ્પર ઘસવાથી અરણીમાંથી અગ્નિ ઉત્પન્ન થયેલો જોઈ શકાય છે, તેમ વિશિષ્ટ ઉપાયો દ્વારા આત્માના અસ્તિત્વની પ્રતીતિ થઈ શકે છે. પ્રદેશી રાજા – આત્માના અસ્તિત્વની પ્રતીતિનો કોઈ ઉપાય છે? શરીરમાં આત્મા છે. એ કેવી રીતે સાબિત થઈ શકે? શ્રી કેશી સ્વામી - આ સામેના ઝાડનાં પાંદડાં શાથી હાલે છે? પ્રદેશી રાજા - હવાથી. શ્રી કેશી સ્વામી – એ હવા કેટલી મોટી છે તથા તેનો રંગ કેવો છે? પ્રદેશી રાજા – એ હવા દેખાતી નથી, તેથી હું કેવી રીતે કહી શકું? શ્રી કેશી સ્વામી - હવા દેખાતી નથી, છતાં તે શી રીતે જાણ્યું કે હવા છે? પ્રદેશી રાજા - આ પાંદડાં હલે છે તેના ઉપરથી. શ્રી કેશી સ્વામી - બસ, એ પ્રમાણે શરીરની હાલવા-ચાલવા વગેરે ક્રિયાથી આપણે જાણી શકીએ કે તે શરીરમાં આત્મા છે. (૬) પ્રદેશી રાજા - જો શરીર અને આત્મા જુદાં હોય તો બાળક શા માટે બાણોને ફેંકી શકતો નથી અને યુવાન તેમ કરી શકે છે, માટે તે શક્તિ આત્માની નહીં પણ શરીરની છે અને શરીરના નારા સાથે તેનો પણ નાશ થાય છે. પંચ ભૂતના વિશિષ્ટ સંયોગથી, બોલવા-ચાલવા વગેરેની શક્તિઓ ઉત્પન્ન થાય છે. આ શરીરમાં ચામડી, હાડ વગેરે પૃથ્વીતત્ત્વ છે; આંસુ, મૂત્ર વગેરે જળતત્ત્વ છે; જઠરાગ્નિ વગેરે અગ્નિતત્ત્વ છે; શ્વાસોચ્છવાસ વગેરે વાયુતત્ત્વ છે અને પેટમાં તથા બીજે ક્યાં ખાલી જગ્યા છે તે આકાશતત્ત્વ છે. એ પાંચ ભૂતના સંયોગરૂપ આ દેહ ખાવા-પીવા વગેરેથી પુષ્ટ થાય છે. કોઈ પણ સંયોગ સર્વથા છૂટો પડે છે ત્યારે બોલવા-ચાલવા વગેરેની શક્તિનો નાશ થાય છે. આમ થવાથી તેને મૃત ઘોષિત કરવામાં આવે છે. આ પ્રમાણે ઘણા પ્રયોગોથી અને ઘણા વિચારોથી મેં નિર્ણય કર્યો છે કે આત્મા નથી. શ્રી કેશી સ્વામી - પંચ ભૂતના મળવામાત્રથી બોલવા-ચાલવા વગેરેની શક્તિ ઉત્પન્ન થાય છે એમ માનવું યથાર્થ નથી. જો કોઈ પણ સ્વતંત્ર સચેતન પદાર્થનું અસ્તિત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org