________________
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
વીર્ય, રુધિરાદિ ધાતુરૂપે પરિણમે છે. એ ભોજન, કોઈ ધાતુરૂપ થોડાં અથવા કોઈ ધાતુરૂપ ઘણાં પરમાણુઓરૂપે પરિણમે છે. વળી, અમુક પરમાણુઓનો સંબંધ શરીર સાથે ઘણા કાળ સુધી તથા અમુકનો થોડા કાળ સુધી રહે છે. પરમાણુઓમાં કોઈ તો પોતાનું કાર્ય નીપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે અને કોઈ અલ્પ શક્તિ ધરાવે છે. હવે એમ થવામાં કોઈ ભોજનરૂપ પુદ્ગલપિંડને તો જ્ઞાન નથી કે ‘હું આમ પરિણમું', તેમજ તેને કોઈ અન્ય પણ પરિણમાવનારો નથી; પરંતુ એવા પ્રકારનો જ નિમિત્તનૈમિત્તિક ભાવ હોય છે, જેના વડે એ જ પ્રકારે પરિણમન થાય છે. તેમ કષાય થવાથી યોગદ્વાર વડે ગ્રહણ કરેલો કર્મપુદ્ગલપિડ જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિરૂપ પરિણમે છે. એ કર્મપરમાણુઓમાંથી કોઈ પ્રકૃતિરૂપ થોડાં અથવા કોઈ પ્રકૃતિરૂપ ઘણાં પરમાણુઓ હોય છે. વળી, અમુક પરમાણુઓનો સંબંધ ઘણો કાળ રહે છે તથા અમુકનો થોડો કાળ રહે છે. એ પરમાણુઓમાં કોઈ પોતાનું કાર્ય નીપજાવવાની ઘણી શક્તિ ધરાવે છે, તો કોઈ થોડી શક્તિ ધરાવે છે. આ રીતે પરિણમવામાં કોઈ પુદ્ગલપિંડને તો જ્ઞાન નથી કે ‘હું આમ પરિણમ્', તેમજ અન્ય કોઈ તેને પરિણમાવનારો પણ નથી, પરંતુ એવો જ નિમિત્ત-નૈમિત્તિક ભાવ હોય છે, જે વડે એ જ પ્રકારે પરિણમન થાય છે.
006
જડમાં જાણવાની શક્તિ નથી એવી ધારણાથી જડ કર્મો જીવને ફળ કેવી રીતે આપી શકે એવો પ્રશ્ન ઉદ્ભવે છે, પરંતુ વસ્તુસ્થિતિ તો એ છે કે જડમાં પણ અચિંત્ય શક્તિઓ છે.૧ જડની શક્તિનાં અનેક ઉદાહરણો છે. મરચું જડ છે છતાં જીભ ઉપર મૂકવામાં આવે ત્યારે લાય ઊઠતાં જ આંખમાંથી પાણી નીકળવા માંડે છે અને જીવ અકળાઈ જાય છે. હરડે જડ છે છતાં એને ખાતાં રેચ લાગે છે. બ્રાહ્મીની ગોળી જડ છે છતાં તેના સેવનથી જીવમાં જ્ઞાન વધે છે. ચપ્પુ જડ છે છતાં એની ધારને સ્પર્શ થતાં જ જીવ અરેકારો બોલાવી દે છે. ચશ્મા જડ છે છતાં તે પહેરવાથી નબળી આંખવાળો જીવ સા૨ી ૨ીતે જોઈ શકે છે. એટમબૉંબ જડ છે છતાં અનેક આત્માઓને દેહથી ભિન્ન કરીને મૃત્યુ અર્પે છે. કમ્પ્યૂટર જડ છે છતાં જીવ ન કરી શકે તેવી ઝડપથી ગુણાકારો કરી શકે છે. આવી અચિંત્ય છે જડની શક્તિ!
આજની દુનિયામાં જડની અગાધ શક્તિને ઉપયોગમાં લીધી હોવાથી અનેક સ્વયંસંચાલિત વ્યવસ્થાઓ ચાલી રહી છે. એ વ્યવસ્થા જોઈને સમગ્ર કર્મફળવ્યવસ્થાનું સંચાલન જડ કર્મો સ્વયં જ કરી લે છે એમ માનવામાં કશું અજુગતું લાગતું નથી. જડ એવા કર્મમાં અચિંત્ય શક્તિ રહેલી છે. જીવના વિકારી ભાવોના નિમિત્તથી કર્મરૂપે ૧- જુઓ : પંડિત શ્રી રાજમલજીકૃત, ‘પંચાધ્યાયી', ઉત્તરાર્ધ, શ્લોક ૯૨૬ 'नैवं यतोऽनभिज्ञो ऽसि पुद्गलाचिन्त्यशक्तिषु । प्रतिकर्मप्रकृत्याद्यैर्नानारूपासु
વસ્તુતઃ ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org