________________
ગાથા-૫૯
શરીરમાં પોતાનાં પૂર્વનાં પુણ્ય-પાપનાં ફળ ભોગવે છે.
(૨) પ્રદેશી રાજા આત્મા અને શરીર ભિન્ન નથી, તે માટેનું વધુ એક પ્રમાણ સાંભળો. હું રાજસભામાં સિંહાસન ઉપર બેઠો હતો. મંત્રી આદિ પરિવાર બાજુમાં બેઠા હતા. તે વખતે કોટવાળ એક ચોરને પકડીને લાવ્યો. મેં ચોરને લોખંડની પેટીમાં પૂરી દીધો અને તે પેટી ઉપર લોખંડનું મજબૂત ઢાંકણ લગાવી દીધું. તેને ચારે તરફથી મજબૂત રીતે બંધ કરી દીધી અને તેની આસપાસ પહેરેગીરો ગોઠવી દીધા. બીજા દિવસે તે પેટીને ખોલાવીને જોયું તો તે ગુનેગાર મૃત્યુ પામ્યો હતો. તેમાંથી તે ચોરનું મડદું નીકળ્યું. જો આત્મા અને શરીર અલગ હોય તો તે પુરુષનો આત્મા પેટીમાં હોવો જોઈતો હતો, પણ ત્યાં માત્ર શરીર જ હતું. જો તે પેટીમાંથી આત્મા બહાર નીકળ્યો હોય તો તે પેટી તૂટી જવી જોઈએ અથવા તો જ્યાંથી તે બહાર ગયો હોય ત્યાં છિદ્ર પડવું જોઈએ, પરંતુ તે પેટી અકબંધ જ રહી હતી. પેટીમાં કશે પણ એક નાનું છિદ્ર પણ ન હતું. જો છિદ્ર હોત તો એમ માનત કે એ રસ્તાથી આત્મા બહાર નીકળી ગયો હશે, પરંતુ પેટીમાં કશે પણ છિદ્ર હતું જ નહીં. વળી, આત્માને બહાર જતાં પણ કોઈ પહેરેગીરે જોયો ન હતો, માટે મેં નિશ્ચય કર્યો કે આત્મા જેવી કોઈ સ્વતંત્ર વસ્તુ નથી. આત્મા અને શરીર એક જ છે.
શ્રી કેશી સ્વામી લોખંડની પેટીમાં પૂરેલો ચોર મરી ગયો છતાં પેટીને છિદ્ર પડ્યું નહીં, પણ તેથી આત્મા નથી એમ કહી શકાય નહીં; કારણ કે વિશ્વમાં દરેક પદાર્થો એક જ સ્વભાવના નથી હોતા. દરેકના સ્વભાવ જુદા જુદા હોય છે. કેટલાક પદાર્થો સ્વભાવથી જ છિદ્ર, માર્ગ કે દ્વાર વગર કોઈ પણ સ્થળે આવ-જા કરી શકે છે. જેમ કે કાચમાંથી પ્રકાશનાં કિરણો આવ-જા કરે છે તોપણ કાચમાં છિદ્ર પડતું નથી. તને એક અન્ય ઉદાહરણ પણ આપું. તું એમ સમજ કે શિખરના ઘાટના ઘુમ્મટવાળો એક મોટો ઓરડો હોય, જેના દરવાજાઓ પૂર્ણતઃ બંધબેસતા હોય અને તે ચારે તરફથી એવી રીતે બંધ હોય કે તેમાં વાયુ પણ પ્રવેશી ન શકે. તેમાં કોઈ માણસ નગારું લઈને બેસે, બેસીને તેના દરવાજા બંધ કરી દે અને નગારું જોરથી વગાડે તો તે નગારાનો અવાજ બહાર નીકળશે કે નહીં?
હા, બહાર નીકળશે તો ખરો. તે ઓરડામાંથી ઢોલનો અવાજ જરૂર
પ્રદેશી રાજા બહાર આવશે.
શ્રી કેશી સ્વામી એ ઓરડામાં કોઈ છિદ્ર છે?
-
Jain Education International
૨૬૧
પ્રદેશી રાજા ના, એ ઓરડામાં કોઈ છિદ્ર નથી. એક નાનું છિદ્ર પણ નથી.
શ્રી કેશી સ્વામી હે રાજન! જેવી રીતે એ છિદ્રરહિત ઓરડામાંથી અવાજ બહાર
For Private & Personal Use Only
www.jainelibrary.org