________________
૨૬૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન
નીકળી શકે છે, તેવી જ રીતે છિદ્રરહિત પેટીમાંથી આત્મા પણ બહાર નીકળી શકે છે. ઓરડામાં બેસી કોઈ જોરથી નગારું વગાડે તો તેનો અવાજ બહાર સંભળાય છે છતાં ઓરડામાં છિદ્ર નથી પડતું. એ બતાવે છે કે પ્રગટ સ્પર્શવાળા પદાર્થો અન્ય એવા બીજા પ્રગટ સ્પર્શવાળા પદાર્થોમાંથી પસાર થઈ શકતા નથી, પરંતુ તે સિવાયના અન્ય પદાર્થો ગમે તે સ્થળે જઈ શકે છે. આત્મા તો તદ્દન સ્પર્શ વગરનો પદાર્થ છે. તે દ્વાર કે છિદ્ર વગર ગમે ત્યાં આવ-જા કરે તેમાં આશ્ચર્ય શું છે? આત્મા સર્વત્ર અનિરુદ્ધ ગતિની શક્તિવાળો છે. ધાતુ, પથ્થર, ભીંત, પહાડ આદિ સર્વને ભેદીને જતા રહેવાનું સામર્થ્ય આત્મામાં છે, તેથી તેને કશે પણ બંધ કરી દેવામાં આવે તો પણ તે બહાર નીકળી શકે છે. (૩) પ્રદેશી રાજા - આત્મા અને શરીર અલગ નથી એ મારી ધારણાને સમર્થન કરવાવાળો અન્ય પ્રયોગ સાંભળો. એક વાર મારો કોટવાળ એક ચોરને પકડીને લાવ્યો. મેં તેને મારીને લોખંડની કોઠીમાં બંધ કરી દીધો. તેની ઉપર મજબૂત ઢાંકણું લગાવી દીધું. તેને કોઠીમાં પૂરી, તે કોઠી ચારે તરફથી સજ્જડ બંધ કરી દીધી. તેને પૂર્ણ રીતે બંધ કરી તેના ઉપર ચોકી બેસાડી દીધી. થોડા દિવસો પછી તે કોઠીને ઉઘાડીને જોતાં ચોરના મૃતક શરીરમાં કીડાઓ ખદબદતા જોવા મળ્યા. તેના શરીરમાં અસંખ્ય કીડાઓ પડી ગયા હતા, તો તે કીડાઓ બંધ કોઠીમાં શી રીતે આવ્યા? તે કોઠીમાં કશેથી પણ પ્રવેશવાની જગ્યા ન હતી, તોપણ તેમાં આટલા કીડાઓ ક્યાંથી આવી ગયા? એ પેટીમાં કશે પણ રાઈ જેટલું પણ કાણું ન હતું. છતાં એટલા બધા કીડાઓ તેમાં ક્યાંથી પેસી ગયા? તેથી મેં નક્કી કર્યું કે તે મૃતક શરીરમાંથી જ એ બધા નીપજ્યા હોવા જોઈએ, કારણ કે શરીર અને આત્મા એક જ છે. શરીર અને આત્મા જુદાં જુદાં હોય તો એ પેટીમાં જોયેલા કીડાઓ બહારથી કોઠીમાં કઈ રીતે આવી શકે? શ્રી કેશી સ્વામી - તે ક્યારે પણ તપાવેલો લોખંડનો ગોળો જોયો છે? અથવા તે ક્યારે પણ લોખંડને તપાવ્યું છે? પ્રદેશી રાજા – હા, મેં તપાવેલું લોખંડ જોયું પણ છે અને સ્વયં તપાવ્યું પણ છે. શ્રી કેશી સ્વામી - જેમાં રાઈ જેટલાં પણ કાણાં ન હોય એવો એક લોખંડનો ગોળો અગ્નિમાં નાખો તો થોડી વારમાં તે છિદ્રરહિત લોખંડનો ગોળો અગ્નિમય બને છે કે નહીં? એ નક્કર લોખંડમાં અગ્નિ પ્રવેશી શકે છે કે નહીં? તપેલું લોખંડ લાલ થઈ જાય છે કે નહીં? પ્રદેશી રાજા – હા, લોખંડના ગોળામાં એક પણ કાણું ન હોવા છતાં તેમાં અગ્નિ પ્રવેશી શકે છે. તપાવેલા લોખંડના ગોળામાં બધી બાજુથી અગ્નિ પ્રવેશ કરે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org