________________
૨૮૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
થતો નથી. જો આત્મા એક પછી એક ભિન્ન ભિન્ન શરીર ધારણ કરતો હોય તો તેને પોતાના પૂર્વજન્મોના અનુભવ યાદ રહેવા જોઈએ. જો આત્મા ભવાંતરગામી હોય તો જે પ્રકારે માનવીને પોતાની સ્વપ્નાવસ્થાના અનુભવો જાગૃતાવસ્થામાં યાદ રહે છે, તે પ્રકારે આત્માને પોતાના પૂર્વજન્મોના અનુભવ યાદ રહેવા જોઈએ; પરંતુ પૂર્વજન્મોના અનુભવ યાદ રહેતા નથી. તેથી એમ માનવું ઘટે છે કે આત્મા ભવાંતરમાં ગમન કરતો નથી. આત્માના પૂર્વજન્મ કે પુનર્જન્મ નથી.
આ પ્રમાણે ચાર્વાકમતના પ્રભાવથી આત્માના નિત્યપણાની શંકા કરતાં શિષ્ય કહે છે કે આત્માની દેહના સંયોગે ઉત્પત્તિ થાય છે અને દેહના વિયોગે તેનો નાશ થાય છે. શરીરની ઉત્પત્તિ પહેલાં આત્માનું અસ્તિત્વ જણાતું નથી અને શરીરનો સંબંધ છૂટ્યા પછી પણ તેનું અસ્તિત્વ જણાતું નથી. શરીરની સ્થિતિ પર્યંત જ આત્માનું અસ્તિત્વ જણાય છે, તેથી આત્મા ત્રણે કાળ સ્થિર રહેનાર નિત્ય પદાર્થ નથી. આમ, આત્મા અસ્તિત્વરૂપ છે, પણ નિત્ય અસ્તિત્વરૂપ છે કે નહીં? એવી શંકા શિષ્યના મનમાં જાગી છે. તે આત્માના નિત્યત્વ વિષે યોગ્ય નિર્ણય કરી શકતો નથી, તેથી તે પોતાની મૂંઝવણ શ્રીગુરુ આગળ રજૂ કરી યથાર્થ તત્ત્વનિર્ણય કરાવવા વિનંતી કરે છે.
આ ગાથાની પાદપૂર્તિ કરતાં શ્રી ગિરધરભાઈ લખે છે
‘બીજી શંકા થાય ત્યાં, કારણ પામી એમ; દિવસ જતાં પાછાં કદી, નથી આવતા તેમ. મુવા પછી દેખાય ના, માટે સમજું એમ હું,
આત્મા નહિ અવિનાશ; કારણ પામી ખાસ. જન્મથી આજ લગી બધો, અનુભવ તનની સાથ; દેહયોગથી ઊપજે, ત્યજે નહીં સંગાથ. જ્યારે દેહ ઢળી પડે, છેલ્લે શ્વાસોશ્વાસ; ત્યારે તેથી જીવનો, દેહવિયોગે નાશ.'
૧
૧- ‘રાજરત્ન પૂ. શ્રી અંબાલાલભાઈ', પૃ.૨૨૮ (શ્રી ગિરધરભાઈરચિત, ‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની પાદપૂર્તિ', ગાથા ૨૩૭-૨૪૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org