________________
ગાથા-૬૦
૨૮૫
જાણનારની ઉત્પત્તિ થાય છે અને દેહના નાશથી જાણનારનો અંત આવે છે, માટે ‘આત્મા નિત્ય છે' એ માન્યતા મિથ્યા છે. આત્મા જન્ય અને લય પામનાર તત્ત્વ છે; તે નિત્ય સત્તા નથી. ડૉ. ભગવાનદાસ મહેતા શિષ્યની શંકાને નીચેના શબ્દોમાં રજુ કરે છે –
આત્મા છે - આત્મા “સત્' અસ્તિત્વરૂપ વસ્તુ છે એમ “સના અસ્તિત્વ હોવાપણાના અર્થમાં મને પ્રતીતિ થઈ, પણ તે અસ્તિત્વરૂપ “સ”ના નિત્યત્વરૂપ અર્થ અંગે મને શંકા છે. અપ્રશ્રુત - અનુત્પન્નરૂપ સ્થિર એકરૂપ તે “સત્' એમ સની વ્યાખ્યા કરવામાં આવી હોય તો તે અર્થમાં “સત્ સ્વરૂપ હું માની શકતો નથી, અર્થાત્ આત્મા “સત’ છે પણ નિત્ય નથી એવી બીજી શંકા મને ઉત્પન્ન થાય છે. કાયાકારપરિણત શરીરના જન્મ સાથે આત્માનો જન્મ થાય છે અને તે શરીરના નાશ સાથે આત્માનો પણ નાશ થાય છે, એટલે શરીરની જેટલી સ્થિતિ હોય તેટલી મર્યાદિત આત્માની સ્થિતિ હોય છે.”
આત્મા નિત્ય છે એ વિષે પોતાની શંકા વ્યક્ત કરતાં શિષ્ય શ્રીગુરુને જણાવે છે કે આત્મા દેહની સાથે ઉત્પન્ન થતું અને દેહની સાથે નાશ પામતું તત્ત્વ છે. જ્યારે
જ્યારે દેહનો સંયોગ થાય છે ત્યારે ત્યારે આત્મા ઉત્પન્ન થાય છે અને જ્યારે જ્યારે દેહનો વિયોગ થાય છે ત્યારે ત્યારે આત્મા વિનાશ પામે છે. જેમ વીજળીની ચાંપ દબાવીએ ત્યારે બલ્બ ચાલુ થાય છે અને ચાંપ બંધ કરીએ એટલે તે બંધ થાય છે. બલ્બ શરૂ થાય ત્યારે તેમાંથી રેલાતો પ્રકાશ બીજે કશેથી આવતો નથી અને તે બંધ થાય ત્યારે તે કશે પણ જતો નથી. તે ત્યાં જ પૂર્ણ થઈ જાય છે. આગળ કે પાછળ તેની કોઈ સ્થિતિ હોતી નથી. તેમ આત્મા પણ દેહના સંયોગ-વિયોગે ઉત્પાદ-વિનાશ પામે છે. દેહના અસ્તિત્વની આગળ કે પાછળની અવસ્થામાં તેની કોઈ સ્થિતિ નથી.
ચૈતન્ય ફક્ત શરીરમાં જ દેખાય છે. શરીર વગર ચૈતન્ય બીજે કશે પણ જોવા મળતું નથી, તેથી ચૈતન્યની વિદ્યમાનતા શરીર સાથે સંબંધિત છે. માત્ર શરીરમાં જ ચૈતન્ય જોવા મળતું હોવાથી તેનો આશ્રય શરીર જ છે એમ સિદ્ધ થાય છે. ચૈતન્યની ઉત્પત્તિનું સ્થાન દેહ છે. શરીરનો નાશ થતાં તેનો પણ નાશ થઈ જાય છે. જીવનની ધારા ગર્ભથી લઈને મરણ પર્યત જ ચાલે છે. તાત્પર્ય એ છે કે આત્મા દેહની સાથે જ ઉત્પન્ન થાય છે અને મૃત્યુ પછી તેનું કોઈ અસ્તિત્વ નથી રહેતું, તેથી આત્મા નિત્ય નથી.
આત્મા અનિત્ય સિદ્ધ થતો હોવાથી પૂર્વજન્મ, પુનર્જન્મ ઇત્યાદિને માનવાની કોઈ જરૂર રહેતી નથી. શરીર પછી આત્માની સ્થિતિ નહીં હોવાથી તેનો શરીરહેતરમાં જન્મ ૧- ડૉ. ભગવાનદાસ મહેતા, ‘રાજજ્યોતિ મહાભાષ્ય', પૃ. ૨૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org