________________
lષાર્થ
ગાથા-૬૭
૩૬૩ તે અહીંથી મરીને બીજે જન્મ લેશે એમ નિશ્ચિત થાય છે, તેથી જન્મ-મરણ તો દેહનાં થયાં અને આત્મા તો તે સર્વમાંથી પસાર થતો ત્રિકાળ નિત્ય જ રહે છે એમ સિદ્ધ થાય છે.
જગતના બધા જીવોમાં જન્મની સાથે અમુક સંજ્ઞા વિશેષ પ્રમાણમાં જોવા વિશે
અપાય] મળે છે. કોઈ જીવમાં જન્મની સાથે જ ક્રોધનું વિશેષપણું દેખાય છે, તો કોઈમાં શાંતપણું વિશેષ દેખાય છે; કોઈમાં માન પ્રકૃતિ વિશેષ દેખાય છે, તો કોઈમાં નમપણું વિશેષ દેખાય છે; કોઈમાં કપટપણું વિશેષ દેખાય છે, તો કોઈમાં સરળપણું વિશેષ દેખાય છે; કોઈમાં લોભીપણું વિશેષ દેખાય છે, તો કોઈમાં સંતોષીપણું વિશેષ દેખાય છે; કોઈમાં આહારસંજ્ઞાનું અધિકપણું જોવા મળે છે, તો કોઈમાં આહાર વિષેની લોલુપતા અત્યંત મંદપણે દેખાય છે; કોઈમાં ભયસંજ્ઞાનું વિશેષપણું દેખાય છે, તો કોઈમાં નિર્ભયતાનું અધિકપણું જણાય છે; કોઈમાં મૈથુનસંજ્ઞાનું ઉગ્રપણું દેખાય છે, તો કોઈમાં વૈરાગ્યાદિ ભાવ વિશેષ જણાય છે; કોઈમાં નિદ્રાસંજ્ઞાનું ઉત્કૃષ્ટપણું જણાય છે, તો કોઈમાં જાગરૂકતા વિશેષ જણાય છે. વળી, જેમ ક્રોધાદિ દોષોનું ન્યૂનાધિકપણું જોવા મળે છે, તેમ જ્ઞાનાદિ ગુણોનું પણ ન્યૂનાધિકપણું જોવા મળે છે. જન્મથી જ કોઈમાં મંદ ક્ષયોપશમ દેખાય છે તો કોઈમાં તીવ્ર ક્ષયોપશમ દેખાય છે.
આમ, અનેક પ્રકારે જીવમાં અમુક પ્રકૃતિનું તરતમપણું, અર્થાત્ જૂનાધિકપણું જન્મતાંની સાથે જણાય છે. આનું કારણ શું? વર્તમાન દેહમાં તો તે તે પ્રકૃતિઓનો અભ્યાસ કર્યો ન હોવા છતાં તે તે સંજ્ઞાઓનું ન્યૂનાધિકપણું સ્પષ્ટ જણાઈ આવે છે, તો તે પ્રકૃતિઓ આવી ક્યાંથી? તેનો ઉત્તર છે પૂર્વજન્મનો સંસ્કાર. અમુક પ્રકૃતિની જૂનાધિકતા તેના પૂર્વજન્મના સંસ્કારોને સ્પષ્ટપણે સિદ્ધ કરે છે. આ જન્મમાં તો તેને તેવો અભ્યાસ નથી, એટલે તે પૂર્વજન્મનો જ અભ્યાસ છે એમ નક્કી થાય છે. પૂર્વજન્મમાં જીવે છે જે પ્રકૃતિનો અભ્યાસ કર્યો હોય છે, તે તે પ્રકૃતિના સંસ્કાર તેના આત્મામાં પડ્યા હોય છે. પૂર્વનો ચાલ્યો આવતો સંસ્કાર જીવના વર્તમાન જન્મમાં ઉદય પામી તેના સ્વભાવરૂપ - પ્રકૃતિરૂપ બને છે.
પૂર્વજન્મના સંસ્કાર ન હોય તો જીવો વચ્ચે જે વૈચિત્ર દેખાય છે તે કઈ રીતે ઘટી શકે? કારણ વિના કાર્ય કદી સંભવે નહીં. સંસારમાં વૈચિત્ર પ્રત્યક્ષ છે તો તેમાં કારણભૂત એવા પૂર્વસંસ્કાર પણ પ્રત્યક્ષ છે. વાદળાં જોઈને કહેવામાં આવે છે કે વરસાદ આવશે, તો ત્યાં કારણ ઉપરથી કાર્યનું અનુમાન થાય છે; ધુમાડો દેખાય તો ત્યાં અગ્નિ છે એમ અનુમાન થાય છે, તો ત્યાં કાર્ય ઉપરથી કારણનું અનુમાન છે. જેમ કારણને જોઈને કાર્યનું અનુમાન થઈ શકે છે, તેમ કાર્યને જોઈને પણ કારણનું અનુમાન થઈ શકે છે. આમ, જીવોમાં અમુક પ્રકૃતિની તરતમતારૂપ કાર્ય ઉપરથી પૂર્વજન્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org