________________
૩૬૨
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન કદાપિ એમ કહીએ કે ગર્ભમાં વીર્ય-રેતના ગુણના યોગથી તે તે પ્રકારના ગુણો ઉત્પન્ન થાય છે, પણ તેમાં પૂર્વજન્મ કંઈ કારણભૂત નથી; એ કહેવું પણ યથાર્થ નથી. જે માબાપો કામને વિષે વિશેષ પ્રીતિવાળાં જોવામાં આવે છે, તેના પુત્રો પરમ વીતરાગ જેવા બાળપણાથી જ જોવામાં આવે છે; વળી જે માબાપોમાં ક્રોધનું વિશેષપણું જોવામાં આવે છે, તેની સંતતિમાં સમતાનું વિશેષપણું દષ્ટિગોચર થાય છે, તે શી રીતે થાય? વળી તે વીર્ય-રેતના તેવા ગુણો સંભવતા નથી, કેમકે તે વીર્યરેત પોતે ચેતન નથી, તેમાં ચેતન સંચરે છે, એટલે દેહ ધારણ કરે છે; એથી કરીને વીર્ય-રેતને આશ્રયે ક્રોધાદિ ભાવ ગણી શકાય નહીં, ચેતન વિના કોઈ પણ
સ્થળે તેવા ભાવો અનુભવમાં આવતા નથી. માત્ર તે ચેતનાશ્રિત છે, એટલે વીર્યરેતના ગુણો નથી; જેથી તેના ન્યૂનાધિકે કરી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું મુખ્યપણે થઈ શકવા યોગ્ય નથી. ચેતનના ઓછા અધિકા પ્રયોગથી ક્રોધાદિનું ન્યૂનાધિકપણું થાય છે, જેથી ગર્ભના વીર્ય-રેતનો ગુણ નહીં, પણ ચેતનનો તે ગુણને આશ્રય છે; અને તે ન્યૂનાધિકપણું તે ચેતનના પૂર્વના અભ્યાસથી જ સંભવે છે, કેમકે કારણ વિના કાર્યની ઉત્પત્તિ ન થાય. ચેતનનો પૂર્વપ્રયોગ તથાપ્રકાર હોય, તો તે સંસ્કાર વર્તે; જેથી આ દેહાદિ પ્રથમના સંસ્કારોનો અનુભવ થાય છે, અને તે સંસ્કારો પૂર્વજન્મ સિદ્ધ કરે છે, અને પૂર્વજન્મની સિદ્ધિથી આત્માની નિત્યતા સહજે સિદ્ધ થાય છે. (૬૭)
| આત્મા નિત્ય છે એ સિદ્ધાંત આ ગાથામાં અનુમાન પ્રમાણ દ્વારા સિદ્ધ ભાવાર્થ
કરવામાં આવ્યો છે. અનુમાન હંમેશાં પ્રત્યક્ષના આધારે જ હોય છે. જેમ કે ધુમાડો જોતાં અગ્નિ હોવાનું અનુમાન થાય છે, કારણ કે ધુમાડો હોય ત્યાં અગ્નિ હંમેશાં હોય જ છે. તેવી રીતે આ ગાથામાં જગતમાં પ્રત્યક્ષ દેખાતી વિચિત્રતાના આધારે આત્માના ત્રિકાળવતપણાનું અનુમાન કરી આત્માની નિત્યતા સિદ્ધ કરી છે. જેમ કે સર્પમાં ક્રોધની પ્રકૃતિ વધારે હોય છે. જન્મ થતાં જ હજુ સર્પદેહે કોઈની સાથે કોઈ અણગમતો પ્રસંગ બન્યો ન હોવા છતાં બીજાને ડંખ મારવાની ક્રોધની વૃત્તિ તેનામાં જોવા મળે છે. તેમ થવાનું કારણ પૂર્વજન્મના સંસ્કાર જ સંભવે છે અને પૂર્વજીવનની સિદ્ધિ થતાં આત્માની નિત્યતા સિદ્ધ થાય છે.
સર્પાદિમાં ક્રોધાદિની વિશેષતાઓ જન્મ થતાંની સાથે જોવા મળતી હોવાથી ફલિત થાય છે કે જીવે પૂર્વે કરેલા અભ્યાસના ફળરૂપે તે વિશેષતાઓ તેનામાં છે, કારણ કે વર્તમાન દેહે તો તથારૂપ અભ્યાસ કર્યો નથી. તે સંસ્કાર તે જીવના આગલા જન્મથી જ ચાલ્યો આવ્યો હોવો જોઈએ. જેમ તે બીજેથી મરીને અહીં જન્મ્યો છે, તેમ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ.૫૪૨-૫૪૩ (પ્રસ્તુત ગાથા ઉપર શ્રીમદે પોતે કરેલું વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org