________________
૧૬૮
શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર’ - વિવેચન
સમર્થ નથી. આચાર્યશ્રી હરિભદ્રસૂરિજી ‘શાસ્ત્રવાર્તાસમુચ્ચય'માં લખે છે કે નાસ્તિકવાદીઓના મત અનુસાર પ્રાણવાયુ હોય ત્યારે ચૈતન્ય હોય છે અને પ્રાણવાયુ ન હોય ત્યારે ચૈતન્ય હોતું નથી; માટે ચૈતન્યની સાથે પ્રાણવાયુ અન્વય-વ્યતિરેક હોવાથી ચૈતન્ય પ્રત્યે પ્રાણવાયુ કારણ છે. આ વાત યોગ્ય નથી. પ્રાણવાયુ જ્યારે હોય ત્યારે ચૈતન્ય હોય જ' એવો નિયમ હોઈ શકતો નથી, કારણ કે મૃતદેહની અંદર નળીથી પ્રાણવાયુ પૂરવામાં આવે તો પણ ચૈતન્ય દેખાતું નથી.'
જો પ્રાણવાયુના આધારે જીવન ટકાવી શકાતું હોત તો તો ઑક્સિજનના બાટલાઓના આધારે માણસને જીવતો રાખી શકાત. આ પ્રમાણે ઉપચાર થઈ શકતો હોત તો કોઈ મૃત્યુ જ ન પામત. જો પ્રાણવાયુ જ જીવનનો એકમાત્ર આધાર હોત તો કોઈ પણ વ્યક્તિ મરત જ નહીં. જો જીવન માટે માત્ર પ્રાણવાયુની જ આવશ્યકતા રહેતી હોત તો સમાજમાં કોઈ પણ મરવા ન પામત. આ જગતમાં એક પણ વ્યક્તિ મૃત્યુ ન પામત. બીજાને તો ઠીક પણ દુનિયાના મહાન લોકોને તો મૃત્યુથી મુક્તિ મળી જ જાત. પરંતુ રોજ હજારો માણસો મરે છે અને મહાનુભાવો પણ મરે જ છે. જેમને સિલિંડર માંથી નળી દ્વારા કસિજન આપવાનો ચાલુ હોય છે, તેઓ પણ મરતાં જોવા મળે છે. પ્રાણવાયુ જ જીવનનો આધાર હોત તો નળી દ્વારા જેને પ્રાણવાયુ મળવાનો સતત ચાલુ હોય તે તો મરત જ નહીં. પ્રાણવાયુ હોવા છતાં પણ જે જન્મે છે તે બધા મરે પણ છે જ. આના ઉપરથી એટલું જ સમજવાનું છે કે આત્મા છે ત્યાં સુધી જ જીવન રહે છે. આત્મા ચાલ્યો જતાં કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રાણી જીવિત રહી શકતું નથી.
આત્મા હોય તો જ જીવન ટકે છે, આત્મા જતો રહે તો ઑક્સિજનના બાટલાઓના આધારે પણ જીવન ટકતું નથી. આત્મા વિના શ્વાસોચ્છવાસની પ્રવૃત્તિ ચાલતી નથી. આત્માની સત્તા હોય ત્યાં સુધી જ શ્વાસની પ્રવૃત્તિ છે. શ્વાસની પ્રવૃત્તિ તો માત્ર દેહમાં આત્મા હોવાની નિશાની છે, શ્વાસોચ્છવાસરૂપ પ્રાણ એ આત્મા નથી. પ્રાણ અને આત્મા તદન ભિન્ન છે. પ્રાણ અને આત્માનું ભિન્નપણું સમજવાને બદલે તે બન્નેને એક માનવાની ભૂલ અજ્ઞાની કરી બેસે છે.
આમ, આ ગાથામાં શ્રીગુરુ સ્પષ્ટપણે સમજાવે છે કે આત્મા સાથે સંયોગ હોય ત્યાં સુધી દેહ, ઇન્દ્રિય અને પ્રાણ પોતપોતાની પ્રવૃત્તિ કરી શકે છે. આત્માની સત્તા વડે જ તે સર્વ પ્રવર્તે છે. આત્માની સત્તા ન હોય તો તે નિષ્ક્રિય પડ્યાં રહે છે. આત્મા અને દેહાદિ એક નથી ઠરતાં, પણ ભિન્ન વસ્તુઓ ઠરે છે. આત્મા દેહ, ઇન્દ્રિય ૧- જુઓ : આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીકૃત, શાસ્ત્રવાર્તાસમુચ્ચય', શ્લોક ૬૯
'तेन तदभावभावित्वं न भूयो नलिकादिना । संपादितेऽप्यतत्सिद्धेः सोऽन्य एवेति चेद न तत् ।।'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org