________________
ગાથા-પ૩
૧૬૯ કે પ્રાણથી ભિન્ન વસ્તુ છે, માટે તે ત્રણેથી ભિન્ન કોઈ આત્મા જેવો પદાર્થ નથી એમ માનવું મિથ્થા સાબિત થાય છે. શ્રી સહજાનંદઘનજી લખે છે –
હું કોણ? તું છો સિદ્ધ સમ, સત્તામયી આભા અહો! શું દેહ હું? ના દેહ બલ્બથી, ભિન્ન તું વીજળી સમો; શું ઇન્દ્રી હું? ના ઇન્દ્રિયો, છે ગોખ દેહમકાનના, શાથી કહો? કહું અનુભવે, શબને તું જે સ્મશાનમાં. શું પ્રાણ હું? ના પ્રાણ જડ, જાણે ન ગાઢ સુષુપ્તિમાં,
અન્તઃકરણ હું? ના તેહનો તું, છો જ પ્રેરક આતમા;૧ આત્મા દેહ, ઇન્દ્રિય અને પ્રાણથી ભિન્ન છે, છતાં પણ તેની સાથેના નિરંતર સંયોગના કારણે જીવને તેની ભિન્નતા ભાસતી નથી. દેહ આત્માથી ભિન્ન છે, પરંતુ સંસારી અવસ્થામાં તે બન્ને ભેગા રહે છે. જ્યાં જ્યાં સંસારી આત્મા હોય છે, ત્યાં ત્યાં દેહ પણ હોય જ છે. સંસારી આત્મા દેહમાં રહે છે. અનાદિથી ચાલી આવતી સંસારી અવસ્થામાં આત્મા અને દેહ બન્ને એકત્ર રહ્યા હોવાથી જીવને અજ્ઞાનના કારણે દેહ અને આત્મા એક લાગે છે. જીવ દેહને આત્મા માની લે છે, પરંતુ વાસ્તવમાં દેહ એ આત્મા નથી. તે બને તદ્દન જુદાં દ્રવ્યો છે.
દરેક સંસારી આત્માને દેહ હોય છે અને તે દેહને ઇન્દ્રિય પણ હોય જ છે. જ્યાં જ્યાં સંસારમાં આત્મા છે ત્યાં ત્યાં ઇન્દ્રિય સહિત જ છે. સંસારી આત્મા ઇન્દ્રિય વિના રહી શકતો નથી. જીવને ઓછી-વધારે ઇન્દ્રિયો હોઈ શકે, એટલે કે કોઈને એક, કોઈને બે, કોઈને ત્રણ, કોઈને ચાર અને કોઈને પાંચ એમ ઓછીવત્તી ઇન્દ્રિયો હોય છે; પરંતુ કોઈ પણ સંસારી જીવ ઇન્દ્રિયરહિત હોય એ સંભવ નથી. તેની જ્ઞાનપ્રવૃત્તિ આ ઇન્દ્રિયો દ્વારા થાય છે, તેથી અજ્ઞાનના કારણે તેને ઇન્દ્રિયો જ જ્ઞાનધારક તત્ત્વ લાગે છે. તેને ઇન્દ્રિયો જ આત્મા છે એમ લાગે છે, પરંતુ વાસ્તવમાં ઇન્દ્રિય અને જ્ઞાનધારક આત્મા એ બન્ને પૃથક્ વસ્તુઓ છે.
સંસારમાં જ્યાં જ્યાં આત્મા રહે છે ત્યાં ત્યાં શ્વાસોચ્છવાસની પ્રવૃત્તિ પણ જોવા મળે છે. એવો એક પણ જીવ આ સંસારમાં નથી કે જે પ્રાણ વિનાનો હોય. એમ બનવું સંભવિત જ નથી, તેથી અજ્ઞાનના કારણે જીવ શ્વાસોચ્છવાસરૂપ પ્રાણને આત્મા માનવાની ભૂલ કરી બેસે છે. તેને લાગે છે કે પ્રાણ જ આત્મા છે અને પ્રાણથી જુદું આત્મા નામનું કોઈ દ્રવ્ય નથી. તેને આત્મા પકડમાં આવતો નથી. જીવ ભલે પ્રાણ અને આત્માને એક સમજી લે, પણ વાસ્તવમાં તે બન્ને ભિન્ન વસ્તુઓ છે. ૧- શ્રી સહજાનંદઘનજીરચિત, પદ ૭૨ (‘સહજાનંદસુધા', પૃ.૯૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org