________________
૧૭)
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' - વિવેચન આમ, આત્મા દેહ, ઇન્દ્રિય અને શ્વાસોચ્છવાસરૂપ પ્રાણથી ભિન્ન છે. અજ્ઞાનતાના કારણે એક ભાસે છે પણ તે એક નથી. ઇન્દ્રિય અને પ્રાણ તે દેહના જ અંગભૂત હોવાથી તે સર્વ દેહમાં જ સમાવેશ પામે છે. દેહ, ઇન્દ્રિય અને પ્રાણ તે સર્વ એક દેહરૂપ જ છે, માટે સંક્ષેપમાં એમ કહી શકાય છે કે દેહ અને આત્મા એ બન્ને ભિન્ન છે, બન્ને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા પદાર્થ છે. જેમ મહેલમાં રહેવાવાળો અને મહેલ એક નથી, તેમ દેહમાં રહેવાવાળો આત્મા અને દેહ એક નથી.
દેહમાં જ્યાં સુધી આત્મા રહે છે ત્યાં સુધી જ સુખ-દુઃખનો અનુભવ થાય છે. આત્મા ચાલ્યો જાય છે પછી દેહમાં સુખ-દુ:ખનો અનુભવ થતો નથી. દેહમાંથી આત્મા નીકળી જાય છે પછી તે દેહને પૂજવામાં આવે કે બાળવામાં આવે, તેને સુખ-દુ:ખનું કોઈ વેદન થતું નથી, કારણ કે દેહમાં જ્ઞાન ગુણ નથી. તે તો અચેતન પદાર્થ છે. સુખ-દુ:ખનું સંવેદન એકમાત્ર આત્માને જ થાય છે. દેહમાંથી આત્મા નીકળી જતાં જ દેહ સડવા લાગે છે. તે વિકૃત થઈ જાય છે. આત્મા ન હોય તો દેહ ગંધાય છે. તેને અગ્નિમાં બાળી નાખવામાં આવે છે. દેહ અગ્નિમાં બળી રાખ થઈ જાય છે. વ્યક્તિ મરે એટલે તુરંત લોકો મરણોત્તર ક્રિયાની તૈયારીમાં લાગી જાય છે. આત્મા જે ક્ષણે દેહને છોડીને નીકળી જાય છે, તે ક્ષણ પછી તે દેહની કોઈ કિંમત રહેતી નથી. જેમ એકડા વિનાના મીંડાની કોઈ કિંમત નથી, તેમ આત્મા વિનાના દેહની કોઈ કિંમત નથી. દેહમાં આત્મા હોય તો જ દેહની કિંમત છે.
વૃક્ષાદિની સુંદરતા પણ આત્માના કારણે જ છે. તેને તોડવાથી તેમાંથી આત્મા નીકળી જાય છે, તેથી તેની સુંદરતા જતી રહે છે. વૃક્ષ આદિ સુંદર દેખાય છે, તે બધી સુંદરતાનું મૂળ આત્મા છે. જેના કારણે બધું રમણીય દેખાય છે, તેનું કારણ આત્મતત્ત્વ જ છે. પ્રત્યેક પ્રાણીના દેહની જે શોભા છે, તે તેનામાં રહેલા આત્માના અસ્તિત્વના કારણે છે. રમણીયતા એ આત્માનો સ્વભાવ છે. આત્મામાં રમતા' ગુણ છે. શ્રીમદ્ લખે છે -
‘પશુ, પક્ષી, મનુષ્યાદિ દેહને વિષે, વૃક્ષાદિને વિષે જે કંઈ રમણીયપણું જણાય છે, અથવા જેના વડે તે સર્વ પ્રગટ ફુર્તિવાળાં જણાય છે, પ્રગટ સુંદરપણા સમેત લાગે છે, તે રમતા, રમણીયપણું છે લક્ષણ જેનું તે જીવ નામનો પદાર્થ છે. જેના વિદ્યમાનપણા વિના આખું જગત શૂન્યવત્ સંભવે છે, એવું રમ્યપણું જેને વિષે છે, તે લક્ષણ જેને વિષે ઘટે તે જીવ છે.'
વ્યાવહારિક દૃષ્ટિએ વિચારતાં પણ દેહ અને આત્માનો ભેદ સમજી શકાય છે. વ્યવહારમાં મૃત્યુ પ્રસંગે એમ બોલાય છે કે “જીવ ગયો', તે મરી ગયો', હવે જીવ ૧- શ્રીમદ્ રાજચંદ્ર', છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૩૬૮ (પત્રાંક-૪૩૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org