________________
ગાથા-પ૩
૧૭૧
નથી રહ્યો. આ વ્યવહારપ્રસિદ્ધ વાક્યોનો પ્રયોગ બતાવે છે કે દેહ અને આત્મા જુદાં છે. દેહ તો ત્યાં જ છે, તેમાંથી આત્મા નીકળી ગયો છે. માટે જ આવો ભાષાકીય વ્યવહાર કરાય છે. આત્મા જેવો પદાર્થ જ જો ન હોય તો એવું શા માટે બોલાય કે ‘જીવ ગયો? ‘જીવ જાય છે', ‘હવે જીવ ગયો’, ‘હવે તો જીવ વગરનું ફક્ત મડદું જ છે' એવો ભાષાકીય વ્યવહાર મૃત્યુ પ્રસંગે થાય છે. મૃત્યુ પ્રસંગે ક્યારે પણ, કોઈના પણ મોઢે એવું સાંભળવામાં નથી આવતું કે “દેહ ગયો, ‘જીવ નથી ગયો, દેહ ગયો એમ કોઈ બોલતું નથી. આત્માને ન માનનાર વ્યક્તિ પણ ‘દેહ ગયો' એમ નથી બોલતી. આમ, ભાષાકીય વ્યવહાર વડે સાબિત થાય છે કે આત્મા છે. ‘જીવ ગયો વગેરે વાક્યો એ હકીકતનો નિર્દેશ કરે છે કે જે આવ્યો હતો તે ગયો. જે દેહમાં આવે છે તે જ દેહમાંથી જાય છે. જે દેહને ગ્રહણ કરે છે, તે જ દેહને છોડે છે. આમ, ભાષાકીય વ્યવહાર પણ દેહથી ભિન્ન અને દેહને જીવંત રાખનાર એવા આત્મતત્ત્વની પ્રતીતિ કરાવે છે.
વળી, કાર્ય-કારણના અનુમાનથી પણ આત્માની સિદ્ધિ થાય છે. એક આત્મસાધક અનુમાનપ્રયોગ આ પ્રમાણે કરી શકાય. દેહનો કોઈ કર્તા હોવો જોઈએ, કારણ કે તેનો ઘડાની જેમ સાદિ એવો ચોક્કસ એક આકાર છે. જેનો સાદિ એવો પ્રતિનિયત આકાર નથી હોતો તેનો કોઈ કર્તા પણ નથી હોતો, જેમ કે વાદળ. મેરુ આદિ નિત્ય પદાર્થોનો પણ પ્રતિનિયત આકાર તો હોય છે, પણ તેની આદિ નથી, કારણ કે તે નિત્ય છે. મેરુ જેવા પ્રતિનિયત પણ અનાદિ આકારવાળા પદાર્થોનો કોઈ કર્તા સિદ્ધ થતો નથી, પરંતુ જે પદાર્થનો આકાર સાદિ અને પ્રતિનિયત હોય છે તેનો કોઈ કર્તા હોય જ છે. ઘડાનો સાદિ અને પ્રતિનિયત આકાર છે તો તેનો કોઈ કર્તા છે અને તે કર્તા કુંભાર છે. તે જ રીતે દેહનો પણ સાદિ પ્રતિનિયત આકાર હોવાથી કોઈ કર્તા હોવો ઘટે છે અને તે કર્તા આત્મા જ છે.
વળી, બીજું આત્મસાધક અનુમાન એમ પણ થઈ શકે કે દેહાદિનો કોઈ ભોક્તા અર્થાત્ ભોગવનાર હોવો જોઈએ, કારણ કે તે ભોગ્ય છે. જે વસ્તુ ભોગ્ય હોય છે તેનો કોઈ ભોગવનારો હોય છે. જેમ ભોજન અને વસ્ત્ર ભોગ્ય હોવાથી તેનો ભોક્તા પુરુષ છે. ગધેડાનાં શિંગડાંની જેમ જે ભોગ્ય નથી, તેનો કોઈ ભોક્તા પણ નથી. દેહ તો ભોગ્ય છે, માટે તેનો ભોક્તા હોવો જોઈએ અને તે ભોક્તા આત્મા છે.
વળી, ત્રીજું આત્મસાધક અનુમાન એમ પણ થઈ શકે કે દેહાદિનો કોઈ સ્વામી છે, કારણ કે દેહાદિ સંઘાતરૂપ છે. જે સંઘાતરૂપ હોય છે તેનો કોઈ સ્વામી હોય છે. નિયમ છે કે જે જોડાણરૂપે વસ્તુ હોય તેનો કોઈ સ્વામી હોય છે. જેમ મકાન એ સંઘાતરૂપ છે, તો તેનો સ્વામી કોઈ પુરુષ છે; તેમ દેહ પણ સંઘાતરૂપ છે, એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org